તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નક્ષત્ર પરિવર્તન:આજથી 13 એપ્રિલ સુધી સૂર્ય રેવતી નક્ષત્રમાં રહેશે, 7 રાશિના જાતકો માટે સમય અશુભ

ધર્મ દર્શનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યનું રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરવું દેશ માટે શુભફળદાયી રહેશે

ધર્મ દર્શન ડેસ્કઃ 31 માર્ચ, મંગળવાર એટલે આજે સૂર્ય મીન રાશિના જ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. આ ગ્રહ 13 એપ્રિલ સુધી આ નક્ષત્રમાં જ રહેશે. આ પહેલાં 17 માર્ચે સૂર્યે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે બુધના આ નક્ષત્રમાં સૂર્યનું પ્રવેશ કરવું દેશ માટે શુભ રહેશે. ત્યાં જ, 7 રાશિઓ માટે સમય ઠીક રહેશે નહીં. આ સિવાય 5 રાશિના લોકો માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન શુભ રહેશે.

સૂર્યના નક્ષત્ર પરિવર્તનનો દેશ ઉપર પ્રભાવઃ-
જ્યોતિષાર્ચાર્ય પં. મિશ્રાએ જણાવ્યું રેવતી નક્ષત્રનો સ્વામી બુધ છે. આ નક્ષત્રમાં સૂર્યના પ્રવેશ કરવાથી બુધાદિત્ય યોગનું ફળ મળે છે. સૂર્ય રાજા અને અધિકારિઓનો કારક ગ્રહ છે. સૂર્યના રેવતી નક્ષત્રમાં આવી જવાથી દેશના રાજા અને મોટા અધિકારીઓ દ્વારા લેવામાં આવેલાં નિર્ણયો લોકો માટે ફાયદાકારક રહેશે. દેશ માટે આ સ્થિતિ શુભફળદાયી રહેશે. સૂર્યના નક્ષત્ર પરિવર્તન કરવાથી ઋતુમાં પણ બદલાવ થશે. દેશમાં ચાલી રહેલી પરેશાની સૂર્યના પ્રભાવથી દૂર થવા લાગશે. જેની સંપૂર્ણ અસર 14 એપ્રિલથી જોવા મળશે. ત્યારે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં આવી જશે.

મેષઃ-
સૂર્યના રેવતી નક્ષત્રમાં આવી જવાથી મેષ રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે. 13 એપ્રિલ સુધી માનસિક તણાવ રહેશે. લેવડ-દેવડ અને રોકાણને લઇને ચિંતા બની રહેશે. ગરમ વસ્તુઓ અને યાત્રાઓથી બચવાની કોશિશ કરો. સૂર્યના નક્ષત્ર પરિવર્તન થવાથી નવા કાર્યોની યોજનાઓ બનશે પરંતુ તેના ઉપર કામ થઇ શકશે નહીં. 13 એપ્રિલ સુધી મેષ રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે.

વૃષભઃ-
સૂર્યની સ્થિતિ વૃષભ રાશિના લોકો માટે ઠીક રહેશે. 13 એપ્રિલ સુધી પ્રોપર્ટી સંબંધી જરૂરી નિર્ણય લેવાનું નક્કી કરશો. આ સંબંધી લેવડ-દેવડ પણ થવાની સંભાવના છે. સંતાન સંબંધી સુખ મળશે. સંતાન સાથે સમય વિતશે અને તેમના ભવિષ્યને લઇને યોજનાઓ પણ બનશે. માતાને સુખ મળશે અને માતાનો સહયોગ પણ મળશે. આ દિવસોમાં કામકાજની ચિંતા જરૂર રહેશે. થોડું સંભાળીને ચાલવું.

મિથુનઃ-
સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી મિથુન રાશિના લોકોને પ્રોપર્ટી સંબંધી ફાયદો મળી શકે છે. કામકાજમાં અધિકારીઓ પાસેથી મદદ મળી શકે છે. તમારા કામના વખાણ થઇ શકે છે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા થશે. માતાનો સહયોગ મળી શકશે નહીં. બિઝનેસ અને નોકરિયાત લોકો લેવડ-દેવડ અને હિસાબ સંબંધી મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાની યોજના બનાવી શકે છે.

કર્કઃ-
સૂર્યના નક્ષત્ર બદલવાથી કર્ક રાશિના લોકોના જીવનમાં સ્થિરતા આવી શકે છે. નવા કાર્યોની યોજના બનશે. પરંતુ કામકાજ શરૂ થવામાં થોડી પરેશાનીઓ આવી શકે છે. જેથી તમારે થોડી રાહ જોવી પડશે. નવા કામ શરૂ કરતાં પહેલાં અધિકારીઓ, અનુભવી અને તમારાથી મોટા લોકોની સલાહ લેવી જોઇએ. આ દિવસોમાં ધાર્મિક કાર્યોમાં તમારું મન લાગશે.

સિંહઃ-
તમારી રાશિનો સ્વામી સૂર્ય હવે રેવતી નક્ષત્રમાં આવી જશે. આ સમયે તમારે સંભાળીને રહેવું પડશે. લેવડ-દેવડ માટે સમય ઠીક નથી. આ દરમિયાન વાતચીતમાં પણ સાવધાની રાખવી પડશે. તમારી કોઇ વાત અન્ય લોકોમાં ગેરસમજ ઊભી કરી શકે છે. નાનો-મોટો ઘાવ થવાની સંભાવના છે. સૂર્યના નક્ષત્ર પરવિર્તનથી તમારી કોઇ ગુપ્ત વાત સાર્વજનિક પણ થઇ શકે છે.

કન્યાઃ-
સૂર્યના પ્રભાવથી દૂર સ્થાનના લોકો સાથે વાતચીત થઇ શકે છે અને અનેક યોજનાઓ પણ બનવાની સંભાવના છે. સૂર્યના પ્રભાવથી વૈવાહિક જીવનમાં ક્લેશ થવાની સંભાવના છે. આ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઇ શકે છે. 13 એપ્રિલ સુધી કન્યા રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે.

તુલાઃ-
સૂર્યના નક્ષત્ર પરિવર્તન થવાથી રૂપિયાની લેવડ-દેવડને લઇને વિવાદ થવાની સંભાવના છે. આ દિવસોમાં સ્વાસ્થ્ય સંબંધી પરેશાની પણ થઇ શકે છે. માતા કે મોસાળ પક્ષ સંબંધી ચિંતા પણ રહેશે. સૂર્યનું નક્ષત્ર પરિવર્તન થવાના કારણે આ રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે. માનસિક તણાવ બની રહેશે અને ખર્ચ પણ વધી શકે છે.

વૃશ્ચિકઃ-
સૂર્યનું નક્ષત્ર પરિવર્તન કરવું તમારા માટે શુભ રહેશે. તેનાથી તમને ફાયદો મળી શકે છે. નવી યોજનાઓ બનશે. બિઝનેસ અને નોકરિયાત લોકોને તેમની બનાવેલી યોજનાથી ફાયદો થઇ શકે છે. આ દરમિયાન લોકો પાસેથી સહયોગ મળશે. પારિવારિક મામલે પણ આ સમય સારો રહેશે.

ધનઃ-
ધન રાશિના લોકો માટે સૂર્યની સ્થિતિ આર્થિક અને શારીરિક પરેશાનીનું કારણ બની શકે છે. કામકાજ સંબંધી મુશ્કેલીઓના કારણે તણાવ રહેશે. આ દરમિયાન પ્રોપર્ટી સંબંધી કોઇપણ મામલે નિર્ણય લેવાથી બચવું જોઇએ. માતા સાથે વિવાદ કે મનમુટાવ થવાની સંભાવના છે. માતાનો સહયોગ મળશે નહીં, જેથી તમે દુઃખી પણ થઇ શકો છો. કાર્યક્ષેત્રમાં પણ તમારાથી મોટાં લોકો અથવા અધિકારીઓ સાથે મનમુટાવ થવાની સંભાવના છે. તમારે સંભાળીને રહેવું પડશે.

મકરઃ-
રેવતી નક્ષત્રમાં સૂર્યના આવી જવાથી તમને ઓછી મહેનતે સારો ફાયદો મળી શકે છે. થોડાં મામલે કિસ્મતનો સાથ મળી શકે છે. સાથે કામ કરતાં લોકો અને આસપાસના લોકો પાસેથી તમને મદદ મળી શકે છે. સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી તમારું પરાક્રમ વધી શકે છે. ધાર્મિક કામકાજમાં પણ તમારું મન લાગશે.

કુંભઃ-
સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી રોજમર્રાના કામકાજમાં મન લાગશે નહીં. તમારા સ્વભાવમાં ઉગ્રતા આવી શકે છે. બચત ઓછી થશે. શારીરિક મામલે આ સમય ઠીક રહેશે નહીં. ઈજા પહોંચી શકે છે. ગરમ અને ઇલેક્ટ્રિક સામાનના ઉપયોગમાં સાવધાની રાખો. વૈવાહિક જીવનમાં પણ મતભેદ થવાની સંભાવના છે.
 
મીનઃ-
સૂર્ય તમારી રાશિમાં છે. રેવતી નક્ષત્રમાં આવી જવાથી લેવડ-દેવડના હિસાબ-કિતાબમાં વિવાદ થઇ શકે છે. આ મામલાઓમાં સાવધાન રહેવું પડશે. રોજમર્રાના કામકાજમાં મુશ્કેલી આવી શકે છે. શારીરિક મામલે સાવધાની રાખવી પડશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. સૂર્યના પ્રભાવથી તમારો ગુસ્સો વધી શકે છે. સ્વભાવમાં ઉગ્રતા આવી જવાથી કામકાજ ખરાબ થઇ શકે છે. તમારે સંભાળીને રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે...