વાસ્તુ દૂર કરશે નકારાત્મક્તા:કાળી ચૌદશે દૂર કરો ઘરની નેગેટિવીટી, વાસ્તુના સરળ ઉપાય લાવશે પરિવારમાં સુખ-શાંતિ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના આ દિવસોમાં કાળી ચૌદશે ઘરની નેગેટિવીટી દૂર કરવા વિવિધ ઉપાયો કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ આવા જ સરળ ઉપાયો વર્ણવ્યા છે. વાસ્તુ એક્સપર્ટ ડો. હેતલ પ્રજાપતિ જણાવશે ઘરની નકારાત્મક્તા દૂર કરવાના ઉપાયો. પરિવારમાં રહેલી ખરાબ ઊર્જાથી મુક્તિ માટે ઈશ્વરનું નામ જપવાથી ઘણો લાભ મળે છે. તમે ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરી શકો, સાથે ઘરના ઊંબરાની પૂજા કરવાથી અને સ્વસ્તિક દોરવાથી પરિવારની રક્ષા થાય છે. ઘરમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં કચરાપેટી રાખવી તો વળી સૌથી વધુ ખરાબ ઊર્જા ઘરના બાથરુમમાં રહી હોય છે. તેથી બાથરુમ હંમેશા સ્વચ્છ રાખવા અને ત્યાં સુંદર સુગંધિત પદાર્થ રાખવા. ઉપરાંત મનમાં રહેલી નકારાત્મક્તા દૂર કરવા પણ વાસ્તુમાં ઉપાય કહ્યા છે. જ્યારે પણ વ્યક્તિનું મન દુખી હોય ત્યારે સ્નાન કરતી વખતે પાણીમાં ચપટી મીઠુ ઉમેરીને સ્નાન કરવું. મીઠુ નેગેટિવ ઊર્જાને દૂર કરે છે. ઘરમાં વારંવાર ઝઘડા કંકાશ થતા હોય, પરિવારમાં મનમેળ ન રહેતો હોય અને સંબંધોમાં કડવાશ આવી ગઈ હોય તો તેનો ઉપાય પણ વાસ્તુશાસ્ત્રમાં આપ્યો છે. એ માટે ક્રિસ્ટલ દ્વારા નેગેટિવીટી દૂર કરી શકાય છે. ઘરના મુખ્ય રુમમાં તુર્મૂલિન ક્રિસ્ટલ રાખવાથી ખરાબ ઊર્જા દૂર થાય છે. ઘરના ઈશાન ખૂણામાં મંત્રની તસવીર પણ રાખી શકાય. આવા સરળ વાસ્તુ ઉપાયો દ્વારા આપના પરિવારમાં રહેલી નકારાત્મક ઊર્જી દૂર થાય છે.

અન્ય સમાચારો પણ છે...