ગોવર્ધન પૂજામાં ગ્રહોનો અદભૂત સંયોગ:તુલા રાશિ ઉપર 9માંથી 7 ગ્રહોની સીધી અસર થશે, મેષ, વૃષભ, મિથુન સહિત 8 રાશિના જાતકોને લાભ મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે (26 ઓક્ટોબર) ગોવર્ધન પૂજા છે અને આ દિવસે તુલા રાશિમાં બુધનો પ્રવેશ થઈ રહ્યો છે. સાથે જ, તુલા રાશિમાં સૂર્ય, શુક્ર, ચંદ્ર, કેતુ અને બુધનો યોગ બની રહ્યો છે. એકસાથે પાંચ ગ્રહ આ રાશિમાં રહેશે. આ સિવાય રાહુ અને શનિની સીધી દૃષ્ટિ તુલા રાશિ ઉપર બની રહી છે. આ પ્રકારે 9માંથી 7 ગ્રહ તુલા ઉપર અસર કરી રહ્યા છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે બુધ ગ્રહનું રાશિ બદલીને તુલામાં આવવાથી ગ્રહોનો અદભૂત યોગ બની રહ્યો છે. તુલા શુક્રના સ્વામિત્વની રાશિ છે. બુધ-શુક્ર ગ્રહ વચ્ચે મિત્ર ભાવ નથી. તુલામાં પહેલાંથી જ સૂર્ય નીચનો, શુક્ર સ્વરાશિ, ચંદ્ર તથા કેતુ છે. બુધના તુલા રાશિમાં આવવાથી પંચગ્રહી યોગ બની રહ્યો છે. આ યોગના કારણે બધી જ બારેય રાશિના લોકોને વાહન ચલાવવામાં સાવધાન રહેવું જોઈએ. કોઈપણ પ્રકારની મોટી લેવડ-દેવડ કરવાથી બચવું.

આ લોકો માટે લાભદાયી રહેશે પંચગ્રહી યોગ
મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, ધન, મકર અને કુંભના લોકો માટે આ ગ્રહયોગ લાભદાયક સ્થિતિમાં રહેશે. આ લોકોને મહેનતનું ફળ મળશે. થોડી કોશિશમાં જ મોટી સફળતા મળી શકે છે.

ચાર રાશિના લોકો માટે ગ્રહ સ્થિતિ યોગ્ય નથી
ચાર રાશિના લોકો માટે ગ્રહ સ્થિતિ યોગ્ય નથી

આ લોકોએ સાવધાન રહેવું પડશે
કર્ક, તુલા, વૃશ્ચિક, મીન રાશિના લોકોએ સાવધાન રહીને કામ કરવું પડશે, કેમ કે આ ચાર રાશિના લોકો માટે ગ્રહ સ્થિતિ યોગ્ય નથી. મહેનત વધારે થશે અને ફળ ઓછું મળશે. નિરાશા અને નકારાત્મક વિચારોથી બચવું પડશે. નહીંતર મોટી હાનિ થઈ શકે છે.

પંચગ્રહી યોગની અશુભ અસરથી બચવા માટે આ શુભ કામ કરો

  • કોઈ મંદિરમાં કંકુ, ચોખા, ઘી, હાર-ફૂલ વગેરે પૂજન સામગ્રીનું દાન કરો. ગૌશાળામાં લીલું ઘાસ અને ગાયની દેખરેખ માટે ધનનું દાન કરો
  • શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ધૂપ-દીપ પ્રગટાવો અને આરતી કરો.
  • હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
  • દર શનિવારે પીપળા પાસે દીવો પ્રગટાવવો અને પરિક્રમા કરો.
  • જરૂરિયાતમંદ લોકોને ધન, અનાજ, કપડાં અને બૂટ-ચપ્પલનું દાન કરો.