મિથુન રાશિફળ 2023:ફેબ્રુઆરીથી સમય શુભ રહેશે, પરિસ્થિતિઓમાં સુખદ ફેરફાર થવાના યોગ બનશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોઝિટિવઃ- ફેબ્રુઆરીથી સમય સારો શરૂ થઈ શકે છે. તે પછી એપ્રિલથી ડિસેમ્બર સુધી સમય સારો રહેશે. પરિસ્થિતિઓમાં સુખદ ફેરફાર થવાના યોગ બનશે. આગળ વધવાની તક મળી શકે છે. દેશ-વિદેશની યાત્રાઓ થશે. જેમાં ફાયદો થશે અને નવા સંબંધ બંધાશે. આવનાર સમયમાં નવી શરૂઆત પણ થઈ શકે છે. જેના દ્વારા અચાનક તમારા જીવનમાં ફેરફાર થઈ શકે છે. માન-સન્માન વધશે. આર્થિક સ્થિતિ માટે સમય શુભ છે. જૂની પરેશાનીઓ દૂર થશે.

નેગેટિવઃ- વર્ષની શરૂઆતમાં થોડું સાવધાન રહો. જોખમ લેશો નહીં. ઓગસ્ટમાં ઘરેલૂ વિવાદ થઈ શકે છે. જેની અસર તમારા કામ ઉપર જોવા મળી શકે છે. ઓગસ્ટ અને ડિસેમ્બર મહિનામાં સાવધાન રહો. ખાસ યોજનાઓ ઉપર કામ અને રોકાણ કરી રહ્યા છો તો આ મહિનામાં સાવધાન રહેવું.

વ્યવસાયઃ- નોકરી અને બિઝનેસ વિકાસનો સમય છે. નોકરી શોધી રહેલાં લોકોને નવી નોકરી મળવાની આશા છે. નવો બિઝનેસ શરૂ કરવા ઇચ્છો છો તો સફળતા મળી શકે છે. હાલની નોકરીમાં પ્રમોશન મળી શકે છે. નોકરી સ્વિચ કરવા ઇચ્છો છો તો ફેબ્રુઆરી પછીનો સમય સારો છે. બિઝનેસ વધશે. યાત્રાનો ફાયદો થશે. યોજના બનાવીને ચાલશો તો ફાયદામાં રહી શકો છો.

લવઃ- સિંગલ છો તો અફેર કે લગ્ન થવાના યોગ બનશે. લગ્નના યોગ વધારે છે. નવા પ્રપોઝલ મળી શકે છે. ઓગસ્ટમાં સાવધાન રહેવું જોઈએ. નાના ઇશ્યૂ સાથે જોડાયેલાં મામલાઓ ખરાબ થઈ શકે છે.

વિદ્યાર્થી વર્ગઃ- વિદ્યાર્થીઓને નક્ષત્રોનો સાથ મળી શકે છે. મન પ્રમાણે પરિણામ મળશે. વિદેશમાં અભ્યાસ કરનાર લોકોને નોકરીમાં જવા માટે ફેબ્રુઆરી, માર્ચ અને નવેમ્બરમાં ખાસ ફેરફાર થઈ શકે છે. આ મહિનામાં આપેલાં ઇન્ટરવ્યૂ અને ટેસ્ટમાં સફળતા મળવાના યોગ વધારે છે.

સ્વાસ્થ્યઃ- આખું વર્ષ સ્વાસ્થ્ય ઠીક રહેશે. મે મહિનામાં પેટ અને ઘૂંટણનો દુખાવો થઈ શકે છે. આ મહિને ક્રૉનિક પેશેન્ટના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું. ખાનપાનમાં સાવધાની રાખવી. રૂટીનમાં બેદરકારીથી મોટી પરેશાનીઓ થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...