જયંતી / હનુમાન જયંતીનો પર્વ તેલંગાણામાં એક મહિના સુધી ચાલે છે, દક્ષિણ ભારતમાં દિવાળીના એક દિવસ પહેલાં ઉજવાય છે

Hanuman Jayanti is Celebrated on Different Dates in Telangana Tamil Nadu Karnataka and South India
X
Hanuman Jayanti is Celebrated on Different Dates in Telangana Tamil Nadu Karnataka and South India

  • તમિળ કેલેન્ડર પ્રમાણે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં હનુમાન જયંતીનો પર્વ ઉજવાય છે

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 01:08 PM IST

હનુમાન જયંતી પર્વ સ્થાનીય માન્યતાઓ તથા કેલેન્ડરના આધારે દેશમાં વિવિધ દિવસોમાં ઉજવાય છે. હનુમાન જયંતી ઉત્તર ભારતમાં ચૈત્ર મહિનાની પૂનમ એટલે માર્ચ-એપ્રિલમાં ઉજવાય છે. અહીં આ પર્વ એક દિવસનો હોય છે. ત્યાં જ, થોડાં ગ્રંથ અને પરંપરાઓના કારણે આ પર્વ દક્ષિણ ભારતમાં કૃષ્ણપક્ષની ચૌદશ એટલે દિવાળીથી એક દિવસ પહેલાં અને માગસર મહિનામાં આવે છે. ઓરિસ્સામાં આ પર્વ વૈશાખ મહિનાના પહેલાં દિવસે ઉજવાય છે. આ સિવાય આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આ મહોત્સવ એક મહિનાથી વધારે સમય સુધી ઉજવવામાં આવે છે.

હનુમાન જયંતી અંગે માન્યતાઃ-
કાશી વિદ્વત પરિષદના અધ્યક્ષ ડો. કામેશ્વર ઉપાધ્યાય પ્રમાણે, માન્યતાઓના આધારે ધરતી ઉપર ભગવાન શ્રીરામ જન્મ પહેલાં જ હનુમાનજીનું પ્રાકટ્ય થઇ ગયું હતું. પરંપરા પ્રમાણે કારતક મહિનાના કૃષ્ણપક્ષની ચૌદશે હનુમાનજીનો જન્મ થયો હતો. જે આજના સમયે દિવાળીના એક દિવસ પહેલાં આવે છે.

વ્રત રત્નાકર ગ્રંથ પ્રમાણે, શ્રીરામ જન્મ ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ દિવસ હનુમાન જયંતી પર્વ તરીકે ઉજવવાની પરંપરા છે. ગ્રંથો પ્રમાણે હનુમાનજીનો જન્મ મંગળવારે સ્વાતી નક્ષત્ર દરમિયાન મેષ લગ્નમાં એટલે સાંજના સમયે થયો હતો.

આવું કેમઃ-
ડો. ઉપાધ્યાય પ્રમાણે પ્રાચીનકાળમાં હનુમાનજીની પૂજા શિવ પંચાયત(શિવ, પાર્વતી, ગણેશ, કાર્તિકેય અને નંદી) અને રામ પંચાયત (શ્રીરામ, સીતા અને લક્ષ્મણ) સાથે થતી હતી. થોડો સમય પસાર થયા બાદ હનુમાનજીની પૂજા અલગથી થવા લાગી. ત્યાર બાદ હનુમાનજીના મંદિર બન્યા તથા જયંતી પર્વ ઉજવવાની શરૂઆત થઇ. ત્યારે દેશમાં આ પર્વ વિવિધ ગ્રંથો અને માન્યતાઓ પ્રમાણે કોઇ સ્થાને ચૈત્ર, વૈશાખ, કારતક અને માગસર મહિનામાં ઉજવવામાં આવે છે.

ઉત્તર ભારતઃ-
ઉત્તર ભારત એટલે દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત થોડા અન્ય રાજ્યોમાં મોટાભાગે હનુમાન જયંતી ચૈત્ર મહિનાની પૂનમ એટલે માર્ચ-એપ્રિલમાં ઉજવવામાં આવે છે. આ એક જ દિવસનો પર્વ છે. આ દિવસ હનુમાનજી સાથે ભગવાન શ્રીરામ અને માતા સીતાની પૂજા કરવામાં આવે છે. દિવસભર વ્રત રાખવામાં આવે છે. સુંદરકાંડ, હનુમાન ચાલીસા અને બજરંગબાણનો પાઠ કરવામાં આવે છે. મંદિરોમાં હવન અને ભોજનનું આયોજન પણ કરવામાં આવે છે.

આંધ્રપ્રદેશ અને તેલંગાણાઃ-
અહીં હનુમાન જયંતી મહોત્સવ તરીકે ઉજવાય છે. જે લગભગ 41 દિવસ સુધી ચાવે છે. આ ઉત્સવ ચૈત્ર મહિનાની પૂનમથી શરૂ થાય છે અને વૈશાખ મહિનામાં વદ પક્ષ દરમિયાન દસમા દિવસે પૂર્ણ થાય છે. અહીં હનુમાન ભક્ત ચૈત્ર મહિનાની પૂનમે 41 દિવસની દીક્ષા લે છે અને હનુમાન જયંતીના દિવસે તેનું સમાપન થાય છે.

તમિળનાડુઃ-
તમિળનાડુમાં તમિળ કેલેન્ડર પ્રમાણે માગસર અમાસના દિવસે હનુમાન જયંતી પર્વ ઉજવાય છે. અહીં તેને હનુમત જયંતી કહેવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડરમાં તમિળ હનુમાન જયંતી પર્વ જાન્યુઆરી અથવા ડિસેમ્બર મહિનામાં આવે છે. આ દિવસે હનુમાનજી સાથે શ્રીરામ-સીતાની પણ પૂજા કરવામાં આવે છે.

કર્ણાટકઃ-
કર્ણાટકમાં હનુમાન જયંતી પર્વ એક દિવસનો હોય છે. પરંતુ થોડાં ભાગમાં સ્થાનીય પરંપરાઓ પ્રમાણે આ પર્વ 2 અથવા 3 દિવસ સુધી પણ ઉજવાય છે. કર્ણાટકમાં હનુમાન જયંતીને હનુમાન વ્રતમના નામથી ઓળખવામાં આવે છે. આ પર્વ માગસર મહિનાના સુદ પક્ષની તેરસ એટલે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં આવે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી