• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Guru Vakri Rashifal Jupiter Horoscopes 24th November 2022 | Guru Ka Rashifal For EVERY Zodiac Sign (Aries Mesh, Taurus Vrishab, Gemini Mithun, Cancer Karka) To

ગ્રહ-ગોચર:24 નવેમ્બરે ગુરુ ગ્રહ મીન રાશિમાં માર્ગી થશે; વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકોને ધનલાભ થશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

24 નવેમ્બરના રોજ ગુરુ મીન રાશિમાં માર્ગી થઈ રહ્યો છે. એટલે હવે સીધી ગતિએ ચાલવા લાગશે. ગતિમાં ફેરફાર થવાથી ગુરુનો શુભ પ્રભાવ વધી જશે. રાશિ પરિવર્તનથી દેશમાં મોટા રાજનૈતિક ફેરફાર થવાના યોગ બનશે. સાથે જ પાંચ રાશિના લોકો માટે સમય સારો શરૂ થઈ જશે. આ ગ્રહ આવતા વર્ષે 22 એપ્રિલ 2023ના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે ગુરુના શુભ પ્રભાવથી શિક્ષા, રોજગાર, કળા, સંસ્કૃતિ, બેંકિંગ અને અધ્યાત્મના ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે સમય સારો રહેશે.

ધર્મ, શિક્ષા અને બેંકિંગ સાથે જોડાયેલા લોકો માટે સારો સમય શરૂ થશે. આ મામલાઓ સાથે જોડાયેલા મોટા અને મુખ્ય નિર્ણય પણ થશે. કુલ મળીને દેવ ગુરુ બૃહસ્પતિનો પ્રભાવ વધવાથી રોગ અને માનસિક રીતે ઊભા થયેલા તણાવમાં ઘટાડો આવી શકે છે.

ગુરુના શુભ પ્રભાવથી શિક્ષા, રોજગાર, કળા, સંસ્કૃતિ, બેંકિંગ અને અધ્યાત્મના ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે સમય સારો રહેશે
ગુરુના શુભ પ્રભાવથી શિક્ષા, રોજગાર, કળા, સંસ્કૃતિ, બેંકિંગ અને અધ્યાત્મના ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે સમય સારો રહેશે

5 રાશિના લોકો માટે ઉન્નતિ અને ધનલાભ આપનારો સમય
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં કિસ્મતનો સાથ મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અને મનગમતું સ્થાન પરિવર્તન થઈ શકે છે. અધિકારીઓ પાસેથી મદદ પણ મળવાના યોગ બનશે. આ સિવાય બિઝનેસ કરનાર લોકોને અટવાયેલા રૂપિયા મળી શકે છે. બિઝનેસમાં ઉન્નતિ થવાની પણ શક્યતા છે. લેવડ-દેવડ અને રોકાણ સહિત અનેક મામલે કિસ્મતનો સાથ પણ મળી શકે છે.

મકર સહિત 3 રાશિના લોકોએ સાવધાન રહેવું
આ દિવસોમાં તુલા, ધન, મીન અને મિથુન રાશિના લોકો ઉપર ગુરુની મિશ્રિત અસર રહેશે. આ 4 રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકો માટે સમય સામાન્ય રહેશે. ત્યાં જ, મેષ, સિંહ અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ 3 રાશિના લોકોએ જોખમ અને ઉતાવળ કરવાથી ખાસ બચવું જોઈએ. રોકાણ અને લેવડ-દેવડના નિર્ણય પણ સાવધાની અને કોઈ અનુભવીની સલાહ લઈને જ લેવા પડશે. આ રાશિના રાજનીતિ સાથે જોડાયેલા લોકોએ ખાસ સાવધાની જાળવવી પડશે.

ગુરુ ગ્રહના મંત્ર ઓમ્ બૃં બૃહસ્પતયે નમઃનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ
ગુરુ ગ્રહના મંત્ર ઓમ્ બૃં બૃહસ્પતયે નમઃનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ

ગુરુ ગ્રહ માટે ચણાની દાળનું દાન કરવું જોઈએ
ગુરુ ગ્રહની પૂજા શિવલિંગ રૂપમાં કરવામાં આવે છે. ગુરુ ગ્રહની ખાસ પૂજા દર ગુરુવારે કરવી જોઈએ. તેના માટે શિવલિંગ ઉપર ચણાની દાળ અને પીળાં ફૂલ ચઢાવવાં. ચણાના લાડવાનો ભોગ ધરાવવો. ગુરુ ગ્રહના મંત્ર ઓમ્ બૃં બૃહસ્પતયે નમઃનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ. કોઇ ગૌશાળામાં લીલું ઘાસ દાન કરો.

ભારતીય સંસ્કૃતિમાં "અતિથિ દેવો ભવ:" માનવામાં આવે છે. ભાગ્યશાળીના ઘરે મહેમાન આવે છે. મહેમાનનું સ્વાગત કરવું તે આપણી વૈદિક પરંપરા રહેલી છે. માટે અગામી તા.20થી ગુરુ ગ્રહનો મકર રાશિમાંથી કુંભ રાશિમાંપ્રવેશ" માટે તેનું જયોતિષની વૈદિક પદ્ધતિ દ્વારા સ્વાગત કરવાથી ગુરુ ગ્રહના શુભ કારકત્વમાં વધારો થશે. જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com)ના જણાવ્યા અનુસાર ગુરુ ગ્રહ વિદ્યા, ધન, સંતાન, જ્ઞાન, ડાહપણ બ્રાહ્મણત્વ તથા વિશાળતા વગેરેનો કારક ગણાય છે. માટે તેનું નીચે દર્શાવ્યા મુજબ સ્વાગત કરવું વધારે હિતકારી બની રહેશે.

ગુરુ ગ્રહનું કઈ રીતે સ્વાગત કરવું

આ પરિભ્રમણ દરમિયાન આર્થિક સામાજિક તથા આકસ્મિક શુભ સમાચાર મળી શકે છે.
આ પરિભ્રમણ દરમિયાન આર્થિક સામાજિક તથા આકસ્મિક શુભ સમાચાર મળી શકે છે.

ઉપરોક્તમાંથી કોઈપણ ત્રણ પ્રયોગ કરવાથી ગુરુ ગ્રહનું આ ભ્રમણ વધારે લાભદાયી નીવડશે. આ પરિભ્રમણ દરમિયાન આર્થિક સામાજિક તથા આકસ્મિક શુભ સમાચાર મળી શકે છે. લાંબા સમયના અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે. માન-સન્માન પ્રતિષ્ઠામાં વધારો નિશ્ચિત રીતે જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...