• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Grah Dasha Rashifal Today Shukra Grah Ka Uday 2021: (Astrological) Predictions For Aries, Taurus, Gemini, Leo, Virgo, Libra, Capricorn And Aquarius

શુક્ર ગ્રહનો ઉદય:મેષ, કર્ક, ધન અને મકર રાશિના નોકરિયાત લોકો માટે સારો સમય રહેશે, ધનલાભના યોગ પણ છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કન્યા રાશિના લોકો માટે ધનહાનિના યોગ છે, રહસ્યની વાત જાહેર થઇ શકે છે

શુક્ર ગ્રહના ઉદય થઈ જવાથી હવે લગ્ન, મુંડન, બધા સંસ્કાર અને ગૃહ પ્રવેશ જેવા બધા જ માંગલિક કાર્યો શરૂ થઇ જશે. શુક્રના ઉદય થવાથી હવે તેનું શુભ ફળ મળવાનું શરૂ થઇ જશે. શુક્રના પ્રભાવથી લોકોને ધનલાભ થાય છે. સુખ મળે છે અને શોખ પણ પૂરા થાય છે. શુક્ર ગ્રહ ભૌતિક સુખ-સુવિધાઓ અને પ્રેમનો કારક ગ્રહ છે.

શુક્રના ઉદય થવાથી 12 રાશિઓ ઉપર અસર થશેઃ-

મેષઃ- આર્થિક સ્થિતિમાં સુધાર થશે. લગ્નજીવનમાં સુખ વધશે. લવ લાઇફ સારી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારના લોકોના સંબંધ મધુર રહેશે. નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે.

વૃષભઃ- શુક્રના કારણે ખર્ચ તો વધશે, પરંતુ સુખ પણ વધશે. શોખ પૂર્ણ થશે. યાત્રાઓનો યોગ બનશે. દૂર સ્થાનના લોકો પાસેથી મદદ મળશે. બાળકોને લગતી ચિંતા દૂર થશે. પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણમાં ફાયદો થઇ શકે છે.

મિથુનઃ- આવક વધશે. પરેશાનીઓ અને ચિંતા દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. લવ લાઇફ માટે સમય સારો છે. સંતાન પ્રાપ્તિના યોગ પણ બનશે. કામકાજમાં સફળતા મળવાના યોગ છે.

કર્કઃ- શુક્રના પ્રભાવથી નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે. અધિકારીઓ પાસેથી સહયોગ મળશે. પ્રોપર્ટીને લગતા કાર્યોમાં ફાયદો થવાના યોગ છે. બિઝનેસ માટે પણ સમય સારો રહેશે. નવા લોકો સાથે મુલાકાત થશે અને મદદ પણ મળશે.

સિંહઃ- નોકરી અને બિઝનેસમાં ફાયદાકારક નિર્ણય લેવાશે. અનેક મામલે કિસ્મતનો સાથ મળી શકે છે. મહેનત વધારે થશે પરંતુ તેનો સંપૂર્ણ ફાયદો પણ મળશે. ધર્મ-કર્મના કાર્યોમાં રસ વધશે. યાત્રાની તક મળશે.

કન્યાઃ- સમય મિશ્રિત રહેશે. સન્માન વધશે. નવી યોજનાઓ બનશે. ખર્ચ વધશે. ધનહાનિ થવાના યોગ છે. કોઇ રહસ્યની વાત જાહેર થઇ શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે. કિસ્મતનો સાથ ઓછો મળી શકે છે.

તુલાઃ- રોજિંદા કાર્યોમાં સફળતા મળી શકે છે. લગ્નજીવનમાં સુખ વધશે. અધિકારીઓ પાસેથી મદદ મળી શકે છે. વિચારેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. કોઇ ગુપ્ત વાતની જાણકારી મળી શકે છે. રહસ્યની વાત પણ જાણવા મળી શકે છે.

વૃશ્ચિકઃ- દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે. વિવાદ થવાના પણ યોગ બની રહ્યા છે. ખર્ચ પણ વધી શકે છે. દૂર સ્થાનની યાત્રા થવાના યોગ છે. લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

ધનઃ- લવ લાઇફ માટે સમય સારો છે. ધનલાભ થઇ શકે છે. બાળકોને લગતી પરેશાની પણ દૂર થઇ શકે છે. નોકરી અને બિઝનેસમાં આગળ વધવાની તક મળશે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે.

મકરઃ- કોઇ સારા સમાચાર મળી શકે છે. માંગલિક કાર્યોમાં સામેલ થવાના યોગ છે. નોકરી અને બિઝનેસમાં સફળતા મળશે. પ્રોપર્ટીની ખરીદદારી અને વેચાણમાં ફાયદો થઇ શકે છે. વિચારેલાં કાર્યો સમયે પૂર્ણ થઇ જશે.

કુંભઃ- મહેનતનો ફાયદો મળશે. મિત્રો, ભાઈ-બહેનો અને સાથે કામ કરનાર લોકો પાસેથી મદદ મળી શકે છે. કરેલાં કાર્યોનો ફાયદો પણ મળશે. ધાર્મિક યાત્રાઓનો યોગ બની રહ્યો છે. માતાના સ્વાસ્થ્યમાં સુધાર આવશે. કિસ્મતનો સાથ પણ મળશે.

મીનઃ- અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે. પરંતુ કામકાજમાં સાવધાની રાખવી પડશે. અટવાયેલાં રૂપિયા પાછા મળવાના યોગ બની રહ્યા છે. મિત્રો અને સાથીઓની મદદથી ધનલાભ થઇ શકે છે. પરંતુ સાવધાન રહેવું પડશે અને કોઇ રહસ્યની વાત ઉજાગર થઈ શકે છે.