• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Guru Ka Vakri Hona, The Effect Of The Planet Jupiter On All 12 Zodiac Sign, Jupiter Will Change On 29 July, Gemini And Leo Rashifal,

ગુરુ ગ્રહ વક્રી થશે:આજથી બારેય રાશિ પર ગુરુ ગ્રહની અસર જોવા મળશે, મિથુન અને સિંહ રાશિના લોકો માટે શુભ સમય રહેશે

17 દિવસ પહેલા

આજે ગુરુ એટલે બૃહસ્પતિ ગ્રહ વક્રી થઈ રહ્યો છે. આ ગ્રહ અત્યાર સુધી મીન રાશિમાં હતો. 29 જુલાઈએ એટલે આજથી 24 નવેમ્બર સુધી ગુરુ ગ્રહ વક્રી રહેશે, તે પછી માર્ગી થઈ જશે. આ પ્રકારે ગુરુ ગ્રહ 118 દિવસ સુધી મીન રાશિમાં વક્રી રહેશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ગુરુની ગતિમાં ફેરફારની અસર બધી જ બારેય રાશિઓ ઉપર થશે. મેષથી મીન રાશિ સુધી બારેય રાશિ માટે આવનાર સમય કેવો રહેશે જાણી લો.

મેષઃ- દ્વાદશ ગુરુ વક્રી થવાથી જૂના નુકસાનની ભરપાઈ થઈ જશે. સાથે જ, જે અસફળતા મળી છે, તે કાર્યોને ફરીથી સફળ બનાવવાની કોશિશ કરશે. આત્મવિશ્વાસ વધશે. નવી યોજનાઓ સફળ થશે અને ધનલાભ થશે.

વૃષભઃ- વક્રી ગુરુ એકાદશ છે, લાભ આપવાની સ્થિતિમાં છે. ગુરુના વક્રી થવાથી સફળતા મળી શકે છે. કારોબારની નવી યોજનાઓ બનશે અને ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ થવાની તક મળશે.

મિથુનઃ- ગુરુ દશમ છે. વક્રી થવાથી અનુકૂળ રહેશે. ગુરુના વક્રી થવાથી ફાયદો આપનાર સ્થિતિ બની શકે છે. યોજનાઓ સફળ થશે, નોકરીમાં નવા પદની પ્રાપ્તિ શક્ય છે.

કર્કઃ- ગુરુની પૂર્ણ પંચમ દૃષ્ટિ રાશિ ઉપર બની રહેશે, ગુરુના વક્રી થવાથી તેના પ્રભાવમાં ઘટાડો આવી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. કારોબારમાં સાવધાની રાખો. વાહન પ્રયોગમાં પણ સાવધાની રાખો.

સિંહઃ- આઠમાં ભાવ ગુરુના વક્રી થવાથી રાહત મળશે. ગુરુનો પ્રભાવ ઓછો થવાથી પરેશાનીઓનો અંત થશે. કામકાજમાં ગતિ આવશે. કોર્ટના કાર્યોમાં વિજય પ્રાપ્ત થશે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે.

ગુરુ ગ્રહ 118 દિવસ સુધી મીન રાશિમાં વક્રી રહેશે
ગુરુ ગ્રહ 118 દિવસ સુધી મીન રાશિમાં વક્રી રહેશે

કન્યાઃ- ગુરુની પૂર્ણ સપ્તમ દૃષ્ટિ અને વક્રી થવાથી વિશ્વાસમાં ખોટ આવી શકે છે. આવકનો સ્ત્રોત જળવાયેલો રહેશે. વિઘ્ન ઉત્પન્ન થશે, સહયોગ કરનાર લોકો પીછે હટ કરી શકશે. કાર્ય સ્થળ ઉપર વિવાદ પણ શક્ય છે. પરિવાર પાસેથી સહયોગ મળતો રહેશે.

તુલાઃ- ષષ્ઠમ ગુરુ વક્રી થવાથી રાશિ ઉપર વધારે નેગેટિવ પ્રભાવ પડશે નહીં. કામ તેજી સાથે થઈ શકશે. પરિવાર અને પાર્ટનર સહયોગ આપી શકશે. અધિકારીઓનો પણ સાથ મળી શકશે. યાત્રાનો યોગ છે. વાહન પ્રયોગમાં સાવધાની રાખવી પડશે.

વૃશ્ચિકઃ- ગુરુની નવમ દૃષ્ટિ રાશિ ઉપર રહેશે. ગુરુના વક્રી થવાથી તેમના પ્રભાવમાં ઘટાડો આવી શકે છે. આ સમય ભૂલ સુધારવાનો છે. નજીકના થોડા લોકોને તમે ભૂલી ગયા છો, તેને મળવું અને સંબંધ ફરીથી સ્થાપિત કરો.

ધનઃ- આ રાશિથી ગુરુ ચોથા ભાવમાં રહેશે, જે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે, પરંતુ ગુરના વક્રી થવાથી આ રાશિના લોકોને ફાયદો થવાની શક્યતા છે. લાભદાયક યોગ બનશે અને નુકસાનની ભરપાઈ કરવામાં સફળ રહેશો.

મકરઃ- તૃતીય ગુરુ અનુકૂળ છે, વક્રી થયા પછી પણ લાભદાયક જ રહેશે. રાહત રહેશે, નવા કાર્યોની પ્રાપ્તિ થશે. નવી જગ્યાએ જવાની તક મળશે. સંબંધીઓ સાથે મુલાકાત થશે.

કુંભઃ- દ્વિતીય ગુરુ સારું ફળ આપનાર રહેશે. કુંવારા લોકોને લગ્નના પ્રસ્તાવની પ્રાપ્તિ થશે, અટવાયેલાં ધનની પ્રાપ્તિ થશે. નવા કારોબારમાં પણ રસ વધી શકે છે. પાર્ટનરશિપ અને મિત્રો પાસેથી સહયોગ પ્રાપ્ત થશે. તૂટેલી મિત્રતા ફરીથી સ્થાપિત થશે.

મીનઃ- રાશિમાં વક્રી ગુરુ રહેશે જે નુકસાનદાયી રહેશે નહીં. ધર્મ કર્મમાં વ્યય થવાની શક્યતા રહેશે. કાર્યમાં મન લાગશે અને સફળતા મળતી રહેશે. નવા મકાન ખરીદવાનું મન થઈ શકે છે.