તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
14 મે 2020એ રાતે ગુરુ મકર રાશિમાં વક્રી થઇ જશે. 29 જૂન 2020, 46 દિવસ સુધી આ રાશિમાં જ વક્રી રહેશે. ત્યાર બાદ વક્રી રહીને તે ધનમાં પ્રવેશ કરશે. ધન ગુરુની જ પોતાની જ રાશિ છે. ધનમાં ગુરુ 76 દિવસ સુધી વક્રી રહ્યા બાદ 13 સપ્ટેમ્બરે ધનમાં જ માર્ગી થશે. આ પ્રકારે ગુરુ કુલ 105 દિવસ માટે વક્રી થશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે 20 નવેમ્બરના દિવસે ફરી ગુરુ મકર રાશિમાં પ્રવેશ કરશે. જે તેની નીચ રાશિ છે.
પં. શર્મા પ્રમાણે ગુરુના વક્રી થઇ જવાથી 29 જૂને શનિ-ગુરુની યુતિ પણ તૂટી જશે. ધન રાશિમાં ફરીથી ગુરુ-કેતુનો યોગ બનશે. સ્વતંત્ર ભારતની કુંડળી પ્રમાણે દેશની રાશિ કર્ક છે. ગુરુના વક્રી થઇ જવાથી દેશમાં ફેલાયેલો ભય સમાપ્ત થઇ જશે. અસ્થિરતા દૂર થશે. સરકારનો વિરોધ કરનાર પક્ષ વધારે સક્રિય થશે. જૂના રોગ ઉજાગર થઇ શકે છે. નવા રોગ ઓછી સંખ્યામાં વધશે. વેપારમાં સુધાર શરૂ થશે.
બધી જ બારેય રાશિ ઉપર ગુરુ ગ્રહની અસરઃ-
મેષઃ- ગુરુ દશમ છે તથા વક્રીકાળમાં તે અનુકૂળ રહેશે. વક્રી થઇને ધનમાં આવી જવાથી તે નવમાં ભાવનો થઇ જશે. એટલે, આ સ્થિતિ પણ ફાયદો આપનાર રહેશે. યોજનાઓ સફળ થશે. નોકરીમાં નવા પદની પ્રાપ્તિ સંભવ છે. દર ગુરુવારે વિષ્ણુજીને ફુલહાર ચઢાવો.
વૃષભઃ- ગુરુની પૂર્ણ પંચમ દૃષ્ટિ રાશિ ઉપર બનેલી હતી. ગુરુના વક્રી થવાથી તેનો પ્રભાવ ઓછો થઇ શકે છે. ગુરુના ધનમાં આવી જવાથી આ દૃષ્ટિ સમાપ્ત થશે. કારોબારમાં સાવધાની રાખો અને વાહન પ્રયોગમાં પણ સાવધાન રહેવું. વિષ્ણુજીના મંદિરમાં સવા કિલો ઘી ચઢાવવું.
મિથુનઃ- આઠમા ભાવનો ગુરુ વક્રી થવાથી રાહત અનુભવ થશે. ગુરુનો પ્રભાવ ઓછો થવાથી પરેશાનીઓનો અંત આવી જશે અને કામકાજમાં ગતિ આવશે. કોર્ટ અને વિવાદિત મામલાઓમાં વિજય પ્રાપ્ત થશે. આવકના સ્ત્રોત પ્રાપ્ત થશે. વિષ્ણુજીની પૂજા કરો અને ફળ ધરાવો.
કર્કઃ- ગુરુની સાતમા ભાવ ઉપર પૂર્ણ દૃષ્ટિ વક્રી હોવાથી વિશ્વાસમાં ઘટાડો આવી શકે છે. આવકના સ્ત્રોત બની રહેશે. વિઘ્નો ઉત્પન્ન થશે અને સહયોગ કરનાર લોકો દૂર જશે. કાર્યસ્થળ પર પણ વિવાદ સંભવ છે. પરિવાર પાસેથી સહયોગ મળતો રહેશે. વિષ્ણુજી સામે ઘીનો દીવો પ્રગટાવવો.
સિંહઃ- છઠ્ઠા ભાવનો ગુરુ વક્રી થવાથી રાશિ ઉપર થોડો નેગેટિવ પ્રભાવ પડશે. કામ ઝડપથી સંભવ થઇ જશે. પરિવાર અને પાર્ટનરશિપ સહયોગ પ્રદાન કરશે. અધિકારી પણ અનુકૂળ રહેશે. યાત્રાનો યોગ છે. વાહનના પ્રયોગમાં સાવધાની રાખવી. ૐ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો.
કન્યાઃ- ગુરુની નવમા ભાવની પૂર્ણ દૃષ્ટિ રાશિ ઉપર હતી. ગુરુના વક્રી થવાથી તેનો પ્રભાવ થોડો ઓછો થઇ શકે છે. આ સમય ભૂલો સુધારવાનો રહેશે. થોડાં નજીકના લોકોને તમે ભૂલી ગયા છો, તેમને મળો અને વ્યવહાર સ્થાપિત કરો. વિષ્ણુજીને મધ ચઢાવો.
તુલાઃ- આ રાશિથી ગુરુ ચોથા ભાવમાં છે જે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો હતો. પરંતુ ગુરુના વક્રી થવાથી આ રાશિના લોકોને ફાયદો થવાની સંપૂર્ણ સંભાવનાઓ રહેશે. લાભદાયક યોગ બનશે અને નુકસાનની ભરપાઈ કરવામાં સફળ રહેશો. ગુરુવારે ચણાની દાળ અને વિષ્ણુજીને હળદર ચઢાવો.
વૃશ્ચિકઃ- તીજા ભાવનો ગુરુ પૂર્વથી જ અનુકૂળ હતો અને વક્રી હોવા છતાં તે નુકસાનદાયક રહેશે નહીં. દરેક બાજુથી રાહત રહેશે અને નવા કાર્યોની પ્રાપ્તિ થશે. નવી જગ્યાએ જવાનો અવસર મળશે અને સંબંધિઓ સાથે મુલાકાત થશે. કેળાની જળમાં વિષ્ણુજીનું પૂજન કરવું.
ધનઃ- બીજા ભાવનો ગુરુ પહેલાં કરતાં વધારે સારું ફળ આપનાર રહેશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળશે અને અટવાયેલાં ધનની પ્રાપ્તિ થશે. નવા કારોબારમાં રસ વધશે. પાર્ટનરશિપ અને મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. તૂટેલી મિત્રતા ફરીથી સ્થાપિત થશે. વિષ્ણુજીને કેળા ચઢાવો.
મકરઃ- રાશિમાં વક્રી ગુરુ કોઇપણ પ્રકારે નુકસાનદાયક રહેશે નહીં. ધર્મ કાર્યોમાં ખર્ચ થવાની સંભાવના રહેશે. કાર્યમાં મન પહેલાં કરતાં વધારે લાગશે અને સફળતા મળશે. નવું મકાન ખરીદવાનું મન બની શકે છે. વિષ્ણુજીને હળદર મિશ્રિત જળ અર્પણ કરો.
કુંભઃ- બારમાં ભાવનો ગુરુ નુકસાનદાયક હતો, પરંતુ હવે તે વક્રી થવાથી જૂના નુકસાનની ભરપાઈ કરાવડાવશે. સાથે જ, જે અસફળતાઓ મળી, તે કાર્યોને ફરી સફળ બનાવવાનો પ્રયાસ કરશે. આત્મવિશ્વાસ સ્થાપિત થશે. નવી યોજનાઓ સફળ થશે તથા ધનલાભ થશે.
મીનઃ- વક્રી ગુરુ અગિયારમાં ભાવમાં છે જે કોઇ પ્રકારે હાનિકારક રહેશે નહીં. લાભ આપવાની સ્થિતિમાં છે. ગુરુના માર્ગી અને વક્રી બંને થવાની સ્થિતિમાં લાભ બની રહેશે. કારોબારની નવી યોજનાઓ બનશે તથા ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ થવાનો અવસર મળશે. વિષ્ણુજીને વસ્ત્ર અર્પણ કરો.
પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.