બુધવારનું ટેરોકાર્ડ રાશિફળ:મિથુન રાશિવાળાને દરેક કામમાં પ્રશંસા મળવાથી આત્મવિશ્વાસ વધશે અને કુંભ જાતકોએ બનાવેલી યોજનાઓમાં ફેરફાર કરવા પડશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ QUEEN OF PENTACLES

તમારા દ્વારા રાખવામાં આવેલ લક્ષ્ય મોટું લાગવાથી કામને લગતી ચિંતામાં સમય વીતી શકે છે. જે લોકો દ્વારા તમારી પ્રત્યે ગાઢ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તેમની સમસ્યાને હાલના સમયમાં સમજવી કઠિન લાગશે. બીજા લોકોના સ્વભાવ અને મૂડનો પ્રભાવ તમારી પર ન પડે તેનું ધ્યાન રાખજો. લોકોના જીવનને લગતી તકલીફ ઉકેલવાનો પ્રયાસ બેકાર રહેશે. પોતાના પર ધ્યાન આપો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલ ટારગેટ પૂરો કરવા માટે મહેનત કરવાની જરૂર છે.

લવઃ- પાર્ટનરની સાથે સારી રીતે વાતચીત ન થવાથી ચિંતા થઈ શકે છે.

હેલ્થઃ- થાક અને ઉદાસીનતા અનુભવાશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ-3

--------------------

વૃષભ THE CHARIOT

કોઈપણ પ્રકારના કામને આગળ વધારતી વખતે કામની ગતિની સાથે ક્વોલિટી પર પણ ધ્યાન આપવાની જરૂર છે. પરિવારને લગતી જવાબદારીઓને સારી રીતે નિભાવી શકશો. આ જવાબદારીઓને કઈ હદ સુધી સ્વીકાર કરવી છે તેનો વિચાર જરૂર કરો. તમારા દ્વારા વધુ રૂપિયા ખર્ચાઈ શકે છે.

કરિયરઃ- કામને આસાનીથી કરતી વખતે ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો.

લવઃ- પાર્ટનરની નકારાત્મક વાતોને સમજવા હકારાત્મક વાતો પર પર ધ્યાન આપજો.

હેલ્થઃ- પેટને લગતા વિકાર વધી શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 1

--------------------

મિથુન NINE OF WANDS

તમારા દ્વારા કરવામાં આવેલ કોઈપણ કાર્યને લીધે પ્રશંસા મળી શકે છે. જે તમારા આત્મવિશ્વાસને વધારશે. પરિવારના લોકોની વચ્ચે પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા માટે વ્યક્તિગત જવાબદારીઓને સારી રીતે નિભાવાવનો પ્રયાસ કરજો. માત્ર બીજા લોકોની ખુશી અને અપેક્ષાઓને પૂરાં કરતી વખતે તમે પોતાનું મહત્વ ન ખોવાય તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- કામની જગ્યાએ નવા લોકોની સાથે પરિચય થઈ શકે છે જેના કારણે કામને લગતો રસ વધશે.

લવઃ- રિલેશનશીપથી વધુ પોતાના પર ધ્યાન આપવું જરૂરી છે.

હેલ્થઃ- પેટની બળતરાની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

--------------------

કર્ક THE STAR

માત્ર પોતાના લક્ષ્ય વિશે વિચાર કરીને કામ કરવા તમારી માટે જરૂરી છે. જે વાતોને લીધે ચિંતા થઈ રહી છે, તેનો પ્રભાવ ચાલું રહેશે. તેમ છતાં જે પ્રકારે કામને લગતી મહેનત તમે લેતા રહેશો એ પ્રકારે જ પરિસ્થિતિ બદલાતી જોવા મળશે. ચિંતાથી વધુ હકારાત્મક વાતોને ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે. કરિયરઃ- કરિયરને શ્રેષ્ઠ બનાવવાની તક તમને પ્રરિચિત વ્યક્તિ દ્વારા મળી શકે છે.

લવઃ- રિલેશનશીપ સાથે જોડાયેલ કોઈપણ નિર્ણય જ્યાં સુધી નિશ્ચિત નથી ત્યાં સુધી બીજા સાથે ચર્ચા ન કરો.

હેલ્થઃ- શરીર ડિહાઈડ્રેશન થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

--------------------

સિંહ THE UNIVERSE
જાણતા-અજાણતા કોઈ વ્યક્તિ વિશે બોલવામાં આવેલી વાતોને લીધે એ વ્યક્તિના ક્રોધનો સામનો કરવો પડશે. કામને લીધે જીવનમાં વ્યસ્તતા વધતી જોવા મળશે. મોટા લક્ષ્ય સરળતાથી પૂરાં થશે. તેમ છતાં આળસ અને ઉદાસીનતાને લીધે પોતાના માર્ગથી ન ભટકો તે વાતનું ધ્યાન રાખવાની જરૂર છે.

કરિયરઃ- કલાના ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને નામ કમાવાની તક મળી શકે છે.

લવઃ- કોઈ વાતે પાર્ટનર દ્વારા કરવામાં આવેલ દબાણથી તમને ગુસ્સો આવી શકે છે.

હેલ્થઃ- પીઠમાં દુઃખાવો વધે તો ફિઝિયોથેરાપીસ્ટની મદદ જરૂર લો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

--------------------

કન્યા PAGE OF SWORDS

માત્ર પોતાના જીવનને લગતી વાતો પર ધ્યાન આપીને ચિંતા કરવી તે તમારી ઊર્જાને નકારાત્મક બનાવી શકે છે. લોકોની સાથે માનસિક રીતે જોડાવાનો પ્રયાસ કરો. તમારી મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ સમયની સાથે જ મળતો જશે એટલે વર્તમાનમાં નકામી ચિંતા ન કરીને પોતાને આનંદિત અને હકારાત્મક રાખવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલ તણાવ ઓછો થઈ શકે છે.

લવઃ- કોઈ વ્યક્તિની સાથે સંબંધોને સારા રાખવા માટે પ્રયાસ ચાલું રાખો.

હેલ્થઃ- ગેસ અને અપચાની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

--------------------

તુલા DEATH

જૂની વાતોની અસર જીવનથી દૂર કરવા માટે તમને પ્રયત્નોમાં સફળતા મળી શકે છે. રૂપિયાને લગતી લાલચ વધવાથી કોઈ ભૂલ થવાની શક્યતા બની રહી છે. જે વાતનો ડર તમને લાગી રહ્યો છે તેને લગતી જાણકારી મળવાથી પોતાની કાર્યક્ષમતા વધારીને કામ કરવાનો પ્રયત્ન કરો. જીવનની અનેક પેટર્ન બદલાઈ શકે છે.

કરિયરઃ- નોકરી કરનારને કામની જગ્યાએ લોકો સાથે વર્તન સુધારવાની જરૂર છે.

લવઃ- પાર્ટનરની સરખામણી બીજા લોકો સાથે કરવાની ભૂલ ન કરો.

હેલ્થઃ- ગરમ વસ્તુ કે ગરમ વસ્તુને લીધે જખમ થઈ શકે છે. સચેત રહો. શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

--------------------

વૃશ્ચિક THE HANGEDMAN

હાલની પરિસ્થિતિઓ જેવી છે તેવો જ સ્વીકાર કરીને કામ કરો. તમારા દ્વારા કોઈપણ બાબતે કરવામાં આવેલ ફેરફારને લીધે નિર્ણય ખોટો પડી શકે છે. લોકોની સાથે જોડાઈ રહેવા છતાં પણ એકલતાનો અનુભવ થશે. જીવનમાં કોઈપણ પ્રકારનો તણાવ અને ભાગદોડી ન વધે તે બાબતનું ધ્યાન રાખો.

કરિયરઃ- નોકરી કરનાર લોકોને પર્મનેન્ટ પોઝિશન મળી શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા મળી રહેલાં સાથ તમારી અંદરની નકારાત્મકતાને દૂર કરશે.

હેલ્થઃ- ઊંઘને લગતી પેદા થયેલી બીમારીને સારી કરવા માટે ડોક્ટરની મદદ લો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

--------------------

ધન THE HIEROPHANT

તમારી અંદર જે પ્રકારની લાગણીઓ પેદા થઈ રહી છે એ લાગણીઓને સારી રીતે સમજીને લોકોની સામે પ્રગટ કરવાની જરૂર છે. પોતાનો ખયાલ રાખવાનો તમે પ્રયત્ન કરશો જેના કારણે પિકનિક કે યાત્રાને લગતી યોજના બની શકે છે.

કરિયરઃ- કરિયરને શ્રેષ્ઠ બનાવવા માટે જે લોકો દ્વારા માર્ગદર્શન મળી રહ્યું છે તેમની સાથે જોડાવાની જરૂર છે.

લવઃ- રિલેશનશીપને લગતી કોઈપણ પ્રકારની મનમાની તમારા દ્વારા ન કરવામાં આવે તે વાતનું ધ્યાન રાખજો.

હેલ્થઃ- આજના દિવસે આરામ કરવો તમારી માટે જરૂરી છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 5

--------------------

મકર QUEEN OF CUPS

માનસિક રીતે અનુભવાતી દુવિધાને દૂર કરવાનો માર્ગ તમને પોતે જ મળી જશે. પસંદગીના લોકો સાથે જોડાઈ રહેવાને લીધે બેકારની વાતોથી પોતાની જાતને દૂર રાખવી તમારી માટે શક્ય બનશે. પરિવારના લોકોને તમારી મદદની જરૂર રહેશે. પોતાની ક્ષમતા પ્રમાણે મદદ કરતાં રહો.

કરિયરઃ- કામને લગતી સ્કિલ્સને શ્રેષ્ઠ બનાવવા માટે અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળી જશે.

લવઃ- પાર્ટનરની સાથે વાતચીત કરતી વખતે ખોટી વાતો ન બોલવામાં આવે એ વાતનું ધ્યાન રાખજો.

હેલ્થઃ- યૂરિનને લગતી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

--------------------

કુંભ EIGHT OF WANDS

તમારા દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓમાં અનેક ફેરફાર કરવાની જરૂર રહેશે. આજના દિવસે દરેક વાતને લગતી પરિસ્થિતિ જટિલ બનતી દેખાશે, પરંતુ તમે તમારા નિર્ણય પર અડગ રહીને પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરજો. દિવસના અંતે કરવામાં આવેલ કામને લીધે સમાધાન મળી શકે છે.

કરિયરઃ- લોકો દ્વારા આપવામાં આવેલ સલાહને ધ્યાનમાં રાખો, પરંતુ કરિયરને લગતો છેલ્લો નિર્ણય તમારો જ હોવો જોઈએ.

લવઃ- તમારા રિલેશનશીપને લગતી વાતો બીજા લોકોને સમજવી કઠિન લાગશે.

હેલ્થઃ- ડાયેરિયાની તકલીફ રહી શકે છે. ખાન-પાનનું ધ્યાન રાખજો. શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

--------------------

મીન SEVEN OF PENTACLES

પરિસ્થિતિઓ હકારાત્મક લાગવા છતાં પણ ચિંતાને લીધે તમે પોતાના પક્ષને નબળો બનાવી રહ્યાં છો. પોતાના ઉપર નાખવામાં આવેલ બંધન અને સીમિત વિચારોને કારણે નવી તકોને શોધવી તમારી માટે મુશ્કેલ છે. નવા અનુભવ અને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પોતાના દ્રષ્ટિકોણને બદલવો ખૂબ જ જરૂરી છે.

કરિયરઃ- ખોટા લોકોની સંગતને લીધે કામને લગતું નુકસાન થવાની શક્યતા છે.

લવઃ- પાર્ટનર અને રિલેશનશીપને કંઈ હદ સુધી મહત્વ આપવું, તેને સારી રીતે સમજો.

હેલ્થઃ- ચક્કર અને નબળાઈનો અનુભવ થતો રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3