શારદીય નવરાત્રિ:નવરાત્રિમાં રાશિ મુજબ માતાની પૂજા-અર્ચના કરીને માતાની કૃપા અને ઐશ્વર્ય મેળવો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

7 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આ વખતે ચોથ તિથિનો ક્ષય રહેશે એટલે ત્રીજું અને ચોથું નોરતું સાથે ઊજવાશે. ભાવનગરના જ્યોતિષાચાર્ય અને શ્રીધર પંચાંગવાળા કિશન ગિરીશભાઈ જોશીના જણાવ્યા પ્રમાણે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જેઓની જન્મકુંડળીમાં વતનથી દૂર રહેવાના યોગો પ્રબળ બનતા હોય, ઘર અને કુટુંબથી દૂર રહીને એકલવાયું જીવન જીવતા હોય, નોકરિયાત ભાઈ-બહેનોને બદલી ન થતી હોય, પરિવારજનોથી વિયોગ થતો હોય એમણે નવરાત્રિમાં નીચેના મંત્ર સાધના કરવી. સાધના સમયે શુદ્ધ આસન પર સ્નાન કરીને પીતાંબરી પહેરીને બેસવું. માતાજીની છબી સામે ઘીનો દીવો, અગરબત્તીનો ધૂપ કરી શુદ્ધ અને શાંત તથા પવિત્ર વાતાવરણમાં નીચેના મંત્રની એકી સંખ્યામાં માળા કરવી.

મંત્ર:-
|| ૐ હ્રીં શ્રીં ક્લીં કમલે કમલાલયે
પ્રસીદ પ્રસીદ શ્રી મહાલક્ષ્મી પ્રસાન્નોસ્તુ ||

બારે રાશિનું ભવિષ્ય તથા કઈ રીતે પુજા કરવી તેની વિગત નીચે મુજબ છે-

આ સંપૂર્ણ માહિતી ભાવનગરના શ્રીધર પંચાંગવાળા કિશન ગિરીશભાઈ જોશી દ્વારા આપવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...