મહાભારત / હનુમાનજીએ ભીમને સમજાવ્યું, તાકાત સાથે વિનમ્રતા હોવી પણ જરૂરી છે

hanuman and bhim story from mahabharata
X
hanuman and bhim story from mahabharata

  • પાંડવોનો વનવાસ ચાલી રહ્યો હતો, ત્યારે દ્રૌપદીએ ભીમને સુગંધિત ફૂલ શોધી લાવવા માટે કહ્યું હતું

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 07:48 AM IST

મહાભારતમાં જ્યારે પાંડવોનો વનવાસ ચાલી રહ્યો હતો, ત્યારે પાંચેય ભાઈ અને દ્રૌપદી જંગલમાં ભટકી રહ્યા હતાં. આ દરમિયાન તેઓ કૈલાશ પર્વતના જંગલોમાં પહોંચી ગયાં. તે સમયે યક્ષોના રાજા કુબેરનું નિવાસ સ્થાન પણ કૈલાશ પર્વત પર હતું. કુબેરના નગરમાં એક સરોવર હતું, જેમાં સુગંધિત ફૂલ હતાં. દ્રૌપદીને તે ફૂલની સુગંધ આવી. તેણે ભીમને ફૂલ લઇ આવવા માટે કહ્યું.

રસ્તામાં ભીમે જોયું એક વાનર રસ્તામાં પૂંછડી ફેલાવીને સૂઇ રહ્યો હતો. કોઇ જીવને ઓળંગીને આગળ વધવું મર્યાદા વિરૂદ્ધ હતું. જેથી ભીમે વાનરને રસ્તામાંથી પૂંછડી ઘસેડી લેવા માટે જણાવ્યું. વાનરે સાંભળ્યું નહીં. જેથી ભીમને ગુસ્સો આવી ગયો. તેણે વાનરને જણાવ્યું કે, તું જાણે છે હું મહાબલી ભીમ છું. વાનરે જવાબ આપતાં જણાવ્યું કે, તમે એટલાં જ શક્તિશાળી છો તો મારી પૂંછડી તમે જાતે જ ઘસેડીને જતાં રહો.

ભીમ પૂંછડી ઘસેડવા માટે કોશિશ કરવા લાગ્યો, પરંતુ તે સહેજપણ ઘસી નહીં. ત્યારે ભીમે હાર માની લીધી. તેણે વાનરને પ્રાર્થના કરી. જેથી વાનર પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. તેઓ સ્વયં પવનપુત્ર હનુમાનજી હતાં. તેમણે ભીમને સમજાવ્યું કે, ક્યારેય પોતાની શક્તિ ઉપર એટલો ઘમંડ કરવો જોઇએ નહીં. તાકાત અને વિનમ્રતા એવા ગુણ છે જે વિપરીત સ્વભાવના હોય છે, પરંતુ જો તે એક જ સ્થાને આવી જાય તો વ્યક્તિ મહાન થઇ જાય છે.

લાઇફ મેનેજમેન્ટઃ-
આ પ્રસંગથી એ શીખવા મળે છે કે, કોઇ વ્યક્તિ તાકાતવર છે તો તેમણે ઘમંડ કરવો જોઇએ નહીં. તાકાત સાથે ઘમંડ હશે તો વ્યક્તિ સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરી શકશે નહીં. તાકાત સાથે વિનમ્રતા હશે તો વ્યક્તિને દરેક જગ્યાએ સન્માન મળે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી