રાશિ પરિવર્તન:28 જાન્યુઆરીથી શુક્ર ગ્રહ ગુરુ, શનિ અને સૂર્ય સાથે મકર રાશિમાં ભ્રમણ કરશે, બારેય રાશિના જાતકો માટે લાભનો સમય

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 દિવસનું શુક્રનું પરિભ્રમણ વેપારીઓ માટે સાનુકૂળ રહેશે. નવા-નવા ધંધા કરવા માટે શુભ સમય ગણાવી શકાય

અગામી તા.28થી ગ્રહ ગોચરમાં શુક્ર મકર રાશિમાં સતત 24 દિવસ પરિભ્રમણ કરશે. મકર રાશિ ચર અને શનિની રાશિ હોવાથી શુભ માનવામાં આવે છે. નૈસર્ગિક રીતે 10મી રાશિ ગણાય છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર પ્રેમ, સ્નેહ, રોમાન્સ, વિજાતીય પાત્ર, સ્ત્રી ગ્રહ, વૈભવ-વિલાસ તથા સૌદર્યનો કારક તરીકે શુક્રને ગણવામાં આવે છે. તેને ઝધડા, વાદ-વિવાદ, કરકસર કે તપસ્યા પસંદ નથી. ખાવુ-પીવું મોજ-મજા કરવી તેને પસંદ છે. શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી ગ્રહ છે અને તેને દૈત્યગુરૂ કહેવામાં આવે છે. શુક્ર મીન રાશિમાં ઉચ્ચ તેમજ કન્યા રાશિમાં નીચ થાય છે. બુધ, શનિ, રાહુ અને કેતુ સાથે શુક્રને મિત્રતા ગણાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રના જુદાં-જુદાં નામો જોતાં શુક્ર, ભૃગુ, ઉરાત્વ, ભાર્ગવસૂનુ, અચ્છ, કવિ, દૈત્યગુરુ, સિત, ભૃગુસુત, ભાર્ગવ, દૈત્યેજય, કાવ્ય અસુર જણાય છે. હાલમાં મકર રાશિમાં ગોચરના લાંબાગાળાના ગ્રહો ગુરૂ, શનિ સાથે સૂર્ય, શુક્ર સાથે પરિભ્રમણ કરશે. આ પરિભ્રમણ દરમિયાન વેપારીઓ માટે સાનુકૂળ રહેશે. નવા-નવા ધંધા કરવા માટે શુભ સમય ગણાવી શકાય. વેપારીઓને જૂની ઉધરાણીની રકમ પરત મળી શકે. માલ-મિલકતના પ્રશ્નોનો ઉકેલ મળે. દરેક રાશિના જાતકોને પોતાની ચંદ્ર રાશિથી કેવું રહેશે તે અંગે જણાવતા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર...

મેષ:- નોકરી-ધંધામાં શુભ પરીવર્તન. સ્થાવર મકાન મિલકતોની સંપત્તિમાં વધારો થાય. અટકેલા નાણા પરત મળશે.

વૃષભઃ- ભાગ્યનો સાથ સહકાર વિજાતીય પાત્ર તરફથી મળે. ધાર્મિક પ્રવાસ સંભવ. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને. પિતાનું સુખ રહે.

મિથુનઃ- પારિવારિક પરિસ્થિતિમાં ખટરાગનો ઉકેલ આવી શકે. જીવનસાથી સાથે વાદ-વિવાદની પરિસ્થિતિ ઊભી થશે. પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળે.

કર્કઃ- જીવનસાથી મતમતાંતરને કારણે ઝઘડા થાય. ભાગીદારીના ધંધામાં શુભ સમય. યોગ-પ્રાણાયામ માટે સમય મળે.

સિંહઃ- બગડેલા સ્વાસ્થ્ય સુધરે. માનસિક સુખ અને શાંતિ સારી મળે. નવી નોકરી પ્રાપ્ત થાય કે બઢતી મળી શકે.

કન્યાઃ- વિદ્યાર્થીઓ માટે શુભ સમય. કલાકારો પોતાની આગવી નવીન સૂઝથી કેરિયરમાં આગળ વધશો. સંતાન સંબંધી સમસ્યા હોય તો દૂર થાય.

તુલાઃ- માનસિક શાંતિ મળે. નવા મોટા મકાનમાં સ્થળાંતર કરી શકો છો અથવા જુના મકાનમાં રિનોવેશન કરાવી શકો. છો. સોનામાં રોકાણ કરવાથી પણ લાભ મળશે.

વૃશ્ચિક:- પાડોશી સાથે બગડેલા સંબંધો સુધરે. ભાઈ-બહેનો તરફથી શુભ સમાચાર મળી શકે છે. આકસ્મિક ટૂંકી મુસાફરી સંભવ.

ધનઃ- વાણીમાં મીઠાશ વધે. આવકમાં વધારો થાય. તમારા નાણાંકીય આયોજન કરી શકાય.

મકરઃ- તમારી લોકપ્રિયતા વધશે. ધન અને સંપત્તિમાં વધારો થાય. વૈવાહિક જીવન સુખમય રહેશે. મહિલા વર્ગ માટે શુભ.

કુંભઃ- આવક કરતાં ખર્ચમાં વધારો થશે. વિદેશને લગતા કામો તેમજ વિદેશયાત્રા માટે શુભ સમય. વ્યસનો પાછળ નાણાંકીય રકમ વેડફાય માટે સાવચેતી રાખવી.

મીનઃ- શેરબજારમાં લાંબાગાળાના રોકાણ થાય. આકસ્મિક ધન લાભ થઈ શકે. પ્રેમ સંબંધો ગાઢ થશે અને લગ્ન જીવનમાં ખુશી વધી શકે.

આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.