રાશિ પરિવર્તન:ગુરુ ગ્રહનો કુંભ રાશિમાં પ્રવેશ, દેવગુરુ બૃહસ્પતિ માટે ચણાની દાળનું દાન કરવું જોઇએ અને શિવપૂજા કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 12 વર્ષ પછી શનિની કુંભ રાશિમાં ગુરુ પ્રવેશ કરશે, ગુરુ-શનિનો યોગ પૂર્ણ થશે

સોમવારે રાતે દેવગુરુ બૃહસ્પતિએ મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. કુંભ શનિની રાશિ છે. મકર રાશિમાં શનિ અને ગુરુની યુતિ બની હતી, હવે આ યોગ પૂરો થઇ ગયો છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ગુરુ અને શનિ સમભાવ ધરાવે છે, આ બંને ગ્રહ એકબીજા સાથે દુશ્મનીનો ભાવ રાખતા નથી.

ગુરુ એક રાશિમાં લગભગ 13 મહિના સુધી રહે છેઃ-
ગુરુ ગ્રહ એક રાશિમાં લગભગ 13 મહિના સુધી રહે છે. વક્રી હોવાની સ્થિતિમાં આ સમયગાળો બદલાઇ જાય છે. કોઇ એક રાશિમાં ફરી આવવાથી ગુરુને બાર વર્ષનો સમય લાગે છે. બાર વર્ષ પહેલાં વર્ષ 2009-2010 માં ગુરુ કુંભ રાશિમાં હતો.

આ વર્ષે ગુરુ ગ્રહની સ્થિતિ કેવી રહેશેઃ-
કુંભ રાશિમાં સ્થિત ગુરુની મિથુન, સિંહ અને તુલા ઉપર પૂર્ણ દૃષ્ટિ રહેશે. ગુરુ કુંભ રાશિમાં 21 જૂનના રોજ વક્રી થઇ જશે. 14 સપ્ટેમ્બરના રોજ ફરીથી મકરમાં પ્રવેશ કરશે. 18 ઓક્ટોબરના રોજ માર્ગી થશે અને 20 નવેમ્બરે ફરીથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં ગુરુ આવવાથી રાજકારકમાં ફેરફારના સંકેત મળી રહ્યા છે. અનેક રાજ્યોમાં ચુંટણીના પરિણામ વર્તમાન સરકારના પક્ષમાં જોવા મળી શકશે નહીં. મોંઘવારી ઘટશે તથા દેવાનો ભાર પણ ઘટશે. દેશમાં રોગચાળો ઓછો થશે. જમીન અને મકાન સસ્તા થઇ શકે છે.

ગુરુ ગ્રહ માટે કયા-કયા શુભ કામ કરી શકાય છેઃ-
ગુરુ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. આ ગ્રહ માટે ચણાની દાણનું દાન કરવું જોઇએ. શિવલિંગ ઉપર ચણાના લોટના લાડવાનો ભોગ ધરાવવો. પીળા ફૂલ અને પીળા વસ્ત્ર ચઢાવો. જરૂરિયાતમંદ લોકોને ધન અને સિઝનલ ફળનું દાન કરવું. ખાસ કરીને કેળા અને કેરીનું દાન કરવું. દર ગુરુવારે ઓમ બૃં બૃહસ્પતયે નમઃ મંત્રનો જાપ ઓછામા ઓછો 108વાર કરો. આ બધા શુભ કામ બધી બારેય રાશિના લોકોએ કરવું જોઇએ.