તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રહ-ગોચર:શનિ 14 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં અસ્ત રહેશે, વાતાવરણ અને દેશના રાજકારણમાં ફેરફાર થઇ શકે છે

8 મહિનો પહેલા
  • શનિના અસ્ત થઇ જવાથી કુંભ સહિત 4 રાશિના જાતકોને ધનહાનિ થવાની સંભાવના છે

મકર રાશિમાં સૂર્ય આવી જવાથી શનિ અસ્ત થઇ ગયો છે. જે 14 ફેબ્રુઆરી સુધી અસ્ત જ રહેશે. તેની અસર દેશ-દુનિયા સહિત બધી રાશિઓ ઉપર પડશે. શનિ મકર રાશિમાં જ રહેશે. જેથી ધન, મકર અને કુંભ રાશિના લોકો ઉપર સાડાસાતી રહેશે. ત્યાં જ, મિથુન અને તુલા રાશિના લોકો ઉપર ઢૈય્યાની અસર થશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્ર જણાવે છે કે શનિનું અસ્ત થવું શુભ માનવામાં આવે છે. જોકે, તેની સાથે થોડા દિવસ બૃહસ્પતિ અને બુધના પણ અસ્ત થઇ જવાથી અશુભ અસર પણ જોવા મળશે. મકર રાશિમાં શનિના અસ્ત થઇ જવાથી દેશની જનતાનું સુખ વધશે. વાતાવરણમાં ફેરફાર આવશે. વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન વાવેલો પાક પણ સારો રહેશે. કિંમતી ધાતુઓની કિંમત વધી શકે છે. ત્યાં જ, દેશમાં મોટા રાજનૈતિક ફેરફાર પણ જોવા મળી શકે છે. દેશના પશ્ચિમી ભાગમાં બીમારીઓ વધી શકે છે. દેશના પહાડી વિસ્તારમાં વસતા લોકોમાં તણાવ અને સંઘર્ષ વધવાની સંભાવના છે.

14 ફેબ્રુઆરી સુધી 12 રાશિઓ ઉપર શનિની અસર થોડી આવી રહેશેઃ-

સિંહ અને વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ સમયઃ-
શનિના અસ્ત થઇ જવાથી સિંહ અને વૃશ્ચિક રાશિના લોકો ઉપર શનિની અશુભ અસર ઓછી થઇ જશે. આ રાશિના લોકોનું પરાક્રમ વધશે. નોકરી અને બિઝનેસમાં વિચારેલાં કાર્યો પૂર્ણ થશે. નાના વર્ગના કર્મચારીઓ અને લોકો મદદ કરશે. કિસ્મતનો સાથ મળશે. વિરોધીઓ ઉપર વિજય પ્રાપ્ત થશે. મોટી જવાબદારી મળશે અને તેમાં સફળતા પણ મળી શકે છે.

તુલા અને કુંભ સહિત 4 રાશિઓ માટે અશુભ સમયઃ-
શનિના કારણે મેષ, મિથુન, તુલા અને કુંભ રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ રાશિના લોકોને કામકાજમાં સાવધાન રહેવું. નોકરી અને બિઝનેસમાં મહેનત વધારે રહેશે અને તેનો ફાયદો પણ ઓછો મળી શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ધનહાનિ થવાની સંભાવના છે. સાથે જ કામ કરવાની જગ્યાએ ફેરફાર થવાના યોગ પણ બની રહ્યા છે.

મકર અને મીન સહિત 7 રાશિઓ ઉપર મિશ્રિત અસરઃ-
મેષ, વૃષભ, કર્ક, કન્યા, ધન, મકર અને મીન રાશિના લોકો ઉપર શનિની મિશ્રિત અસર રહેશે. આ 7 રાશિઓના લોકોની મહેનત વધશે. તણાવ અને દોડભાગ પણ રહેશે. કામકાજ સાથે જોડાયેલાં થોડા અટવાયેલાં કાર્યો પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. યાત્રાના યોગ છે. પિતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. પ્રોપર્ટી સાથે જોડાયેલાં મોટા નિર્ણય થઇ શકે છે. રહેવા કે કામ કરવાની જગ્યામાં ફેરફાર થવાની સંભાવના છે.