1 જુલાઈથી દેવશયની એકાદશી અને ચાતુર્માસ / 25 નવેમ્બરથી લગ્ન, ગૃહ પ્રવેશ અને અન્ય માંગલિક કાર્યો કરી શકાશે

X

  • અધિકમાસ હોવાના કારણે આ વર્ષે 148 દિવસ સુધી શુભ મુહૂર્ત રહેશે નહીં

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 02:05 PM IST

1 જુલાઈએ દેવશયની એકાદશી છે. પુરાણો પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જતાં રહે છે અને 4 મહિના બાદ જાગે છે. એટલે, આ દિવસથી ચાતુર્માસ શરૂ થઇ જાય છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે 4 મહિનામાં લગ્ન, ગૃહપ્રવેશ અને અન્ય મોટાં માંગલિક કાર્યો કરી શકાતાં નથી. તેમણે જણાવ્યું કે, થોડાં પંચાંગમાં અષાઢ મહિનાના સુદ પક્ષમાં દશમ તિથિ એટલે 30 જૂન સુધી જ શુભ મુહૂર્ત છે. એકાદશી એટલે બુધવાર એક જુલાઈએ દેવશયન અને ચાતુર્માસ શરૂ થઇ જશે. ત્યાં જ, થોડાં પંચાંગો પ્રમાણે 17 જૂને જ મુહૂર્ત પૂર્ણ થઇ ગયાં હતાં. પં. મિશ્રા પ્રમાણે આ વર્ષે અધિકમાસ હોવાથી આવતાં 148 દિવસ સુધી શુભ મુહૂર્ત રહેશે નહીં અને 25 નવેમ્બર પછી માંગલિક કાર્યોની શરૂઆત થશે.

હવે માત્ર 12 મુહૂર્ત જ બાકી રહ્યાં છેઃ-
દેવશયની એકાદશી બાદ હવે લગ્ન મુહૂર્ત 25 નવેમ્બરથી શરૂ થઇ રહ્યા છે. દેવ પ્રબોધિની એકાદશી પણ 25 નવેમ્બરે છે. આ દિવસથી લગ્ન મુહૂર્તની શરૂઆત થઇ જાય છે. આ વર્ષે ચાતુર્માસના પૂર્ણ થવાથી 25 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી માત્ર 12 શુભ મુહૂર્ત જ છે. જેમાં નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં 10 દિવસ શુભ મુહૂર્ત રહેશે. 15 ડિસેમ્બરથી ખરમાસ શરૂ થઇ જશે જે મકર સંક્રાંતિ સુધી રહેશે. આ પ્રકારે હવે વર્ષમાં માત્ર 12 શુભ મુહૂર્ત જ બચ્યા છે.

નવેમ્બરમાં લગ્નના મુહૂર્ત- 25 અને 30 નવેમ્બર
ડિસેમ્બરમાં લગ્નના મુહૂર્ત- 1, 2, 6, 7, 8, 9, 10,11, 13, 14

આવતાં વર્ષે એપ્રિલમાં શરૂઆત થશેઃ-
આવતાં વર્ષે લગ્ન અને અન્ય મોટાં માંગલિક કાર્યો માટે એપ્રિલ 2021 સુધી રાહ જોવી પડશે. પં. મિશ્રાના કહેવા પ્રમાણે નવા વર્ષ 2021માં જાન્યુઆરીથી માર્ચ સુધી ગુરુ અને શુક્ર ગ્રહના અસ્ત હોવાથી મુહૂર્ત રહેશે નહીં. એટલે નવેમ્બર-ડિસેમ્બર બાદ 3 મહિના સુધી શુભ મુહૂર્તની રાહ જોવી પડશે. જોકે, 16 ફેબ્રુઆરી 2021એ વસંત પંચમીએ વણજોયું મુહૂર્ત હોવાના કારણે લગ્ન કરી શકાશે. 22 એપ્રિલ 2021 થી ડિસેમ્બર 2021 સુધી લગભગ 46 દિવસ મુહૂર્ત રહેશે. એપ્રિલમાં 6, મેમાં 10, જૂનમાં 11, જુલાઈમાં 6, નવેમ્બરમાં 7 અને ડિસેમ્બરમાં 6 દિવસ મુહૂર્ત રહેશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી