તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેંગશુઈ:ઓફિસમાં ટેબલ ઉપર અને ઘરમાં પલંગ પાસે ફેંગશુઈ મરઘો રાખવો જોઇએ, તેનાથી પોઝિટિવિટી સાથે જ આત્મવિશ્વાસ વધે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેંગશુઈમાં મરઘાને સાહસનું પ્રતીક માનવામાં આવે છે, તેનાથી ઘરના દોષ દૂર થાય છે

ફેંગશુઈ ચાઇનાનું વાસ્તુ છે. આ વિદ્યા ભારતમાં પણ પ્રચલિત છે. તેમાં પક્ષીઓને પણ લકી માનવામાં આવે છે. ફેંગશુઈ નિષ્ણાત શીલા.એમ.બજાજના જણાવ્યાં પ્રમાણે ફેંગશુઈ ગેજેટ્સ ઘરમાં રાખવાથી અનેક દોષ દૂર થઇ શકે છે અને તેની શુભ અસરથી આપણાં આત્મવિશ્વાસમાં વધારો થઇ શકે છે.

આકરી મહેનત પછી પણ સફળતા મળી રહી ન હોય તો ફેંગશુઈ ટિપ્સ કામ આવી શકે છે. ફેંગશુઈમાં મરઘાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની મૂર્તિ ઘરમાં કે ઓફિસમાં રાખવામાં આવી શકે છે.

ઘર કે કાર્યસ્થળમાં ફેંગશુઈ મરઘો રાખવાથી નકારાત્મક ઊર્જાનો પ્રભાવ ઓછો છાય છે. પોઝિટિવ ઊર્જામાં વધારો થાય છે. ફેંગશુઈમાં તેને સાહસ, નિર્ભરતા, આત્મનિર્ણય અને દૃઢતાનું પ્રતીક માનવામાં આવે છે. તે સફળતા પ્રાપ્ત કરાવવામાં મદદગાર હોય છે.

મરઘાને ખૂબ જ વફાદાર માનવામાં આવે છે. તે આપણાં સ્વાસ્થ્ય, કામ અને રિલેશનશિપમાં આવતી પરેશાનીઓ ઉપર નજર જાળવી રાખે છે અને તેને આપણી સુધી પહોંચતાં અટકાવે છે.

ઓફિસમાં તેને પોતાના ટેબલ ઉપર રાખવો જોઇએ. તે તમને અન્ય લોકોથી વધારે લાભ અપાવી શકે છે. વેપારમાં આવી રહેલાં વિઘ્નો દૂર થઇ શકે છે.

ઘરમાં તેને પલંગ પાસે રાખવો જોઇએ. તેની શુભ અસરથી પરિવારમાં તાલમેલ જળવાયેલો રહે છે. મન શાંત રહે છે અને તે ઘરની સુંદરતા પણ વધારે છે.

જે લોકો પોતાના દુશ્મનોથી પરેશાન છે, તેમને ફેંગશુઈ મરઘો ઘરમાં જરૂર રાખવો જોઇએ. તેનાથી સાહસ વધે છે. અજાણ્યો ભય દૂર થાય છે. દુશ્મનોની યોજનાઓ નિષ્ફળ કરવાની શક્તિ મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો