• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 11 To 17 October 2021 Panchang: October 2nd Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

11 થી 17 ઓક્ટોબરનું પંચાંગ:આ સપ્તાહ દુર્ગાષ્ટમી અને દશેરા સહિત વ્રત અને તહેવાર માટે 5 દિવસ રહેશે, શારદીય નવરાત્રિ પૂર્ણ થશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે વિજયાદશમી વણજોયા મુહૂર્ત સાથે 5 દિવસ શુભ

ઓક્ટોબરના બીજા સપ્તાહમાં વ્રત અને તહેવારના 5 દિવસ રહેશે. આ દિવસોમાં નવરાત્રિ પૂર્ણ થશે અને વિજયાદશમી પર્વ રહેશે. આ સપ્તાહમાં બુધવારે દુર્ગાષ્ટમી અને ગુરુવારે મહાનોમ રહેશે. આ બંને દિવસોમાં દેવીની મહાપૂજા કરવામાં આવે છે. પછી શુક્રવારે દશેરા ઊજવવામાં આવે છે. તેના પછીના દિવસે એટલે શનિવારે એકાદશી વ્રત રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા અને વ્રત કરવામાં આવશે. ત્યાં જ, સપ્તાહના છેલ્લાં દિવસે તુલા સંક્રાંતિ પર્વ રહેશે. આ દિવસે તીર્થ સ્નાન અને દાન સાથે સૂર્ય પૂજા કરવાની પરંપરા છે.

જ્યોતિષીય દૃષ્ટિએ જોવામાં આવે તો આ 7 દિવસ ખાસ છે. સપ્તાહના પહેલાં દિવસે એટલે 11 ઓક્ટોબરના રોજ શનિની ચાલમાં ફેરફાર થશે અને આ ગ્રહ માર્ગી થઈ જશે. ત્યાં જ, સપ્તાહના છેલ્લાં દિવસે સૂર્ય રાશિ બદલીને તુલામાં આવી જશે. આ સિવાય આ સપ્તાહ ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે વિજયાદશમી વણજોયું મુહૂર્ત સાથે 5 શુભ દિવસ.

11 થી 17 ઓક્ટોબર સુધીનું પંચાંગ-

11 ઓક્ટોબર, સોમવારઆસો સુદ પક્ષ, છઠ્ઠ
12 ઓક્ટોબર, મંગળવારઆસો સુદ પક્ષ, સાતમ
13 ઓક્ટોબર, બુધવારઆસો સુદ પક્ષ, આઠમમહાષ્ટમી
14 ઓક્ટોબર, ગુરુવારઆસો સુદ પક્ષ, નોમદુર્ગાનોમ
15 ઓક્ટોબર, શુક્રવારઆસો સુદ પક્ષ, દશમવિજયાદશમી
16 ઓક્ટોબર, શનિવારઆસો સુદ પક્ષ, એકાદશીપાશાકુંશા એકાદશી
17 ઓક્ટોબર, રવિવારઆસો સુદ પક્ષ, બારસતુલા સંક્રાંતિ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ-

11 ઓક્ટોબર, સોમવાર- રવિયોગ, શનિ માર્ગી, મકર રાશિમાં14 ઓક્ટોબર, ગુરુવાર- રવિયોગ15 ઓક્ટોબર, શુક્રવાર - રવિયોગ, વણજોયું મુહૂર્ત17 ઓક્ટોબર, રવિવાર- ત્રિપુષ્કર યોગ, તુલા સંક્રાંતિ, સૂર્યનું રાશિ પરિવર્તન