• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Fortune telling, Price And Name Can Be Obtained By Making A Small Change In The Name Through Numerology By Dr Panckaj Nagar And Dr Rohan Nagar

ભાગ્યના ભેદ:અંકશાસ્ત્ર દ્વારા નામમાં નાનકડો ફેરફાર કરીને ભાગ્યવૃદ્ધિ, દામ અને નામ મેળવી શકાય છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

માનો યા ના માનો પરંતુ અંકશાસ્ત્ર તમારા જીવન પર સીધી અને આડકતરી અસર કરે જ છે. હું તમને એક એવા જાતકનું ઉદાહરણ આપું કે જેમના જીવનમાં અંક '6' અદભૂત કમાલ કરી ગયો. અમારી પાસે આવેલા આ જાતકે પોતાની નોકરી 15 તારીખે જોઈન કરેલી અને તેમના બોસની જન્મ તારીખ 6 મે હતી. વધુ આશ્ચર્ય એ વાતનું થયેલું કે તેમની પત્નીની જન્મ તારીખ પણ 24 જૂન હતી. એ ભાઈના તમામે તમામ કામ મોટા ભાગે અંક 6 ના પ્રભાવ હેઠળ થયેલા. ખાસ કરી અમે જોયું છે કે જે જાતકોના નામના અંકનો સરવાળો 4 કે 8 થાય અગર એવા જાતકો કે જેઓ સીધા અંક 4 કે 8ની અસર હેઠળ આવતા હોય તેઓના જીવનમાં અપ્સ-ડાઉન(ચઢતી પડતી)મોટા પાયે આવે છે. અંકશાસ્ત્રના સરળ-સીધા બંધારણ અનુસાર અંક 4 પર રાહુ અને અંક 8 પર શનિની માલિકી અને અસર છે. બોલો આ બંને ગ્રહો હેરાન કરવામાં કોઈને છોડે? અંક શાસ્ત્રની સિદ્ધિઓ નાની સુની નથી. આંકડો ફાંકડો બને તો ગમે તેવો રાંકડો હોય તો પણ આસમાને બેસાડે અને જો તમે ક્રૂર ગ્રહના આંકડા હેઠળ આવતા હોવ તો જીવનમાં ઘોર નિરાશા આવે. એવા કેટલાય કિસ્સા છે કે જેમાં અંક 8 અને 8 અંકના સરવાળા હેઠળ રહેતા જાતકો અતિ નિષ્ફળ જીવન જીવતા હોય છે. હમણાંની જ વાત છે એક ભાઈ જૂન 2021 સુધી 22 નંબરના ભાડાના મકાનમાં રહેતા હતા અમે તેમને સમજાવ્યા કે ભાઈ આ રાહુનો અંક છે અને તમને આશ્ચર્ય થશે કે તે ભાઈ જુલાઈથી ફરી ભાડાના મકાનમાં જ રહે છે પણ મકાનનો નંબર 25 અર્થાત ટોટલ '7' થાય અને તેમના બધા જ કામ હવે આસાન બન્યા છે.

(ડો.પંકજ નાગર ગુજરાતમાં અનેક અખબારોમાં કોલમ લખે છે અને સાથે સાથે 37 વર્ષનો અનુભવ પણ ધરાવે છે)

અંકશાસ્ત્રની સફળતાનો એક અદભૂત અને અનુભવસિદ્ધ કિસ્સો તમારી સમક્ષ રજુ કરું છું
અંકશાસ્ત્રના અનુસંધાને આજે વાસ્તવિક અને સફળ કિસ્સા વિશે વિચારીએ. આજે અમે જેની વાત કરીશું એ સફળ દીકરીનું નામ છે પંક્તિ. અંકશાસ્ત્રની અપ્રતિમ સફળતા-ઉન્નતિ અને પ્રગતિના પર્યાયનું નામ એટલે પંક્તિ. જ્યારે પંક્તિ નિરાશ અને નિષ્ફળ હતી અને ટાઈટેનીક જહાજની માફક એની કારકિર્દી ડૂબતી હતી તેવા સમયે અંકશાસ્ત્રની ગણતરીઓના ગણિતે તેની જિંદગીનું ગણિત બદલી તેને સફળ બનાવેલી આવો સફળતાની ઉક્તિ અર્થાત પંક્તિના ન્યુમેરોલોજીના કેસને સમજીએ. પંક્તિનો જન્મ ૦1-૦4-1973ના રોજ થયેલો અને અંગ્રેજીમાં તેનો સ્પેલિંગ P A N K T I થાય. જન્મ તારીખનો સરવાળો 25 થાય અને 25 એટલે 2+5=7 થાય. અંકશાસ્ત્ર મુજબ પંક્તિ જન્મ તારીખ અનુસાર અંક 7ની સીધી અસર હેઠળ આવે. અંક 7 એ અતિ શુભ અંક છે અને તેના પર નેપ્ચ્યુન ગ્રહની અસર છે.

નેપ્ચ્યુન સાથે સંકળાયેલા અંક 7ની દાસ્તાન પણ અજીબોગરીબ છે. સૂર કેટલા? તો સાત, મૂળ ગ્રહો કેટલા? તો સાત...અઠવાડિયાના વાર કેટલા? તો સાત...રાત્રે તમે આકાશ તરફ નજર કરો સપ્તઋષિ તારાનું મનોહર-આકર્ષક જૂથ નજરે પડે છે. આ તારાઓના ઝૂમખાની સંખ્યા કેટલી? જવાબ છે સાત...મેઘધનુષના રંગ સાત.., સમુદ્રની સંખ્યા સાત લો ભાઈ સાતના અંકની જમાત અને નાત બહુ મોટી થઇ ગઈ. અંકશાસ્ત્રમાં 7 જેવો કોઈ શુભ અંક નથી.

હવે પંક્તિના જન્માંક 7ની વાત કરીએ. જન્મ તારીખ મુજબ પંક્તિનો જન્મ 7ના અંક હેઠળ થયેલો પરંતુ તેના નામના સ્પેલિંગ P =8, A =1 , N=5 , K=2, T=4 અને I=1 નો સરવાળો 21 એટલે કે 3 થાય. અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા નામના અંક અને જન્મ તારીખના અંક વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે. પંક્તિના સ્પેલિંગનો સરવાળો 3 થાય અને જન્મ તારીખનો સરવાળો 7 થાય...પંક્તિની જન્મ તારીખમાં તો ફેરફાર કરી શકાય નહી પરંતુ નામની વેલ્યુમાં આસાનીથી બદલાવ લાવી શકાય. અમે પંક્તિને સુચન કર્યું કે તું તારા નામના સ્પેલિંગમા ફેરફાર કરવા તૈયાર હોય તો તને અવશ્ય સફળતા મળશે. પંક્તિ સહર્ષ સહમત થઇ અને પંક્તિના મૂળ સ્પેલિંગમાં (C) અને (I) આલ્ફાબેટ (મૂળાક્ષર)નો વધારો કર્યો... હવે PANKTI પોતાના વીઝીટીંગ કાર્ડ-લેટર પેડ અને અન્ય જગ્યાઓએ PANKTI ના બદલે પોતાના નામમાં વધારાના "C" અને "I" લખે છે અને છપાવે પણ છે.

નામના સુધારા સાથે અંકશાસ્ત્ર મુજબ "P A N C K T I I" ના નવા સ્પેલિંગનો સરવાળો સાત થાય અને તેની જન્મ તારીખ ૦1-૦4-1973નો સરવાળો પણ 7 થાય. આમ નામ અને જન્મ તારીખનું ટ્યુનીંગ (તાલમેલ)થયા બાદ આશ્ચર્યની અને ખુશીની વાત એ છે આજે પંક્તિના રોશની અને તેજ અમેરિકામાં પ્રસરી ગયા છે. અત્યારે તે શિકાગોમાં એક સોફ્ટવેર કંપનીની માલિક છે. જોયો ને કમાલ નામના ફેરફારનો? પંક્તિના નામના સ્પેલિંગમાં અમે ગુરુનો aphabet 'C' અને સૂર્યનો 'I' ઉમેર્યો કારણ કે પંક્તિએ પોતના સ્વપ્ન પૂર્ણ કરવા ગુરુની ગુરુતામાં ઝડપ ઉમેરવાની હતી અને પ્રસિદ્ધિ મેળવવા સૂર્યનો સહારો પણ જરૂરી હતો. આપણે અંકશાસ્ત્રના ઉપયોગ દ્વારા તેના નામના સ્પેલિંગમાં ફેરફાર કરી તેની ઉન્નતિ અને પ્રગતિએ ઝડપથી આસમાની સુલતાની આપી દીધી.

( આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે )