તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાભારત:હનુમાન ચટ્ટી-જ્યાં હનુમાનજીએ ભીમનો અહંકાર તોડ્યો હતો, આ જગ્યાએ ઘમંડથી બચવાની શીખ મળે છે

3 મહિનો પહેલા
  • બદ્રીનાથ ધામની પાસે આ જગ્યા આવેલી છે, જ્યાં હનુમાનજી અને ભીમની મુલાકાત થઈ હતી

મહાભારતના વનપર્વ અનુસર હનુમાનજી અને ભીમની કથા છે. આ કથાની શીખ એ છે કે આપણે કોઈપણ સ્થિતિમાં ઘમંડ ન કરવો જોઈએ. ઘમંડ અને ગુસ્સાના કારણે બધા કામ બગડી જાય છે. જ્યાં હનુમાનજી અને ભીમની ભેટ થઈ હતી, તે જગ્યા ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામની પાસે આવેલી છે. આ જગ્યાને હનુમાન ચટ્ટી નામથી ઓળખવામાં આવે છે. હનુમાન ચટ્ટી બદ્રીનાથ મંદિરથી લગભગ 12 કિલોમીટર છે.

દ્રોપદી માટે ફૂલ લેવા ગયો હતો ભીમ
મહાભારતના વનપર્વમાં તમામ પાંડવ અને દ્રોપદી વનવાસમાં હતા. તેઓ બદ્રીનાથ વિસ્તારમાં રહેતા હતા. એક દિવસ દ્રોપદીએ ગંગામાં વહેતું બ્રહ્મકમળ જોયું તો તેને ભીમને આવું જ ફૂલ લાવવા માટે વિનંતી કરી.

ભીમ દ્રોપદીની ઈચ્છા પૂરી કરવા માટે બદ્રીનાથમાં પહોંચ્યો. રસ્તામાં ભીમને એક વૃદ્ધ વાનર જોવા મળ્યો. વાનરની પૂંછડી રસ્તામાં ફેલાયેલી હતી. ભીમે તે વાનરને કહ્યું, કે રસ્તામાંથી તમારી પૂંછડી હટાવી લો, હું પૂંછડી ઓળંગીને નહીં જઈ શકું. પરંતુ, તે વાનર કહે છે કે, વૃદ્ધાવસ્થાના કારણે હું ઘણો કમજોર થઈ ગયો છું. હું મારી પૂંછડી પણ હટાવી નથી શકતો. આ કામ તું કરી દે.

ભીમે ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે પૂંછડી હલાવી ન શક્યો. ત્યારે ભીમ સમજી ગયો કે આ કોઈ સામાન્ય વાનર નથી. ત્યારે ભીમે વાનરને વાસ્તવિક સ્વરૂપમાં આવવાની પ્રાર્થના કરી. હનુમાનજી ભીમની સામે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પ્રગટ થઈ ગયા.

હનુમાનજીએ ભીમને કહ્યું કે, ક્યારે પણ પોતાની તાકાત પર ઘમંડ ન કરવો જોઈએ. કોઈપણને ક્યારેય નબળા ન માનવા, કોઈના પર કારણ વિના ગુસ્સો ન કરવો. ભીમે તેના વર્તન માટે ભગવાન પાસે માફી માગી અને સંકલ્પ લીધો કે હવેથી તે ક્યારે ઘમંડ નહીં કરે.

અત્યારે ઠંડીના દિવસોમાં લગભગ 6 મહિના બદ્રીનાથ ધામના કપાટ બંધ રહે છે. એપ્રિલ બાદ ફરીથી આ મંદિર દર્શન માટે ખુલશે. બદ્રીનાથ વિસ્તારનું હનુમાન ચટ્ટી મંદિર પણ અત્યારે બંધ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો