પર્વ:1 જૂને ગંગા દશેરા, સિદ્ધિ અને રવિયોગ બનવાથી આ દિવસે માંગલિક કાર્યો માટે શુભ મુહૂર્ત છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગંગા દશેરાના દિવસે રાશિ પ્રમાણે દાન કરવાથી અજાણ્યાં થયેલાં પાપ નષ્ટ થાય છે

ગંગા દશેરાએ સિદ્ધ અને રવિયોગ બની રહ્યો છે. આ દિવસે શ્રદ્ધાળુઓને તીર્થ સ્થાન સાથે ધર્મ-અનુષ્ઠાન અને પિતૃઓ માટે તર્પણ કરવું જોઇએ. આ સિવાય પોતાની રાશિ પ્રમાણે દાન પણ કરવું જોઇએ. ધર્મશાસ્ત્રીઓની માન્યતાઓ અને પુરાણો પ્રમાણે જેઠ મહિનાના સુદ પક્ષની દશમના દિવસે ગંગાનું અવતરણ થયું હતું. આ વર્ષે આ સંયોગ 1 જૂનના રોજ બની રહ્યો છે. 2 શુભ યોગ બનવાથી આ દિવસે માંગલિક કાર્યો માટે શુભ મુહૂર્ત પણ રહેશે.

ગંગાનું અવતરણ આ સંયોગમાં થયું હતું-
ગંગા અવતરણના 10 યોગ- જેઠ, સુદ પક્ષ, દશમ, બુધવાર, હસ્ત નક્ષત્ર, વ્યાતિપાત યોગ, ગર કરણ, આનંદ યોગ, કન્યા રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનો સૂર્ય છે. બુધવારે હસ્ત નક્ષત્ર હોવાથી આનંદ યોગ બને છે. જેમાં દશમી અને વ્યતિપાત મુખ્ય માનવામાં આવે છે

ગંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, આ દિવસે તીર્થ સ્નાન કરીને ગંગાનું પૂજન કરવું જોઇએ. જેઠ મહિનો બારેય મહિનામાં સૌથી મોટો છે. આ મહિનાના સુદ પક્ષની દશમ તિથિએ સિદ્ધિ અને રવિયોગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ યોગમાં કરેલું દાન સિદ્ધ માનવામાં આવે છે.

ખરીદારી અને માંગલિક કાર્ય માટે મુહૂર્તઃ-
ગંગા દશેરાએ બનતાં શુભ યોગમાં માંગલિક કાર્ય પણ કરી શકશો. જ્યોતિષ પ્રમાણે રવિયોગ પણ બની રહ્યો છે. એટલે, આ દિવસે વાહન અને અન્ય વસ્તુઓની ખરીદારી, ગૃહ પ્રવેશ, નવ નિર્માણની શરૂઆત, નવા પ્રતિષ્ઠાનની શરૂઆત, જનોઈ સંસ્કાર, લગ્ન, ધાર્મિક યાત્રાની શરૂઆત, અનુષ્ઠાનની પૂર્ણાહુતિ અથવા શરૂઆત, યજ્ઞ, જાપ, દાન કરવાની શાસ્ત્રીય માન્યતા છે.

રાશિ પ્રમાણે શું કરવું-
મેષ- તીર્થ સ્થાન કરીને ગોળ અને કાળા તલનું દાન કરો
વૃષભ- તાંબાના કળશમાં ચોખા, કાળા તલ, મિશ્રી રાખીને દાન કરો.
મિથુન- સુહાગની સામગ્રી, સત્તુનું દાન બ્રાહ્મણ પત્નીને કરો.
કર્ક- પાણીથી ભરેલો ઘડો, ફળ દાન કરો.
સિંહ- તાંબાના કળશમાં સફેદ તલ અને સોનાનો દાણો રાખીને દાન કરી શકો છો.
કન્યા- વિવિધ પ્રકારના ફળનું દાન શિવ મંદિરના પૂજારીને કરો.
તુલા- ચાંદીની વસ્તુઓ અથવા ખાદ્ય સામગ્રી દાન કરો.
વૃશ્ચિક- વૈદિક વિદ્વાનને ધાર્મિક પુસ્તકો દાન કરો.
ધન- રૂદ્રાભિષેક કરાવો, સાત પ્રકારનું અનાજ દાન કરો.
મકર- કપડા અને વાસણ બ્રાહ્મણોને દાન કરો.
કુંભ- જવ, મકાઇ સહિત 8 પ્રકારનું અનાજ દાન કરો.
મીન- કોઇ ગરીબને ભોજન કરાવો, પશુ-પક્ષીઓને ભોજન દાન કરો.

અન્ય સમાચારો પણ છે...