તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Grah Rashi Parivartan June 2021; 5 Planet Transit | Effects Of Planetary Position On Aries Taurus Gemini Libra Scorpio And Sagittarius

જૂન મહિનાના ગ્રહ-નક્ષત્ર:આ મહિને સૂર્ય, મંગળ, બુધ અને શુક્રનું રાશિ પરિવર્તન થશે, ગુરુનું વક્રી થવું ખાસ રહેશે, વૃષભ, મિથુન સહિત 6 રાશિએ સાવધાન રહેવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મહિને 2 વખત એવું થશે જ્યારે સતત 2 દિવસ ગ્રહોની ચાલમાં ફેરફાર થશે

જૂન મહિનામા 5 ગ્રહોની ચાલમાં ફેરફાર થશે. મહિનાની શરૂઆતમાં મંગળ મિથુનમાથી પોતાની નીચ રાશિ એટલે કર્કમા આવી જશે. તેના પછીના દિવસે વક્રી ચાલી રહેલો બુધ ગ્રહ પોતાની રાશિ મિથુન છોડીને એક રાશિ પાછળ વૃષભમા આવી જશે. તે પછી મહિનાની વચ્ચે સૂર્ય પોતાની દુશ્મન રાશિ વૃષભને છોડીને મિથુનમા આવી જશે. મહિનાના છેલ્લા દિવસોમાં ગુરુ કુંભ રાશિમાં વક્રી થઈ જશે. તેના પછીના જ દિવસે શુક્ર ગ્રહ મિથુન રાશિમાથી કર્કમા જતો રહેશે. આ પ્રકારે ગ્રહોની ઊથલપાથલની અસર બધી જ રાશિઓ ઉપર પડી શકે છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે જૂનમાં ગ્રહોની ચાલમાં ફેરફારની અસર 12 રાશિઓ સહિત દેશ-દુનિયા ઉપર પડશે. આ કારણે દેશમાં રાજનૈતિક, આર્થિક, વ્યવસ્થા અને ભૌગોલિક ફેરફાર જોવા મળી શકે છે. સાથે જ આ ગ્રહોનો શુભ પ્રભાવ સિંહ અને કન્યા રાશિના લોકો ઉપર રહેશે. મેષ, તુલા, ધન અને મકર રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. ત્યાં જ, વૃષભ, મિથુન, કર્ક, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે.