તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુધભ્રમણ:7 જુલાઈથી બુધ ગ્રહ મિથુન રાશિમાં ભ્રમણ કરશે, અર્થતંત્રને વેગ મળશે અને વિદ્યાર્થીઓ માટે સમય શુભકારી રહેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રહમંડળના યુવાન ગ્રહ બુધનું 7 જુલાઈથી સ્વરાશિ મિથુનમાં 16 દિવસનું પરિભ્રમણ શરૂ

ગ્રહમંડળના સૌથી યુવાન ગ્રહ બુધ તારીખ 7 જુલાઈને બુધવારે જ સ્વરાશિ મિથુનમાં પરિભ્રમણ કરશે. 16 દિવસના આ પરિભ્રમણ વિશે જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર બુધ ગ્રહ સૂર્ય, શુક્રની સાથે લગભગ યુતિમાં ભ્રમણ કરતો હોય છે. બુધ ગ્રહ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. મિથુન રાશિ દ્વિસ્વભાવની ગણવામાં આવે છે. બુધનું કારકત્વ વેપાર-વ્યવસાય, વિક્રેતા, દલાલ, વકીલ, એજન્ટ, વૈદ્ય, હકીમ કે તબીબ, વાણિજ્ય, વાણી, વ્યવહાર, લેખન-વાંચન, પત્રકારત્વ, શૈક્ષણિક જગત તરીકે ગણાય છે. આ ભ્રમણ દરમિયાન ધીમે-ધીમે અર્થતંત્રમાં નાણાકીય વ્યવહારોમાં વેગ મળે. આ ઉપરાંત બૌદ્ધિક ધંધાનો વિકાસ થાય તેમજ તેમાં આર્થિક વળતર મળી રહે. લાંબા સમયથી વિદ્યાર્થીના અટવાયેલા પ્રશ્નો ઉકેલાય. આ સમયમાં સ્વગૃહી બુધ બળવાન છે. બૅન્કિંગ કે વીમાક્ષેત્રે વધુ ફ્રોડની સંભાવના તેમજ રોંગ કોલ કરીને ચીટિંગ કે છેતરપિંડીના વધુ બનાવો જોવા મળે તેમજ બ્લેક માર્કેટિંગ, છળકપટ કે છેતરપિંડીનો વધુ ભોગ જનતા બને છે, જેથી સાવચેતી રાખવી આવશ્યક બની રહેશે.

એકંદરે તમામ રાશિને આ પરિભ્રમણ શુભ ફળ આપશેઃ-

મેષઃ- ટૂંકા પ્રવાસ માટે આયોજનની સંભાવના. નવા પાડોશી સાથે મુલાકાત.

વૃષભઃ- નોકરી-ધંધાના માધ્યમથી આવક વધે. વાણીમાં મીઠાશ વધે.

મિથુનઃ- હકારાત્મક વિચારો વધે. દિન-પ્રતિદિન સંજોગો સુધરતાં શુભ સમાચાર મળે.

કર્કઃ- ચામડીને લગતી બીમારી આવી શકે. ઓચિંતી નાણાભીડ વધે.

સિંહઃ- દરેક પ્રકારની મુસીબતો સામે વડીલોનો સાથસહકાર મળી રહે. પારિવારિક સુખ સંપનતા રહે.

કન્યાઃ- વેપારીઓને નવો ધંધો કરવા માટે ઉતમ સમય. આવક કરતાં જાવક વધી શકે.

તુલાઃ- બીમારી પાછળ પૈસા વપરાય. નાનાં-મોટાં કામ માટે દરેક પ્રકારની મદદ મળે.

વૃશ્ચિકઃ- નવા કરાર થઈ શકે. મહત્ત્વનાં મોટાં કામો ઉકેલાય. પ્રવાસ થઈ શકે.

ધનઃ- લગ્નજીવનમાં વાદ-વિવાદ થઈ શકે. ભાગીદારી પેઢીમાં ધંધો વધી શકે.

મકરઃ- નોકરિયાત અમલદારો માટે પગાર વધી શકે. જરૂરિયાતને લોન મળી શકે. બાકી કામો ઉકેલાય. શુભ સમય.

કુંભઃ- શેરબજારમાં રોકાણથી લાભ. પુત્ર સંતાન દ્વારા નામ રોશન થાય.

મીનઃ- જૂના મિત્રો, સ્વજનોનો દરેક પ્રકારે સાથ મળે. માતાથી વિલ-વારસો મળી શકે.

આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.