કુંભ સંક્રાંતિ:આજથી સૂર્યનો કુંભ રાશિમાં પ્રવેશ, મેષ, કન્યા, ધન, મીન રાશિ માટે 30 દિવસ સુધી સારો સમય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • એક મહિનાના પરિભ્રમણમાં રાજકીય, સામાજિક ક્ષેત્રે મોટી ઊથલપાથલ થઈ શકે છે
 • મેષ રાશિના લોકોને સર્વ પ્રકારે લાભદાયી સમાચાર મળી શકે છે

ગ્રહ મંડળનો રાજા સૂર્ય 13 ફેબ્રુઆરીને રવિવારથી શનિની કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ પરિભ્રમણ સતત 30 દિવસ સુધી ચાલશે. જ્યોતિષિઓના મતે મેષ, કન્યા, ધન અને મીન રાશિ માટે એક મહિનો સારો સમય રહેશે. જો કે, આ ગ્રહોની યુતિથી સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે મોટી ઊથલપાથલ પણ સર્જી શકે છે. આગામી થોડા મહિના બાદ દેશ અને દુનિયામાં મહત્ત્વના ફેરફાર થતા જોવા મળશે. ન્યાયાલય આ સમયમાં ત્વરિત અને કડક ચુકાદા આપે અને કડકાઈથી ટિપ્પણી પણ કરતું જોવા મળે. આ પરિભ્રમણ દરમિયાન યોજાનાર વિદ્યાર્થીગણની પરીક્ષા ખૂબ જ સારી રીતે સંપન્ન થાય. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર, શનિની રાશિમાં સૂર્ય શત્રુ ક્ષેત્રી હોવાથી દેશ દુનિયામાં કેટલીક અશુભ ઘટના બનવાની શક્યતા નકારી શકાતી નથી.

કુંભ સંક્રાંતિના કારણે ન્યાયાલય આ સમયે ત્વરિત અને કડક ચુકાદા આપે અને કડકાઈથી ટિપ્પણી પણ કરતું જોવા મળે
કુંભ સંક્રાંતિના કારણે ન્યાયાલય આ સમયે ત્વરિત અને કડક ચુકાદા આપે અને કડકાઈથી ટિપ્પણી પણ કરતું જોવા મળે
 • મેષ- સર્વ પ્રકારે લાભદાયી સમાચાર પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગને બદલી કે પ્રમોશન મળી શકે. નવા મકાન, વાહન ખરીદીનો યોગ બની શકે.
 • વૃષભ- મિશ્ર ફળદાયી સમય બની રહેશે. માતા સાથે મતભેદ વધવાની શક્યતા છે.
 • મિથુન- પાડોશમાં વાદવિવાદ થવાની સંભાવના. નવા સાહસો, કરારો, મહત્ત્વની મીટિંગ ન કરવી.
 • કર્ક- આરોગ્ય બગડી શકે છે. વાણી પર સંયમથી પરિસ્થિતિ વણસતી રોકી શકાય. અકારણ ચિંતા રહ્યા કરે.
 • સિંહ- ભાગીદાર વર્ગે સંભાળવું.માનસિક ચિંતા દૂર થાય. આરોગ્ય આકસ્મિક બગડે તેવી શકયતા છે.
 • કન્યા- નાના-મોટા યાત્રા પ્રવાસ થવાની સંભાવના.આરોગ્ય સુખમય બની રહે.બચતોમાં વધારો થાય.
 • તુલા- સંતાનની ચિંતા વધારે રહ્યા કરે. શેરબજારમાં નુકસાન થવાની સંભાવના હોવાથી સાચવવું.
 • વૃશ્ચિક- વેપારી વર્ગને ધંધામાં પરિવર્તન આવી શકે. માતાની તબિયત બગડી શકે. સરકારી લાભ મળવાની સંભાવના વધુ છે.
 • ધન- અટકેલા કાર્યોનો પ્રારંભ થાય.અતિ મહત્ત્વનો સમય ગણી શકાય.ભાગ્યમાં નડતર દૂર થાય.
 • મકર- જૂનાં ફસાયેલા નાણાં મળે તેવી સંભાવના વર્તાય.આરોગ્યની કાળજી લેવી.
 • કુંભ- મહત્ત્વના કામો ફટાફટ ઉકેલાય. લાંબાગાળાનાં રોકાણો કરવાથી ફાયદો થઇ શકે.
 • મીન- અજાતશત્રુ,લાંબા ગાળાના રોગ ઉપર વિજય થાય.નવા-નવા કાર્યનો શુભારંભ થઈ શકે. વિદેશના વિઝા મળી શકે.

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે