તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • From Today Jupiter Will Be Curved In Capricorn For 120 Days, Benefiting People Of 9 Zodiac Signs Including Aries, Gemini And Cancer.

રાશિ પરિવર્તન:આજથી ગુરુ ગ્રહ મકર રાશિમાં 120 દિવસ માટે વક્રી થશે, મેષ, મિથુન અને કર્ક સહિત 9 રાશિના જાતકોને લાભ થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈ પણ ગ્રહનું વક્રી થવું સામાન્ય રીતે શુભ માનવામાં આવતું નથી
  • ગુરુના વક્રી થવાથી શેરબજારમાં મંદી આવે તેમજ મોટી તેજી આફતરૂપ બને. કૃષિક્ષેત્રેમાં વરસાદ સારો પડી શકે છે

અગામી તારીખ 20 જૂન, રવિવાર એટલે આજથી ગ્રહગોચરમાં ગુરુ મકર રાશિમાં 120 દિવસ માટે વક્રી થશે. કોઈ પણ ગ્રહનું વક્રી કે અસ્ત(લોપ)હોવાનું સામાન્ય રીતે શુભ માનવામાં આવતું નથી. એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનના પ્રણેતા શ્રીપ્રદ્યુમન ભટ્ટ તથા આશિષ રાવલના જણાવ્યા અનુસાર ગુરૂ જેવો શુભ ગ્રહ વક્રી થવાથી શુભકાર્ય કરવામાં બરકત આવતી નથી. આકસ્મિક શેરબજારમાં મંદી આવે તેમજ મોટી તેજી આફતરૂપ બને. કૃષિક્ષેત્રેમાં વરસાદ સારો પડે! મોટા મહાનુભાવો અકારણ વાદ-વિવાદમાં સંપડાય. સંત મંહત, ગુરૂ બ્રાહ્મણ કે વડીલો માન-સન્માનમાં ખામી કે ઝઘડાઓ વધી શકે છે. અર્થતંત્રમાં આર્થિક મુશ્કેલીનો પારાવાર સામનો કરવાનો સમય બની શકે. નોકરિયાત વર્ગની આકસ્મિક નોકરી જઈ શકે કે પગાર કાપ પણ આવી શકે. નોકરીમાં વધુ જવાબદારીઓ પણ સોંપાઈ શકાય છે. મોટા રોકાણોમાં પૈસા ફસાઈ શકે. ખાસ કરીને નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. નાના બાળકોના આરોગ્ય બાબતે ચિંતા રહી શકે છે. આ પરિભ્રમણ દરેક રાશિના જાતકોને પોતાની ચંદ્ર રાશિ કેવું રહેશે તે નીચે મુજબ છે.

મેષઃ- નોકરી-ધંધાના પ્રશ્નોનું શુભફળ મળી શકે છે. સામાજિક સંબંધો બગડી શકે. વધારાના ખર્ચાઓ ટાળજો.

વૃષભઃ- અંગત સમસ્યાઓ વધતી જણાય. કોર્ટ-કચેરીના કેસમાં સમાધાન મળતું જણાય. પુત્રી અને સંતાનને પ્રગતિ મળે.

મિથુનઃ-માનસિક ચિંતા હળવી બની જતી લાગે. ચામડીને લગતી તકલીફ વધે. શેરબજારમાં નુકશાની આવે.

કર્કઃ- ધન લાભની આશા ફળદાયી નીવડે. સામાજિક કાર્ય કરવામાં જશ મળે. વિદેશથી શુભ સમાચાર.

સિંહઃ- તમે ઉતાવળા નિર્ણયો ટાળજો. લાભ મળવામાં હાની થાય. ગૃહજીવનની શાંતિ હણાય શકે છે એટલે શાંતિ રાખજો.

કન્યાઃ- કોઈની મદદ ઉપયોગી બની શકે છે. પત્રો દ્વારા સ્નેહી-સ્વજન સાથે મિલન થાય તેવી શક્યતાઓ છે.

તુલાઃ- નિરાશા ચિહ્રનો દૂર થતા જણાય. બિનજરૂરી ખર્ચ-ખરીદી થતી લાગે. શેરબજારમાં લાભ.

વૃશ્ચિકઃ- પાડોશી સાથે મતમતાંતર થાય. સ્નેહીથી સહકાર મળી શકે છે. સંપૂર્ણ નાણાભીડ ઓછી થાય. યૂરીનને લગતી તકલીફ થાય.

ધનઃ- કોઈની ઉપર વિશ્વાસનો ભરોસો ન રાખવો. વધારાની આવકનો માર્ગ સર્જાય. ડાયાબિટીસ વધી શકે છે.

મકરઃ- નોકરી-ધંધાનાં કામકાજો ફળદાયી બને. સામાજિક પ્રવૃત્તિઓથી વ્યસ્તતા જણાય. તાવ-શરદી ઉધરસ અંગે તબિયત સાચવવી.

કુંભઃ- આવક કરતાં જાવક વધવા ન દેશો. તમારા સ્વાસ્થ્ય માટે વીલાયતી દવા કરજો.

મીનઃ- આપની અંગત ચિંતા-વ્યથા દૂર થાય. વીલ-વારસામાં વિવાદ સર્જાય. ગૃહવિવાદ શકય હોય તો ટાળજો. શ્વાસની તકલીફ આવી શકે!

આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.