4 જાન્યુઆરી, બુધવાનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ- 1
ગણેશજી કહે છે કે, આજે તમે વિશેષ સફળતા પ્રાપ્ત કરવા માટે કઠોર મહેનત કરશો. ઘર માટે ખરીદી કરી શકો. પ્રિયજનની પરેશાનીમાં મદદ કરવાથી તમને ખુશી મળશે. નકારાત્મક લોકોથી દૂર રહો નહીંતર તમારા આત્મસન્માનને ઠેસ પહોંચી શકે છે. નિર્ણય લેવામાં તકલીફ લાગે તો વડીલની સલાહ લો.
શું કરવું - ગુરુ કે વડીલોના આશીર્વાદ લો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
--------------------------
અંકઃ- 2
ગણેશજી કહે છે કે, આજે તમારા દ્વારા લેવામાં આવેલ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય સારો સાબિત થઈ શકે છે. પરિજનોનો સહયોગ પણ તમારા માટે ફાયદાકારક રહેશે. તમે ઓફિસની ગતિવિધિઓમાં પણ ભાગ લઈ શકો છો. અતિ આત્મવિશ્વાસ તમને પરેશાનીમાં નાખી શકે છે. સ્થિતિઓને શાંતિથી હેન્ડલ કરો. સંવાદ કરતી વખતે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો. રોકાણ માટે સમય અનુકૂળ નથી.
શું કરવું - ગણેશજીને લાડુનો ભોગ લગાવો.
શુભ રંગઃ- બાદામી
શુભ અંકઃ- 11
--------------------------
અંકઃ- 3
ગણેશજી કહે છે કે, ઊતાવળને બદલે શાંતિથી પોતાના કામ કરવાનો પ્રયાસ કરો. બધા કામ સારી રીતે પૂરાં થશે. તમારું વલણ અને સંતુલિત વિચારસરણી સમસ્યાઓને ઉકેલવામાં સહાયક થશે. ધ્યાન રાખો કે વધુ વિચારોથી હાથ લપસી શકે છે એટલા માટે જરૂરી છે કે પ્લાનિંગની સાથે તેની શરૂઆત પણ કરવામાં આવે. અહંકારી હોવું કે પોતાને શ્રેષ્ઠ સમજવા તે યોગ્ય નથી.
શું કરવું - શિવ ચાલીસાનો પાઠ કરો.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 3
--------------------------
અંકઃ- 4
ગણેશજી કહે છે કે, પોતાની મન માફક ગતિવિધિઓમાં સારો સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ મળશે. કેટલીક નવી જાણકારી પણ પ્રાપ્ત થશે. બાળકો અને યુવા પોતાના અભ્યાસ અને કરિયર પર પૂરું ધ્યાન આપે. ઘણીવાર તમે બીજાની વાતોમાં આવીને પોતાને ચોટ પહોંચાડો છો. મનમાં નકારાત્મક વિચારો આવશે. ધૈર્ય અને સંયમ રાખો. પોતાના પર વિશ્વાસ કરો. નોકરીયાત લોકોનો સહયોગ મળશે.
શું કરવું - માતા સરસ્વતીની પૂજા કરો.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 9
--------------------------
અંકઃ- 5
ગણેશજી કહે છે કે, આજનો દિવસ મહિલાઓ માટે વિશેષ કરીને સુખ આપનારો રહેશે. નવી યોજનાઓ બનશે. જે લાભકારી રહેશે. તમારો વાત કરવાનો અંદાજ લોકોને આકર્ષિત કરશે. કામ વધુ રહેવાથી તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. જૂની નકારાત્મકતાને પોતાના પર હાવી ન થવા દો, વર્તમાનમાં જીવવાનું શીખો. કોઈપણ કામ ઊતાવળમાં પૂરું ન કરો. ઓફિસમાં તમારો પ્રભાવ રહેશે.
શું કરવું - સફેદ વસ્તુનું દાન કરો.
શુભ રંગઃ- આસમાની
શુભ અંકઃ- 21
--------------------------
અંકઃ- 6
ગણેશજી કહે છે કે, ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. તમારું પ્રદર્શન શ્રેષ્ઠ રહેશે. પાછલા દિવસોથી ચાલી આવતી દિનચર્યામાં હકારાત્મક ફેરફાર આવે. તમે સામાજિક ગતિવિધિઓમાં પણ સામેલ થશો. સંતાનના અભ્યાસના પ્રવેશને લઈને અસમંજસની સ્થિતિ રહેશે. આજે કોઈપણ પ્રકારની યાત્રા ન કરો, ધ્યાન રહે કે આળસ કે વધુ પડતી ચર્ચા તમારો સમય બરબાદ કરી શકે છે.
શું કરવું - શિવલિંગ પર દૂધ ચઢાવો. શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 3
--------------------------
અંકઃ- 7
ગણેશજી કહે છે કે, કઠોર મહેનત કરવા અને પોતાના ભવિષ્યના કેટલાક લક્ષ્યો માટે કામ કરવાથી તમને સફળતા મળશે. પારિવારિક મામલાઓમાં તમારો ઉત્સાહ સર્વોપરિ રહેશે. ભાઈઓની સાથે કોઈપણ પ્રકારનો વિવાદ અને તણાવ પેદા ન થવા દો. અત્યધિક શારીરિક ગતિવિધિઓ નુકસાનકારક સાબિત થઈ શકે છે. બાહ્ય લોકોની સાથે વ્યવહાર કરતી વખતે સાવધાન રહેજો. કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે તમારો ઉપયોગ કરી શકે છે. આ સમયે તમારે પોતાની કાર્યશૈલીમાં ફેરફાર લાવવાની જરૂર છે.
શું કરવું - માતા-પિતાના આશીર્વાદ લો.
શુભ રંગઃ- બ્રાઉન
શુભ અંકઃ- 7
--------------------------
અંકઃ- 8
ગણેશજી કહે છે કે, કેટલાક જૂના મતભેદો ઉકેલાશે. તમારું સમર્પણ અને સાહસ મોટા કામ પૂરાં કરાવી શકે છે. સંતાન સાથે જોડાયેલી કોઈપણ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત રહેશે. કોઈપણ શુભ સમાચાર મળી શકે છે. પોતાની જરૂરી વસ્તુઓ સેવ કરો. સપનાઓની દુનિયાથી બહાર આવીને હકીકત સમજવાનો પ્રયાસ કરો. કોઈ બીજા પર ભરોસો ન કરવાથી દુઃખ મળી શકે છે.
શું કરવું - ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો.
શુભ રંગઃ- ક્રિમ
શુભ અંકઃ- 16
--------------------------
અંકઃ- 9
ગણેશજી કહે છે કે, આજે વિચારવા અને આત્મનિરિક્ષણ કરવાનો સમય છે. જો ટ્રાન્સફરની કોઈ યોજના હોય તો સમય સારો છે. કોઈ પ્રિય મિત્રની સાથે યાત્રા થાય અને જૂની યાદો ફરી તાજી થશે. તમારી માટે સારું એ રહેશે કે તમે બીજાની બાબતોમાં દખલઅંદાજી ન કરો. નહીં તો નુકસાન ઊઠાવવું પડી શકે છે. કોઈ ગરીબ સાથે વાદ-વિવાદ પણ નકારાત્મક પરિણામ આપી શકે છે. વેપારમાં આડચણો આવી શકે.
શું કરવું - માતા લક્ષ્મીની પૂજા કરો. શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 12
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.