ભાગ્યના ભેદ:ફાધર્સ ડે; જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય એ પિતાનો કારક છે અને શનિ એ પુત્રનું પ્રતિનિધિત્વ કરે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જ્યોતિષશાસ્ત્રમાં પિતા અને પુત્રના સંબંધોને સૂર્ય અને શનિના સંબંધો કહે છે, સૂર્ય એ પિતાનો કારક છે અને શનિ એ પુત્રનું પ્રતિનિધિત્વ કરે છે
  • પિતા વાસુદેવે શ્રીકૃષ્ણને ટોપલામાં ઊચકી જળમાર્ગ પાર કર્યો હશે ત્યારે ખાત્રી છે કે શ્રીકૃષ્ણ પણ બોલ્યા હશે “મેરે પાસ બાપ હૈ“

“મેરે પાસ માં હૈ“ ફિલ્મ દીવારમાં શશીકપુરના મુખે બોલાયેલા ઉપરોક્ત ડાયલોગ બાદ સિનેમા હોલમાં તાળીઓના ગડગડાટ વચ્ચે માના વાત્સલ્ય અને સ્નેહને વધાવી લેવામાં આવે છે. તો ફિલ્મ શહેનશાહનો પેલો ડાયલોગ "રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ...નામ હૈ શહેનશાહ. ખરેખર દુનિયામાં બાપ જેવો કોઈ શહેનશાહ નથી. અમારી પાસે એવા બાપ પણ છે કે જેની તાળીઓના ગડગડાટથી સ્વર્ગ અને પૃથ્વીને પણ ધ્રુજવું પડે. ભલે ઇતિહાસ યશોદાને પાલકમાતા તરીકે નવાજે કે દેવકીને જન્મમાતા કે દાતા કહે પણ જ્યારે પિતા વાસુદેવે ભગવાન શ્રીકૃષ્ણને ટોપલામાં ઊચકી જળમાર્ગ પાર કર્યો હશે ત્યારે અમને ખાત્રી છે કે શ્રીકૃષ્ણ પણ બોલ્યા હશે “મેરે પાસ બાપ હૈ“

(ફાધર્સ ડે પર લેખ લખનાર ડો. પંકજ નાગર જ્યોતિષશાસ્ત્રમાં કાશી બનારસ વિશ્વ વિદ્યાલય દ્વારા Phd ની ડીગ્રી ધરાવે છે અને ડો.રોહન નાગર લંડનમાં આયુર્વેદમાં મોટું નામ ધરાવે છે )

શનિ એ વિયોગ, દુઃખ, કષ્ટ અને પીડાનો કારક છે એટલે જ રામ જેવા પનોતા પુત્રએ મહાન પિતા દશરથને પુત્ર વિરહ આપી મોક્ષ માર્ગી બનાવ્યાં
શનિ એ વિયોગ, દુઃખ, કષ્ટ અને પીડાનો કારક છે એટલે જ રામ જેવા પનોતા પુત્રએ મહાન પિતા દશરથને પુત્ર વિરહ આપી મોક્ષ માર્ગી બનાવ્યાં

જ્યોતિષશાસ્ત્રમાં પિતા અને પુત્રના સંબંધોને સૂર્ય અને શનિના સંબંધો કહે છે કારણ કે સૂર્ય એ પિતાનો કારક છે અને શનિ એ પુત્રનું પ્રતિનિધિત્વ કરે છે. શનિ એ વિયોગ, દુઃખ, કષ્ટ અને પીડાનો કારક છે એટલે જ રામ જેવા પનોતા પુત્રએ મહાન પિતા દશરથને પુત્ર વિરહ આપી મોક્ષ માર્ગી બનાવ્યાં. કારણ કે પુત્ર (શનિ)નું કામ જ પિતા(સૂર્ય)ને પીડા આપવાનું છે. બોલો અહીં બાપની કેટલી મહાનતા છે કે પુત્રના વિરહમાં દેહ ત્યાગે છે અર્થાત રઘુકુલ નીતિ પ્રાણ જાય પર વચન ના જાય. બોલો આને કહેવાય બાપ(પિતા).

શેક્સ પિયરના મતે “ધ મોસ્ટ બ્લડીએસ્ટ રીલેસન્સ ઓવર ધ વર્લ્ડ આર બ્લડ રીલેસંસ” અર્થાત દુનિયામાં લોહીના સંબંધો સૌથી વધુ લોહિયાળ હોય છે
શેક્સ પિયરના મતે “ધ મોસ્ટ બ્લડીએસ્ટ રીલેસન્સ ઓવર ધ વર્લ્ડ આર બ્લડ રીલેસંસ” અર્થાત દુનિયામાં લોહીના સંબંધો સૌથી વધુ લોહિયાળ હોય છે

પિતા એટલે સૂર્ય અને આથી જ પિતાના પ્રકાશથી પુત્ર ઉજળો દેખાતો હશે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં પુત્ર એટલે શનિ એટલે જ આખી જિંદગી પુત્ર પિતાને તેની ચિતા સુધી ચિંતામાં રાખતો હોય છે. જ્યોતિષમાં જો સૌથી વધુ કોઈ કષ્ટદાયી સંબંધો હોય તો તે શનિ અને સૂર્યના છે. શનિ (પુત્ર)એ સૂર્યનું જ વીર્યબિંદુ હોઈ આ બંને ગ્રહો વચ્ચે લોહીના સંબંધો(બ્લડ રીલેસન્સ)કહેવાય. પણ અહીં પેલા મહાન કવિ લેખક ફિલોસોફર શેક્સ પિયરની વાત શનિ સૂર્યના સંબંધને લઈ તદ્દન સાચી લાગે છે. શેક્સ પિયરના મતે “ધ મોસ્ટ બ્લડીએસ્ટ રીલેસન્સ ઓવર ધ વર્લ્ડ આર બ્લડ રીલેસંસ” અર્થાત દુનિયામાં લોહીના સંબંધો સૌથી વધુ લોહિયાળ હોય છે.

એની વે ફાધર્સ ડે ના દિવસે પિતા માટે સન્માનની સલામ સમાન ઉચ્ચારણોમાં લિયો ટોલ્સટોય કહે છે

ફાધરને કોઈ પિતા કહે તો કોઈ બાપા તો કોઈ બાપુના નામથી સંબોધે પણ દરેક સંબોંધનમાં પ્રેમ-સ્નેહના તાણાવાણાનો સંબંધ તો મધુર અને અકબંધ જ રહે છે
ફાધરને કોઈ પિતા કહે તો કોઈ બાપા તો કોઈ બાપુના નામથી સંબોધે પણ દરેક સંબોંધનમાં પ્રેમ-સ્નેહના તાણાવાણાનો સંબંધ તો મધુર અને અકબંધ જ રહે છે

ફાધરને કોઈ પિતા કહે તો કોઈ બાપા તો કોઈ બાપુના નામથી સંબોધે પણ દરેક સંબોંધનમાં પ્રેમ-સ્નેહના તાણાવાણાનો સંબંધ તો મધુર અને અકબંધ જ રહે છે. ફાધર્સ ડે પર પિતાના નામને સાચી વાચા આપવા આપણે આપણાં રાષ્ટ્ર પિતા પૂ.બાપુ એટલે મહાત્મા ગાંધીને યાદ કરવા જ જોઈએ કારણ કે ગાંધી બાપુ એક એવા વૈશ્વિક પિતા છે કે જેમણે કરોડો સંતાનોને આઝાદી અપાવી અને સ્વતંત્ર શ્વાસનો એહસાસ કરાવ્યો. એક એવા પિતા કે જેમણે કરોડો સંતાનોને તેમનો હક અપાવવા બલિદાનને પ્યારું ગણી ઈતિહાસમાં પિતાના નામને અમરત્વનું અમૃત પીવરાવ્યું.

કુંડળીના મહાવીર ગ્રહોએ આપણને મહાત્મા આપ્યા અને એક એવા પિતા કે જે માત્ર અને માત્ર ભારતની પ્રજાને મળ્યા.
કુંડળીના મહાવીર ગ્રહોએ આપણને મહાત્મા આપ્યા અને એક એવા પિતા કે જે માત્ર અને માત્ર ભારતની પ્રજાને મળ્યા.

રાષ્ટ્ર પિતા પૂ.બાપુનો જન્મ તુલા લગ્નમાં થયેલો છે. લગ્ને મંગળ બુધ અને શુક્રની યુતિ બીજા બારમા અને લગ્ન ઉપરાંત સાતમા-આઠમા સ્થાનના અધિપતિ ગ્રહોનો સંબંધ, જન્મ કુંડળીમાં ભાગ્યે જ જોવા મળતો ગ્રહોનો આવો સંબંધ એટલે મહાત્માજીનું મક્કમ અને ન્યાયપ્રિય વ્યક્તિત્વ. દસમે રાહુ બૃહદ પારાશરી અને ચમત્કાર ચિંતામણિ નામના ગ્રંથોમાં વર્ણવેલો રાજયોગ. દસમા સ્થાનનો માલિક ગ્રહ અગિયારમે લાભ સ્થાનમાં અને લાભ સ્થાનનો માલિક ગ્રહ બારમે અને વ્યય સ્થાનનો અધિપતિ ગ્રહ લગ્ને અને દેહનો (લગ્ન સ્થાનનો)માલિક ગ્રહ લગ્ને જ હોય આવો અદ્દભુત યોગ અમે કોઈ કુંડળીમાં ભાગ્યે પણ જોયો નથી. જગતની મોટા ભાગની વિભૂતિઓ જન્મકુંડળીમાં મંગળ બુધનો સંબંધ ધરાવે છે કે જે પૂ.બાપુની કુંડળીમાં છે. જન્મ કુંડળીના બારમાં સ્થાનમાં સૂર્ય અને બીજે શનિ એટલે ક્રાંતિવીર માણસ અને માનસ. કુંડળીના મહાવીર ગ્રહોએ આપણને મહાત્મા આપ્યા અને એક એવા પિતા કે જે માત્ર અને માત્ર ભારતની પ્રજાને મળ્યા. આવો આજે આપણે ફાધર્સ ડે નિમિત્તે પૂ.બાપુને યાદ કરી સંતાન તરીકે ગર્વ અને ગૌરવ લઈએ.

(આ લેખ ડો.પંકજ નાગર અને ડો.રોહન નાગર દ્વારા drpanckaj@gmail.com ના એડ્રેસ હેઠળ પબ્લીશ કરવામાં આવ્યો છે.)