• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Guru Vakri Rashifal Jupiter Horoscopes 14th September To 18 October 2021 | September October Ka Rashifal For EVERY Zodiac Sign (Aries Mesh, Taurus Vrishab, Gemini Mithun, Cancer Karka) To Leo Libra Sagittarius Virgo

ગુરુ ગ્રહની શુભ-અશુભ અસર:કર્ક, ધન અને મીન રાશિના લોકોને ઉન્નતિ અને ધનલાભના યોગ; વૃષભ અને કન્યા રાશિના લોકો ભાગ્યશાળી રહેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિથુન, તુલા, મકર અને કુંભ રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં નુકસાન થઈ શકે છે, તણાવ અને ખર્ચ પણ વધશે

દેવગુરુ બૃહસ્પતિની ચાલ બદલાઈ ગઈ છે. હવે આ ગ્રહ વક્રી સ્થિતિ એટલે ત્રાંસી ચાલ ચાલીને મકર રાશિમાં શનિ સાથે આવી ગયો છે. એક મહિના પછી 18 ઓક્ટોબરના રોજ તેની ચાલ બદલાઈને સીધી થઈ જશે. તે પછી આ ગ્રહ 21 નવેમ્બરના રોજ રાશિ બદલશે. હાલ ગુરુ મકર રાશિમાં છે. આ રાશિમાં આ ગ્રહ નીચનો થઈ જાય છે. એટલે તેના શુભફળમાં ઘટાડો આવી જાય છે. શનિ અને ગુરુની યુતિ બનવાથી સાત રાશિઓએ સાવધાન રહેવું જોઈએ. ત્યાં જ 5 રાશિના લોકો માટે સમય સારો રહેશે.

મકર રાશિમાં નીચભંગ રાજયોગ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે મકર રાશિનો સ્વામી શનિ છે અને જ્યારે આ રાશિમાં ગુરુ અને શનિ એકસાથે રહે છે તો આ સ્થિતિમાં નીચભંગ રાજયોગ બને છે. એવામાં ખોટા કામ કરવાથી બચવું જોઈએ. કેમ કે ગુરુ ગ્રહ, જ્ઞાન અને શનિ ન્યાયના દેવતા છે. આ બંને ગ્રહોના વક્રી એટલે ઊંધી ચાલ ચાલવાથી શુભફળમાં ઘટાડો આવી શકે છે. જેની અસર દેશ-દુનિયા સાથે જ બધી રાશિઓ ઉપર પડશે.

મિથુન, તુલા, મકર અને કુંભ રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં નુકસાન થઈ શકે છે, તણાવ અને ખર્ચ પણ વધશે
મિથુન, તુલા, મકર અને કુંભ રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં નુકસાન થઈ શકે છે, તણાવ અને ખર્ચ પણ વધશે

ગુરુની ચાલમાં ફેરફારની 12 રાશિઓ ઉપર શુભ-અશુભ અસર (ડો. ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે)

મેષ- ગુરુની ચાલમાં ફેરફાર થવાથી તમને નામ અને પ્રસિદ્ધિ મળશે. પરંતુ કામકાજમાં ફેરફાર થવાના યોગ પણ છે. નોકરી અને બિઝનેસમાં મનગમતી પોસ્ટ મળી શકે છે. કામકાજમાં મહેનત વધારે કરવી પડશે. કિસ્મતનો સાથ ઓછો મળશે.

વૃષભ- ગુરુના કારણે કિસ્મતનો ભરપૂર સાથ મળશે. નોકરીની તક મળી શકશે. આવકના નવા સ્ત્રોત મળી શકશે. પ્રેમ પૂર્વક જીવન જીવતા લોકો માટે આ સમય સારો રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સામેલ થઈ શકો છો.

મિથુન- ગુરુની ચાલમાં ફેરફાર થવો આ રાશિના લોકો માટે યોગ્ય નથી. નોકરી અને બિઝનેસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. યાત્રાઓથી બચવું જોઈએ. ફાલતૂ ખર્ચ વધશે અને સેવિંગ પૂર્ણ થશે. યોજનાઓ પણ અધૂરી રહી શકે છે.

કર્ક- ગુરુની ચાલમાં ફેરફાર થવાથી નોકરિયાત લોકોને ઉન્નતિની તક મળી શકે છે. સાથે જ વેતનમાં વધારો થવાની પણ શક્યતા છે. કારોબારીઓ માટે શુભ અને લાભકારી સમય છે. વેપારમાં પાર્ટનરશિપમાં ચાલી રહેલાં વિવાદ દૂર થશે.

સિંહ- ગુરુના રાશિ પરિવર્તનના કારણે નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકો વિવાદમાં ગુંચવાઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તણાવ અને કરિયરમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વાદ-વિવાદથી તમારે દૂર રહેવું પડશે.

કન્યા- ગુરુની ચાલમાં ફેરફાર થવાથી કાર્યક્ષેત્રમાં તમારા કામના વખાણ થશે. બિઝનેસમાં નફો થવાના યોગ છે. રોકાણ માટે સમય સારો રહેશે. કિસ્મતનો સાથ મળી શકે છે. સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓમાં રાહત મળી શકે છે.

તુલા- ગુરુના કારણે નોકરી અને બિઝનેસમાં તણાવ વધી શકે છે. કામકાજની જગ્યાએ ફેરફાર થવાના યોગ બની રહ્યા છે. દૂર સ્થાનની યાત્રાઓ થઈ શકે છે. રહસ્યની વાત ઉજાગર થવાની પણ શક્યતા છે. મહેનત વધારે કરવી પડી શકે છે.

વૃશ્ચિક- ગુરુના રાશિ બદલવાથી નોકરી અને બિઝનેસમાં તમારી જવાબદારી વધી શકે છે. મહેનત વધારે કરવી પડશે. કિસ્મતનો સાથ ઓછો મળી શકે છે. મહેનતનો ફાયદો પણ ઓછો મળશે. આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. જીવનસાથી સાથે મધુર સંબંધ જાળવી રાખો.

ધન- ગુરુની ચાલમાં ફેરફાર થવાથી ધનલાભના યોગ બની રહ્યા છે. બેંક બેલેન્સ વધવાના સંકેત છે. પારિવારિક જીવનની મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે. અધિકારીઓ પાસેથી મદદ મળશે.

મકર- ગુરુના કારણે રોજિંદા કાર્યોમાં વિઘ્ન આવવાના યોગ બની રહ્યા છે. ભૌતિક સુખમાં ઘટાડો આવી શકે છે. લગ્નજીવનમાં તણાવ વધશે. રોકાણ માટે સમય યોગ્ય નથી. સ્વાસ્થ્યને લગતી સમસ્યા રહેશે. ફાલતૂ યાત્રા થઈ શકે છે. સંતાનને લગતી ચિંતા વધી શકે છે.

કુંભ- ગુરુના કારણે ખર્ચ વધી શકે છે. બિઝનેસમાં નુકસાનના યોગ છે. વિવાદ થઈ શકે છે. દુશ્મન પરેશાન કરશે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા રહેશે. માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધશે. વારસાગત સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. તેમાં તમને નુકસાન થવાના યોગ બની રહ્યા છે.

મીન- ગુરુના રાશિ પરિવર્તનથી અચાનક ધનલાભ થવાના યોગ છે. સમય સારો રહેશે. નોકરી અને બિઝનેસમાં કરેલાં કાર્યોનો પૂર્ણ ફાયદો મળી શકે છે. રોજિંદા કાર્યોથી ફાયદો થશે. અધિકારીઓ પાસેથી વખાણ મળશે. લગ્નજીવનનું સુખ વધશે. પરાક્રમ વધશે. પરિવારના લોકો પાસેથી સહયોગ મળી શકે છે.