રાશિ પરિવર્તન:20 નવેમ્બરે ગુરુ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, શનિ અને ગુરુની જોડી તૂટશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 નવેમ્બર 2021ના રોજ ગુરુ ફરીથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં ગુરુના આવવાથી રાજકારણમાં મોટા સ્તરે ફેરફાર થઈ શકે છે

શનિવારે, 20 નવેમ્બર 2021ની રાતે 08.08 મિનિટે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ શનિનું સ્વામિત્વ ધરાવતી રાશિ છે. ગુરુ અને શનિ સમભાવ હોય છે એટલે તેમાં દુશ્મનીનો ભાવ રહેતો નથી. ગુરુ લગભગ 12 વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ગુરુ પોતાની નીચ રાશિ મકરમાંથી કુંભમાં પ્રવેશ કરશે. સાથે જ મકર રાશિમાં બનેલી ગુરુ અને શનિની જોડ તૂટી જશે.

ગુરુ ગ્રહ એક રાશિમાં 13 મહિના માટે રહે છે
એક રાશિમાં ગુરુ લગભગ 13 મહિના સુધી રહે છે. વક્રી અને માર્ગી હોવાના લીધે ગુરુના એક રાશિમાં રહેવાનો સમય બદલાઈ શકે છે. મોટાભાગે કોઈપણ રાશિમાં ફરી આવવામાં ગુરુને લગભગ બાર વર્ષનો સમય લાગે છે. બાર વર્ષ પહેલાં 2009-10માં ગુરુ કુંભ રાશિમાં હતો.

કુંભ રાશિના ગુરુની અસર કેવી થઈ શકે છે
કુંભ રાશિમાં ગુરુના આવવાથી તેની પૂર્ણ દૃષ્ટિ મિથુન, સિંહ અને તુલા રાશિ ઉપર રહેશે. આ વર્ષ પહેલાં પણ ગુરુ કુંભ રાશિમાં રહીને વક્રી થઈને મકર રાશિમાં આવ્યો હતો. 18 ઓક્ટોબર 2021ના રોજ ગુરુ મકર રાશિમાં માર્ગી થયો હતો. 20 નવેમ્બર 2021ના રોજ ગુરુ ફરીથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં ગુરુના આવવાથી રાજકારણમાં મોટા સ્તરે ફેરફાર થઈ શકે છે. મોંઘવારી ઘટશે તથા કરનો ભાર ઓછો થશે. દેશમાં રોગ ઘટશે. જમીન, મકાન સસ્તા થશે.

20 નવેમ્બર 2021ના રોજ ગુરુ ફરીથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં ગુરુના આવવાથી રાજકારણમાં મોટા સ્તરે ફેરફાર થઈ શકે છે
20 નવેમ્બર 2021ના રોજ ગુરુ ફરીથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં ગુરુના આવવાથી રાજકારણમાં મોટા સ્તરે ફેરફાર થઈ શકે છે

ગુરુ ગ્રહ માટે ચણાની દાળનું દાન કરવું જોઈએ
ગુરુ ગ્રહની પૂજા શિવલિંગ રૂપમાં કરવામાં આવે છે. ગુરુ ગ્રહની ખાસ પૂજા દર ગુરુવારે કરવી જોઈએ. તેના માટે શિવલિંગ ઉપર ચણાની દાળ અને પીળા ફૂલ ચઢાવવાં. ચણાના લાડવાનો ભોગ ધરાવવો. ગુરુ ગ્રહના મંત્ર ઓમ બૃં બૃહસ્પતયે નમઃનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ. કોઇ ગૌશાળામાં લીલું ઘાસ દાન કરો.

ભારતીય સંસ્કૃતિમાં "અતિથિ દેવો ભવ:" માનવામાં આવે છે. ભાગ્યશાળીના ઘરે મહેમાન આવે છે. મહેમાનનું સ્વાગત કરવું તે આપણી વૈદિક પરંપરા રહેલી છે. માટે અગામી તા.20 થી ગુરુ ગ્રહનો મકર રાશિમાંથી કુંભ રાશિમાં
પ્રવેશ" માટે તેનું જયોતિષની વૈદિક પદ્ધતિ દ્વારા સ્વાગત કરવાથી ગુરૂગ્રહના શુભ કારકત્વમાં વધારો થશે. જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com)ના જણાવ્યા અનુસાર ગુરૂ ગ્રહ વિદ્યા, ધન, સંતાન, જ્ઞાન, ડાહપણ બ્રાહ્મણત્વ તથા વિશાળતા વગેરેનો કારક ગણાય છે. માટે તેનું નીચે દર્શાવ્યા મુજબ સ્વાગત કરવું વધારે હિતકારી બની રહેશે.

ગુરુ ગ્રહનું કઈ રીતે સ્વાગત કરવું

આ પરિભ્રમણ દરમિયાન આર્થિક સામાજિક તથા આકસ્મિક શુભ સમાચાર મળી શકે છે.
આ પરિભ્રમણ દરમિયાન આર્થિક સામાજિક તથા આકસ્મિક શુભ સમાચાર મળી શકે છે.

ઉપરોક્તમાંથી કોઈપણ ત્રણ પ્રયોગ કરવાથી ગુરુ ગ્રહનું આ ભ્રમણ વધારે લાભદાયી નીવડશે. આ પરિભ્રમણ દરમિયાન આર્થિક સામાજિક તથા આકસ્મિક શુભ સમાચાર મળી શકે છે. લાંબા સમયના અટવાયેલા કાર્યો પૂર્ણ થશે. માન-સન્માન પ્રતિષ્ઠામાં વધારો નિશ્ચિત રીતે જોવા મળશે.