6 એપ્રિલથી 14 સપ્ટેમ્બર સુધી ગુરુ કુંભ રાશિમાં રહેશે. તે પછી ફરી મકર રાશિમાં આવી જશે. પરંતુ 21 નવેમ્બરના રોજ ફરી કુંભમાં જતો રહેશે. આ પ્રકારે ગુરુની ચાલમાં સતત ફેરફાર આવવાથી બધી રાશિઓ ઉપર તેની શુભ-અશુભ અસર પણ પડશે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે 6 એપ્રિલથી 21 જૂન સુધી ગુરુ ગ્રહ સીધી ચાલથી ચાલશે અને કુંભ રાશિમાં રહેશે. તેના પ્રભાવથી મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં કિસ્મતનો સાથ મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અને મનગમતું સ્થાન પરિવર્તન થઇ શકે છે. અધિકારીઓ પાસેથી મદદ પણ મળવાના યોગ છે. આ સિવાય બિઝનેસ કરનાર લોકોને અટવાયેલાં રૂપિયા મળી શકે છે. બિઝનેસમાં ઉન્નતિ થવાની શક્યતા છે. લેવડ-દેવડ અને રોકાણ સહિત અનેક મામલે કિસ્મતનો સાથ પણ મળી શકે છે.
કુંભ સહિત 3 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશેઃ-
આ દિવસોમાં વૃષભ, કન્યા અને ધન રાશિના લોકો ઉપર ગુરુની મિશ્રિત અસર રહેશે. આ 3 રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકો માટે સમય સામાન્ય રહેશે. ત્યાં જ, કર્ક, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ 4 રાશિના લોકોએ જોખમ અને ઉતાવળથી ખાસ બચવું જોઇએ. રોકાણ અને લેવડ-દેવડના નિર્ણયો સાવધાની સાથે અને કોઇ અનુભવી વ્યક્તિની સલાહથી લેવા પડશે. આ રાશિના રાજકારણ સાથે જોડાયેલાં લોકોએ વિશેષ સાવધાની રાખવી પડશે.
જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળઃ-
મેષઃ- આ રાશિ માટે ગુરુ ફાયદાકારક રહેશે. નોકરી અને બિઝનેસની જૂની પરેશાનીઓથી છુટકારો મળી શકે છે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. રોજિંદા કાર્યો સમયે પૂર્ણ થઇ જશે. નવી યોજનાઓ બનશે અને તેમાં સફળતા પણ મળશે.
વૃષભઃ- પ્રોપર્ટીને લગતા મામલે નિર્ણય લેવાઇ શકે છે. સુખ વધશે. વાહન ખરીદદારીના યોગ પણ બનશે. નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોની મહેનત વધશે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે. બચત પૂર્ણ થશે. મિશ્રિત સમય રહેશે.
મિથુનઃ- ગુરુના રાશિ પરિવર્તનથી નોકરી અને બિઝનેસમાં જૂની મહેનતનો ફાયદો મળશે. અટવાયેલાં રૂપિયા પણ મળવાના યોગ છે. આસપાસના અને સાથે કામ કરનાર લોકો પાસેથી મદદ મળશે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. બાળકોને લગતી ચિંતા દૂર થશે. દૂર સ્થાનની યાત્રા પણ થઇ શકે છે.
કર્કઃ- ગુરુના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. ધનહાનિ થવાના યોગ બની રહ્યા છે. બચત ખતમ થઇ શકે છે. રોકાણ કરવાથી બચવું. નોકરી અને બિઝનેસની કોઇ રહસ્યની વાત પણ ઉજાગર થવાની શક્યતા છે. પ્રોપર્ટીને લગતા મામલે સાવધાન રહેવું.
સિંહઃ- આ રાશિના લોકો ઉપર ગુરુનો શુભ પ્રભાવ પડશે. આ રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોના જૂના વિવાદ ઉકેલાઇ શકે છે. રોજિંદા કાર્યોમાં ફાયદો થશે. મહેનતનુ પૂર્ણ ફળ મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. પદ-પ્રતિષ્ઠા પણ વધશે.
કન્યાઃ- ગુરુના કારણે આ રાશિના લોકોને પ્રોપર્ટીને લગતા કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. યાત્રાઓના યોગ બની રહ્યા છે. રોજિંદા કાર્યો પૂર્ણ થઇ જશે અને થોડા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. અટવાયેલાં રૂપિયા મળી શકે છે. નોકરી અને બિઝનેસમાં વિવાદથી બચવાની કોશિશ કરો.
તુલાઃ- આ રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં કિસ્મતનો સાથ મળશે. ફાયદાકારક યોજના બનશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મિત્રો અને ભાઇઓ પાસેથી મદદ મળશે. તમારી મહેનતનો પૂર્ણ ફાયદો મળશે. જૂની યોજનાઓ ઉપર કામ થશે.
વૃશ્ચિકઃ- આ રાશિના લોકોએ સાવધાન રહેવું. ગુરુના કારણે ધનહાનિ અને બચત ખતમ થવાની શક્યતા છે. નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોની યોજનાઓ ઉજાગર થઇ શકે છે. તેનાથી ફાયદો મળી શકશે નહીં. રહસ્યની વાત પણ ઉજાગર થઇ શકે છે. રોકાણ અને લેવડ-દેવડથી બચવું.
ધનઃ- ગુરુના કારણે નોકરી અને બિઝનેસમાં આ રાશિના લોકોની મહેનત વધી શકે છે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. થોડા કાર્યોમાં મુશ્કેલીઓ પછી સફળતા પણ મળશે. નોકરી અને બિઝનેસમાં કિસ્મતનો સાથ મળશે. રોજિંદા કાર્યો પૂર્ણ થશે. પ્રોપર્ટીને લગતા મહત્ત્વપૂર્ણ મામલાઓ પણ ઉકેલાઇ જશે.
મકરઃ- ગુરુના રાશિ પરિવર્તનથી ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે. નોકરી અને બિઝનેસમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. દૂર સ્થાનના લોકો પાસેથી મદદ મળશે. નોકરીમાં સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. મિત્રો અને ભાઇઓ પાસેથી પણ મદદ મળવાના યોગ છે.
કુંભઃ- ગુરુના રાશિ પરવિર્તનથી ખર્ચ વધી શકે છે અને ફાયદામાં ઘટાડો આવી શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે. રોજિંદા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. કામકાજમાં કિસ્મતનો સાથ ઓછો મળી શકે છે. નવી યોજનાઓ ઉપર કામ શરૂ થવામા મોડું થશે.
મીનઃ- ગુરુના રાશિ બદલવાથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ વધી શકે છે. દોડભાગ વધશે. નોકરી અને બિઝનેસમાં ફેરફાર થઇ શકે છે. દુશ્મન પરેશાન કરી શકે છે. પ્રોપર્ટીને લગતા મામલાઓ ગુંચવાઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.