• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 1 To 7 November 2021 Panchang: November 1st Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

1 થી 7 નવેમ્બરનું પંચાંગ:નવેમ્બરના પહેલાં સપ્તાહમાં ધનતરેસ, દિવાળી અને ભાઈબીજ જેવા મોટા તહેવાર ઉજવાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સપ્તાહ ખરીદદારી અને નવી શરૂઆત માટે 3 દિવસ શુભ મુહૂર્ત રહેશે, આ દિવસોમાં બુધનું રાશિ પરિવર્તન પણ થશે

હિંદુ કેલેન્ડર પ્રમાણે નવેમ્બરના પહેલાં જ સપ્તાહમાં 6 દિવસ વ્રત અને તહેવાર આવશે. આ સપ્તાહ એટલે 1 થી 7 નવેમ્બર સુધી રમા એકાદશી, ગૌવત્સ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈબીજ જેવા મોટા તહેવાર ઉજવાશે. આ સપ્તાહ હિંદુઓના સૌથી મોટા તહેવાર ઊજવવામાં આવશે. સાથે જ, દિવાળી પહેલાં કરવામાં આવતી ખરીદદારી માટે દરરોજ શુભ મુહૂર્ત પણ રહેશે. જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ રહેશે. આ સપ્તાહ ખરીદદારી અને નવી શરૂઆત માટે દિવાળી સુધી ત્રણ દિવસ શુભ મુહૂર્ત રહેશે. ત્યાં જ, બુધ ગ્રહ પોતાની જ રાશિ એટલે કન્યાથી તુલામાં પ્રવેશ કરશે. આ ગ્રહની ચાલમાં ફેરફાર થવાથી અનેક લોકો માટે શુભ સમય રહેશે.

1 થી 7 નવેમ્બર સુધીનું પંચાંગ

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
1 નવેમ્બર, સોમવારઆસો વદ પક્ષ, એકાદશીરમા એકાદશી, ગૌવત્સ બારસ વ્રત
2 નવેમ્બર, મંગળવારઆસો વદ પક્ષ, તેરસધનતેરસ
3 નવેમ્બર, બુધવારઆસો વદ પક્ષ, ચૌદશકાળીચૌદશ
4 નવેમ્બર, ગુરુવારઆસો વદ પક્ષ, અમાસદિવાળી પર્વ
5 નવેમ્બર, શુક્રવારકારતક સુદ પક્ષ, એકમગોવર્ધન પૂજા
6 નવેમ્બર, શનિવારકારતક સુદ પક્ષ, બીજભાઈબીજ
7 નવેમ્બર, રવિવારકારતક સુદ પક્ષ, ત્રીજ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ

તારીખ અને વારગ્રહ-નક્ષત્ર અને યોગ
1 નવેમ્બર, સોમવાર

ઇન્દ્ર યોગ, સોમવાર અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ

2 નવેમ્બર, મંગળવાર

ત્રિપુષ્કર યોગ, ખરીદદારીનું વણજોયું મુહૂર્ત ધનતેરસ, બુધ ગ્રહનું રાશિ પરિવર્તન

3 નવેમ્બર, બુધવાર

આનંદ યોગ, ચંદ્ર ઉપર ગુરુની દૃષ્ટિનો શુભ સંયોગ

4 નવેમ્બર, ગુરુવાર

મહાલક્ષ્મી પૂજા પર્વ, ખરીદદારી અને દરેક શુભ કામ માટે શુભ મુહૂર્ત