રાશિ પરિવર્તન:10 વર્ષ બાદ વૃશ્ચિકમાં બુધ, સૂર્ય, કેતુ ગ્રહનો સંયોગ, મેષ, વૃષભ સહિત 9 રાશિના જાતકોને આવકમાં વધારો થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃશ્ચિક રાશિમાં બુધ ગ્રહ 20 દિવસ સુધી ભ્રમણ કરશે
  • નાના-મોટા સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓ માટે શુભ સમય ગણી શકાય. તેઓની આવકમાં વૃદ્ધિ સૂચવે છે

ગ્રહમંડળમાં અતિ સૌમ્ય એવા બુધ ગ્રહનું 21મીએ વહેલી સવારે 4.51 કલાકથી વૃશ્ચિક રાશિમાં સતત 20 દિવસનું પરિભ્રમણ શરૂ થયું છે. 10 વર્ષ બાદ એવો સંયોગ રચાયો છે કે બુધ, સૂર્ય અને કેતુની મંગળની રાશિ વૃશ્ચિકમાં યુતિ સર્જાઈ છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર, વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ હોવાથી બુધ માટે શત્રુ રાશિ હોવાથી વાદ-વિવાદ તેમજ અકારણ ઝઘડા થવાની સંભાવના બની શકે છે. સૂર્ય સાથે બુધની યુતિ થવાથી વિદ્યાર્થી વર્ગ માટે શુભમય બનશે. નાના-મોટા સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓ માટે શુભ સમય ગણી શકાય. તેઓની આવકમાં વૃદ્ધિ સૂચવે છે. લાંબા સમયથી અટકેલા વીલ વારસાના વિવાદી કિસ્સાઓનો નિકાલ આવે. ડાયાબિટીસ, લીવરના દર્દીઓએ ખાસ સંભાળવું. ચંદ્ર રાશિથી દરેક રાશિના જાતકોને કેવું ફળશે તે અંગે જણાવતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર..

મેષઆકસ્મિક આવકમાં વધારો. ભાગ્ય પરિવર્તનની શુભ તક. ટૂંકો ધાર્મિક પ્રવાસ થાય જે લાભદાયી નીવડે.
વૃષભઋતુગત બીમારી સાથે ગળાને લગતી તકલીફો વધે. નાણાકીય સ્થિતિ ધીમે-ધીમે સુધરતી જણાય. લગ્ન જીવન સુખમય બની રહે.
મિથુનનોકરિયાત વર્ગ માટે ઉન્નતીકારક સમય. શત્રુ પર વિજય થાય. વિદેશથી શુભ સમાચાર.
કર્કઅકારણ શંકાશીલ સ્વભાવ વધારે થતો જણાય. સંતાન પાછળ દવા-દારૂ પાછળ ખર્ચ વધે.
સિંહનાણાકીય શુભ તક વધે. માનસિક ઉદ્વેગ વધવાથી ઊંઘ ઓછી આવે. ધંધો સારો ચાલે.
કન્યાજૂના સંબંધો ફરીથી બગડે. દેવ મંદિરના કામકાજમાં સમય જાય. માનસિક સ્થિતિ બગડે.
તુલાવેપારીઓને શુભ સમય. આંખોમાં નાની મોટી તકલીફો આવે. વિલ વારસો મેળવવા માટે વાતો ચાલે.
વૃશ્ચિકમાતાની તબિયત સાચવવી. મહત્ત્વના લાંબા સમયના પ્રશ્નો ઉકેલાય. નોકરિયાત માટે શુભ સમય.
ધનનોકરીમાં ટ્રાન્સફર થઇ શકે. ઉપરી અધિકારી સાથે સંબંધો બગડે. વ્યસન આવી શકે. જાવક વધે.
મકરજૂની શારીરિક તકલીફો વધે. નોકરી-ધંધામાં સારી પ્રગતિ થાય. અનઅપેક્ષિત ખર્ચા વધે.
કુંભનજીકના મિત્રોનો સાથ સહકાર મળે. મહત્ત્વની તક મળતી જણાય. મોસાળમાં મુલાકાત સંભવ.
મીનવ્યાજ, વટાવ, દલાલીની આવકમાં આકસ્મિક વધારો થાય. શુભ સમાચાર યેન કેન પ્રકારે આવે. ચામડીને લગતી સમસ્યા રહે.

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે