તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • East Direction Is Considered Auspicious For The Image Or Idol Of Suryadev And North east Direction Is Considered Auspicious For The Idol Of Ganesha.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાસ્તુ:સૂર્યદેવની તસવીર કે મૂર્તિ માટે પૂર્વ દિશા અને ગણેશજીની મૂર્તિ માટે ઉત્તર-પૂર્વ દિશા શુભ મનાય છે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાસ્તુમાં બધી જ વસ્તુઓ માટે શુભ સ્થાન ઉલ્લેખવામાં આવ્યાં છે, બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવી જોઇએ

વાસ્તુ શાસ્ત્રમાં ઘરની બધી જ વસ્તુઓ સાથે જોડાયેલાં નિયમો ઉલ્લેખવામાં આવ્યાં છે. જો આ નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરના અનેક વાસ્તુ દોષ દૂર થઇ શકે છે. જો ઘરની વસ્તુઓ ખોટી જગ્યાએ કે ખોટી દિશામાં રાખવામાં આવે તો ઘરમાં નેગેટિવિટી વધે છે. કલકત્તાની એસ્ટ્રોલોજર ડો. દીક્ષા રાઠી પ્રમાણે જાણો 5 શુભ વસ્તુઓ અને તેમના માટે ઘરમાં શુભ દિશાઓ. આ વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખવાથી ઘરમાં પોઝિટિવ ઊર્જા વધે છે.

> ભગવાન ગણેશની મૂર્તિ કે તસવીર રાખવી હોય તો ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં સિંદૂરી ગણેશજીની તસવીર લગાવવી જોઇએ. ગણેશજીની મૂર્તિ ઘરમાં કે મંદિરમાં ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત કરવી શુભ રહે છે.

> સૂર્યદેવ સાથે સાથ ઘોડાની તસવીર શુભ મનાય છે. આ તસવીરને પૂર્વ દિશામાં રાખવી જોઇએ. જેથી ઘરમાં પોઝિટિવ ઊર્જાનો સંચાર થાય છે. પૂર્વ દિશાથી જ સૂર્યોદય થાય છે.

> ઘરના હોલમાં કે બેઠક રૂમમાં પહાડ કે ઉડતા પક્ષીની તસવીર લગાવવી જોઇએ. આ સિવાય હોલમાં કે બેડરૂમમાં ભગવાન શ્રીકૃષ્ણની બાળ લીલાઓ દર્શાવતી અને રાધા-કૃષ્ણની તસવીર પણ લગાવી શકાય છે.

> દીવો, ધૂપ-અગરબત્તી જેવી પૂજામાં ઉપયોગ થતી વસ્તુઓને ઘરના આગ્નેય એટલે દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવી જોઇએ.

> ઘરમાં તુલસીનો છોડ યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો વાસ્તુદોષ વધે છે. ઘરની અગાસી ઉપર અથવા ફળિયાની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ વાવવો શુભ મનાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો