• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Guru Rashi Parivartan (Transit In Aquarius) 2021; Rashifal Of Jupiter Transit (Astrological) Predictions For Kumbh, Sagittarius, Scorpio, Cancer, Gemini, And Other Zodiac Signs

ગુરુનું રાશિ પરિવર્તન:કુંભ રાશિમાં બૃહસ્પતિના આવવાથી દેશમાં મોટા રાજનૈતિક ફેરફાર થવાના યોગ, 5 રાશિના લોકો માટે શુભ

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુંભ રાશિમાં ગુરુના પ્રવેશથી ધર્મ, શિક્ષા અને બેંકનાં કાર્યોમાં મોટા નિર્ણય લેવાય એવા યોગ, 3 રાશિએ સાવધાન રહેવું

21 નવેમ્બરના રોજ ગુરુ કુંભ રાશિમાં આવી ગયો છે. આ રાશિમાં લગભગ સાડા 4 મહિના ગતિ કર્યા પછી તે આવતા વર્ષે 13 એપ્રિલ 2022ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરી જશે. ગુરુના રાશિ બદલવાથી શનિ-ગુરુની અશુભ યુતિ પૂર્ણ થઈ જશે અને ગુરુ પર કોઈ પાપ ગ્રહની છાયા પણ રહેશે નહીં, જેથી એની અશુભ અસર ઘટી જશે. બૃહસ્પતિના રાશિ પરિવર્તનથી દેશમાં મોટા રાજનૈતિક ફેરફાર થવાના યોગ બનશે.

ધર્મ, શિક્ષા અને બેંક સાથે જોડાયેલા મોટા નિર્ણય લેવાશે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, શનિ સાથે ગુરુની યુતિ પૂર્ણ થવાથી સંશોધન સાથે જોડાયેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. શિક્ષા, રોજગાર, કળા, સંસ્કૃતિ, બેંકિંગ અને આધ્યાત્મિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય સારો રહેશે. શનિ-ગુરુને કારણે ફેલાયેલી બીમારીનું સંક્રમણ લગભગ પૂર્ણ થવા લાગશે. ધર્મ, શિક્ષા અને બેંકિંગ સાથે જોડાયેલાં લોકો માટે શુભ સમય શરૂ થશે. આ મામલાઓ સાથે જોડાયેલા મોટા અને મુખ્ય નિર્ણય પણ લેવાશે. ભગવાન વિષ્ણુના પ્રભાવમાં વધારો થવાથી રોગ અને માનસિક રીતે ઊપજેલા તણાવમાં ઘટાડો શરૂ થશે.

મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં કિસ્મતનો સાથ મળી શકે છે.
મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં કિસ્મતનો સાથ મળી શકે છે.

5 રાશિના લોકો માટે ધનલાભ અને ઉન્નતિનો સમય
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે, 21 નવેમ્બરના રોજ ગુરુ સીધી ચાલથી ગતિ કરશે અને કુંભ રાશિમાં રહેશે. એના પ્રભાવથી મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં કિસ્મતનો સાથ મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અને મનગમતું સ્થાન પરિવર્તન થઈ શકે છે. અધિકારીઓ પાસેથી મદદ મળવાના પણ યોગ બનશે. આ સિવાય બિઝનેસ કરનાર લોકોના અટવાયેલા રૂપિયા મળી શકે છે. બિઝનેસમાં ઉન્નતિ થવાની પણ શક્યતા છે. લેવડ-દેવડ અને રોકાણ સહિત અનેક મામલે કિસ્મતનો સાથ પણ મળી શકે છે.

કુંભ સહિત 3 રાશિના લોકોએ સાવધાન રહેવું
આ દિવસોમાં વૃષભ, કન્યા અને ધન રાશિના લોકો પર ગુરુની મિશ્રિત અસર રહેશે. આ 3 રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનારા લોકો માટે સમય સામાન્ય રહેશે. ત્યાં જ કર્ક, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ 4 રાશિના લોકોએ જોખમ અને ઉતાવળથી ખાસ બચવું પડશે. રોકાણ અને લેવડ-દેવડના નિર્ણય પણ સાવધાની સાથે અને કોઈ અનુભવી વ્યક્તિની સલાહથી લેવા પડશે. આ રાશિના રાજકારણ સાથે જોડાયેલા લોકોએ ખાસ સાવધાની રાખવી પડશે.

13 એપ્રિલ સુધી ગુરુની બધી રાશિઓ પર અસર (ડો. ગણેશ મિશ્ર પ્રમાણે)
13 એપ્રિલ સુધી ગુરુની બધી રાશિઓ પર અસર (ડો. ગણેશ મિશ્ર પ્રમાણે)

મેષઃ- આ રાશિના લોકો માટે ગુરુ ગ્રહ ફાયદાકારક રહેશે. નોકરી અને બિઝનેસની જૂની પરેશાનીઓ સાથે છુટકારો મળી શકે છે. ધનલાભ થવાના યોગ છે. રોજિંદા કાર્યો સમયે પૂર્ણ થઈ જશે. નવી યોજનાઓ બનશે અને તેમાં સફળતા પણ મળશે.

વૃષભઃ- પ્રોપર્ટીને લગતા ખાસ મામલે નિર્ણય લઈ શકો છો. સુખ વધશે. વાહન ખરીદદારીના યોગ પણ બનશે. નોકરિયાત અને બિઝનેસ કરનારા લોકોની મહેનત વધશે. દુશ્મનો પર વિજય પ્રાપ્ત થશે. બચત પૂરી થઈ શકે છે. મિશ્રિત સમય રહેશે.

મિથુનઃ- ગુરુ ગ્રહના રાશિ પરિવર્તનથી નોકરી અને બિઝનેસમાં જૂની કરેલી મહેનતનો ફાયદો મળી શકે છે. અટવાયેલા રૂપિયા પાછા મળવાના યોગ બની રહ્યા છે. આસપાસ અને સાથે કામ કરનારા લોકો પાસેથી મદદ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. સંતાનને લગતી ચિંતા દૂર થશે. દૂર સ્થાનોની યાત્રા પણ થઈ શકે છે.

કર્કઃ- ગુરુના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોએ સાવધાન રહેવું. ધનહાનિ થવાના યોગ છે. બચત પૂરી થઈ શકે છે. રોકાણ કરવાથી બચવું. નોકરી અને બિઝનેસની કોઈ રહસ્ય વાત પણ ઉજાગર થવાની શક્યતા છે. પ્રોપર્ટીને લગતા મામલે સાવધાન રહેવું.

સિંહઃ- આ રાશિના લોકો પર ગુરુનો શુભ પ્રભાવ પડશે. આ રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનારા લોકોના જૂના વિવાદો ઉકેલાશે. રોજિંદાં કાર્યોમાં ફાયદો થશે. મહેનતનું પૂર્ણ ફળ પણ મળશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. પદ-પ્રતિષ્ઠા પણ વધશે.

કન્યાઃ- ગુરુને કારણે આ રાશિના લોકોના પ્રોપર્ટીને લગતા કામકાજમાં વિઘ્ન આવી શકે છે. યાત્રાઓનો યોગ બની રહ્યો છે. રોજિંદાનાં થોડાં કાર્યો પૂર્ણ થઈ જશે અને થોડાં કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. અટવાયેલા રૂપિયા પણ મળી શકે છે. નોકરી અને બિઝનેસમાં વિવાદથી બચવાની કોશિશ કરો.

તુલાઃ- આ રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં કિસ્મતનો સાથ મળશે. ફાયદાકારક યોજનાઓ બનશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મિત્રો અને ભાઈઓ પાસેથી મદદ મળશે. તમારી મહેનતનો સંપૂર્ણ ફાયદો મળી શકે છે. જૂની યોજનાઓ પર કામ થશે.

વૃશ્ચિકઃ- આ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. ગુરુને કારણે ધનહાનિ અને બચત પૂર્ણ થવાની શક્યતા છે. નોકરિયાત અને બિઝનેસ કરનારા લોકોની યોજનાઓ ઉજાગર થઈ શકે છે. એનાથી ફાયદો મળી શકશે નહીં. રહસ્યની વાત પણ ઉજાગર થઈ શકે છે. રોકાણ અને લેવડ-દેવડથી બચવું.

ધનઃ- ગુરુને કારણે નોકરી અને બિઝનેસમાં આ રાશિના લોકોની મહેનત વધી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. થોડા કાર્યોમાં વિઘ્ન આવ્યા પછી સફળતા પણ મળશે. નોકરી અને બિઝનેસમાં કિસ્મતનો સાથ મળી શકે છે. રોજિંદાં કાર્યો પૂર્ણ થશે. પ્રોપર્ટીને લગતા મહત્ત્વપૂર્ણ મામલાઓ પણ ઉકેલાઈ જશે.

મકરઃ- ગુરુના રાશિ પરિવર્તનથી ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. દુશ્મનો પર વિજય પ્રાપ્ત થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. દૂર સ્થાનના લોકો પાસેથી મદદ મળશે. નોકરીમાં સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. મિત્રો અને ભાઈઓ પાસેથી પણ મદદ મળવાના યોગ છે.

કુંભઃ- ગુરુના રાશિ પરિવર્તનથી ખર્ચ વધી શકે છે અને ફાયદામાં ઘટાડો થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે. રોજિંદાં કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. કામકાજમાં કિસ્મતનો સાથ ઓછો મળશે. નવી યોજનાઓ પર કામ શરૂ થવામાં મોડું થઈ શકે છે.

મીનઃ- ગુરુના રાશિ બદલવાથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ થઈ શકે છે. દોડભાગ વધશે. નોકરી અને બિઝનેસમાં ફેરફાર થઈ શકે છે. દુશ્મન પરેશાન કરી શકે છે. પ્રોપર્ટીને લગતા મામલાઓ ગૂંચવાઈ શકે છે.