તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Grah Rashi Parivartan 4th And 14th May 2021; Planet Transit | Effects Of Planetary Position On Taurus Vrash Mithun Gemini Sagittarius And Libra

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી વૃષભ રાશિમાં શુક્ર:બુધ-શુક્રની યુતિથી રાજકારણમાં ઊથલપાથલના સંકેત અને આર્થિક ફેરફારના યોગ બની રહ્યા છે

2 દિવસ પહેલા
  • 14 મેના રોજ વૃષભ સંક્રાંતિ રહેશે, આ દિવસે વૃષભ રાશિમાં સૂર્ય ગ્રહનો પ્રવેશ થશે

મે મહિનામાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. 4 મેના રોજ એટલે આજે શુક્ર વૃષભ રાશિમાં ગોચર કરશે. જ્યારે આ પહેલાં બુદ્ધિ, વાણી અને વેપારનો ગ્રહ બુધ પણ વૃષભ રાશિમાં આવી ગયો છે. આ બંને ગ્રહો પછી 14 મેના રોજ સૂર્ય પણ આ રાશિમાં આવી જશે. આ સિવાય રાહુ પણ વૃષભ રાશિમાં રહેશે. આ ચાર ગ્રહોના એક જ રાશિમાં રહેવાથી દેશના રાજકારણમાં ઊથલપાથલનો સમય રહેશે. સાથે જ, આર્થિક સ્થિતિમાં સુધાર પણ થવાની શક્યતાઓ છે.

આ મહિને શુક્ર પણ બે વાર રાશિ પરિવર્તન કરશે. ત્યાં જ, બુધ એકવાર ફરી 25 મેના રોજ રાશિ બદલશે. તે પછી મહિનાના છેલ્લાં દિવસોમાં મિથુન રાશિમાં બુધ વક્રી થશે. ગ્રહોના આ પરિવર્તનથી સૌથી વધારે વૃષભ રાશિ ઉપર પ્રભાવ પડી શકે છે. જોકે, ગ્રહોના આ પરિવર્તનની અસર બધી જ 12 રાશિઓ ઉપર સીધી જોવા મળી શકે છે.

વૃષભ રાશિમાં શુક્રના પ્રવેશથી બારેય રાશિને મળતું ફળ
વૃષભ રાશિમાં શુક્રના પ્રવેશથી બારેય રાશિને મળતું ફળ

શુક્રના પ્રભાવથી આર્થિક ફાયદો મળી શકે છેઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે 4 મેના રોજ બપોરે શુક્રનું રાશિ પરિવર્તન વૃષભ રાશિમાં થશે. 28 મે સુધી આ રાશિમાં જ રહેશે. તે પછી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. એવામાં શુક્રના આ રાશિ પરિવર્તનની સૌથી વધારે અસર વૃષભ રાશિના જાતકો ઉપર પડી શકે છે. જોકે, વૃષભ રાશિનું સ્વામિત્વ શુક્ર પાસે જ છે. એવામાં આ પરિવર્તનના કારણે વૃષભ રાશિના લોકોને આર્થિક ફાયદાની શક્યતાઓ છે. શુક્ર ગ્રહ ભાગ્ય, વૈભવ, એશ્વર્ય વગેરેનો કારક માનવામાં આવે છે.

14 મેના રોજ સૂર્યદેવ પણ પોતાની ચાલમાં ફેરફાર કરીને વૃષભ રાશિમાં સવારે 11-15 વાગે ગોચર કરશે
14 મેના રોજ સૂર્યદેવ પણ પોતાની ચાલમાં ફેરફાર કરીને વૃષભ રાશિમાં સવારે 11-15 વાગે ગોચર કરશે

14 મેના રોજ સૂર્ય રાશિ બદલશેઃ-
14 મેના રોજ સૂર્યદેવ પણ પોતાની ચાલમાં ફેરફાર કરીને વૃષભ રાશિમાં સવારે 11-15 વાગે ગોચર કરશે. આ દિવસે વૃષભ સંક્રાંતિ પણ રહેશે. અહીં તે 15 જૂન સુધી રહેશે. સૂર્યને જ્યોતિષ શાસ્ત્રમાં આત્મા, માન-સન્માન, યશ વગેરેનો કારક માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો