તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 10 To 16 May 2021 Panchang: May 2nd Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

સાપ્તાહિક પંચાંગ:10 થી 16 મે દરમિયાન ત્રણ મોટા તહેવાર આવશે, આ સપ્તાહ વૈશાખ મહિનો પણ શરૂ થશે

4 મહિનો પહેલા
  • જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે, ત્રણ શુભ મુહૂર્ત અને સૂર્યનું રાશિ પરિવર્તન પણ થશે

10 થી 16 મેની વચ્ચે ત્રણ મોટા વ્રત આવશે. સાથે જ આ સપ્તાહ વૈશાખ મહિનાનો સુદ પક્ષ પણ શરૂ થઈ જશે. આ દરમિયાન કરવામાં આવેલ અનાજ અને જળના દાનનું ફળ સોનાના દાન સમાન મળે છે. આ સપ્તાહ મંગળવારે ચૈત્ર મહિનાની અમાસ રહેશે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. સાથે જ આ અમાસના દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે. શુક્રવારે સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જેથી વૃષભ સંક્રાતિ પર્વ ઊજવાશે. આ પર્વમાં સ્નાન-દાન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળી શકે છે. આ દિવસે અક્ષય તૃતીયા મહાપર્વ પણ ઊજવાશે. દરેક પ્રકારના શુભ અને માંગલિક કાર્યો કરવા માટે આ દિવસને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. પુરાણોમાં તેને યુગાદિ તિથિ કહેવામાં આવે છે. એટલે આ દિવસે કરવામા આવતા નાના-નાના દાનનું પણ અનેકગણું ફળ મળી શકે છે. જ્યોતિષીય દૃષ્ટિએ જોવામા આવે તો આ સપ્તાહ નવા કામની શરૂઆત માટે ત્રણ દિવસ શુભ મુહૂર્ત રહેશે. ત્યાં જ, 14 મેના રોજ સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.

10 થી 16 મે સુધીનું પંચાંગઃ-

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
10 મે, સોમવારચૈત્ર વદ, ચૌદશ
11 મે, મંગળવારચૈત્ર વદ, અમાસ
12 મે, બુધવારવૈશાખ સુદ, એકમ
13 મે, ગુરુવારવૈશાખ સુદ, બીજ
14 મે, શુક્રવારવૈશાખ સુદ, તીજઅખાત્રીજ
15 મે, શનિવારવૈશાખ સુદ, ચોથ
14 મે, રવિવારવૈશાખ સુદ પાંચમ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

12 મે, બુધવાર- સર્વાર્થસિદ્ધિ યોગ

14 મે, શુક્રવાર- સૂર્યનું રાશિ પરિવર્તન, વૃષભ રાશિમા

15 મે, શનિવાર- રવિયોગ

16 મે, રવિવાર- રવિયોગ