તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂજા-પાઠ:આજથી શનિ મકર રાશિમાં વક્રી, આ ગ્રહની અશુભ અસરથી બચવા માટે શનિદેવના મંત્રનો જાપ કરો

10 મહિનો પહેલા
 • ધન, મકર અને કુંભ રાશિ ઉપર સાડાસાતી, મિથુન અને તુલા ઉપર ઢૈય્યા રહેશે. આ દરમિયાન શનિદેવને વાદળી ફૂલ ચઢાવવા જોઇએ

સોમવાર, 11 મેથી શનિ મકર રાશિમાં વક્રી રહેશે. શનિના વક્રી થવાથી થોડાં લોકો માટે પરેશાનીઓ વધી શકે છે. આ સમયે ધન, મકર અને કુંભ રાશિના લોકો ઉપર સાડાસાતી, મિથુન-તુલા રાશિ ઉપર શનિની ઢૈય્યા રહેશે. શનિની અશુભ અસરથી બચવા માટે શનિના મંત્રનો જાપ કરવો જોઇએ. શનિને ગ્રહોમાં ન્યાયાધીશ માનવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શનિ હાલ મકર રાશિમાં સ્થિત છે. આ કારણે ધન, મકર અને કુંભ રાશિ ઉપર સાડાસાતી છે. મિથુન અને તુલા રાશિ ઉપર ઢૈય્યા રહેશે. આ ગ્રહ મકર અને કુંભ રાશિનો સ્વામી છે. શનિના કારણે થોડી રાશિઓ માટે સમય અશુભ રહી શકે છે. પરેશાનીઓથી બચવા માટે શનિપૂજા કરવી જોઇએ. શનિની પૂજામાં કઇ વાતોનું વિશેષ ધ્યાન રાખવું તે અહીં જાણી શકશો.

 • પં. શર્મા પ્રમાણે શનિદેવની પૂજામાં તાંબાના વાસણનો ઉપયોગ કરવો નહીં. તાંબૂ સૂર્યની ધાતુ છે. શનિ અને સૂર્ય એકબીજાના દુશ્મન માનવામાં આવે છે. શનિની પૂજામાં લોખંડના વાસણનો ઉપયોગ કરવો જોઇએ. લોખંડ કે માટીનો દીવો પ્રગટાવવો. લોખંડના વાસણમાં તેલ ભરીને શનિદેવને ચઢાવવું. શનિ મંત્ર ૐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો 108વાર જાપ કરવો.
 • પૂજામાં લાલ કપડું, લાલ ફળ અથવા લાલ ફૂલ શનિદેવને ચઢાવવું જોઇએ નહીં. લાલ રંગની વસ્તુઓ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે. આ ગ્રહ પણ શનિનો દુશ્મન છે. શનિદેવની પૂજામાં કાળા અથવા વાદળી રંગની વસ્તુઓનો ઉપયોગ કરવો શુભ રહે છે. શનિદેવને વાદળી ફૂલ ચઢાવવા જોઇએ.
 • શનિદેવને પશ્ચિમ દિશાના સ્વામી માનવામાં આવે છે, આ કારણે તેમની પૂજા કરતી સમયે અથવા શનિ મંત્રનો જાપ કરતી સમયે ભક્તનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઇએ.
 • પૂજા કરનાર વ્યક્તિએ અસ્વચ્છ અવસ્થામાં શનિની પૂજા કરવી જોઇએ નહીં. ધ્યાન રાખો કે, સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. દર શનિવારે શનિદેવને કાળા તલ અને કાળા અડદ ચઢાવવાં.

બધી જ 12 રાશિઓ ઉપર વક્રી શનિની અસર રહેશેઃ-
પં. મનીષ શર્મા પ્રમાણે મેષ, કર્ક, તુલા, મકર, કુંભ માટે મકર રાશિનો વક્રી શનિ પક્ષનો રહેશે. આ લોકોને સફળતા સાથે માન-સન્માન મળી શકે છે. વૃષભ, કન્યા, વૃશ્ચિક રાશિના લોકોએ સાવધાન રહીને કામ કરવું પડશે. વક્રી શનિ વિઘ્નો વધારી શકે છે. મિથુન, સિંહ, ધન અને મીન રાશિ માટે શનિ સામાન્ય સ્થિતિમાં રહેશે. મહેનત પ્રમાણે ફળ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો