સ્વામી વિવેકાનંદની શીખ:ધન કમાઓ પરંતુ ઈમાનદારી અને આત્મ સન્માન પણ ટકાવી રાખો, ત્યારે સુખ-શાંતિ મળી શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્વામી વિવેકાનંદ પોતાના ઉપદેશોમાં ઘણીવાર કહેતાં હતાં કે ધન કમાવું જોઈએ. એક દિવસ તેમના એક શિષ્ય આ વાત સાંભળી રહ્યાં હતા તો તેમને પૂછ્યું કે તમે તો સંન્યાસી છો અને તમે જ કહી રહ્યાં છો કે ધન કમાઓ. આ વાત તો મારી સમજમાં નથી આવતી.

વિવેકાનંદજીએ કહ્યું કે ધન કમાવું જોઈએ અને ધન બે પ્રકારના હોય છે. પહેલું ધન છે, જેનાથી આપણું જીવન ચાલે છે, જેનાથી ખાન-પાન અને રહેવાનો ખર્ચ ચાલે છે. બીજું ધન છે, જેનાથી આપણુ ચરિત્ર સારું રહે છે. આ બંને ધન આપણે કમાવા જોઈએ.

સ્વામીજીએ પોતાની વાત સમજાવવા માટે એક કહાની પણ એ શિષ્યને સંભળાવી. તેમને કહ્યું કે એક વેપારી પોતાના નોકરની સાથે ઊંટ ખરીદવા માટે ગયો અને તેમને એક ઊંટ પસંદ કર્યો. ઊંટ ખરીદીને પોતાના ઘરે લઈ ગયો. ઘર પહોંચીને એ વેપારીએ ઊંટની પીઠની ગાદી હટાવી તો ત્યાં એક હીરોથી ભરેલી થેલી મળી.

વેપારીએ હીરો જોયા તો તે સમજી ગયો કે આ ઊંટના માલિકના જ છે. વેપારીના નોકરને હીરા જોયા તો તે ખૂબ જ ખુશ થઈ ગયો. તેને કહ્યું કે આપણે તો ઊંટની સાથે ખજાનો પણ મળી ગયો છે.

વેપારીએ તેને કહ્યું કે આપણે માત્ર ઊંટ ખરીદીને લાવ્યાં છીએ, આ હીરો પર આપણો કોઈ હક નથી. એટલા માટે આપણે પાછા આપવા પડશે.

વેપારી તરત જ હીરોની થેલી લઈને ઊંટ વેચનાર પાસે પહોંચી ગયો અને થેલી પાછી આપી દીધી. ઊંટના વેપારીએ પોતાના ગ્રહકની ઈમાનદારી જોઈને ખૂબ જ ખુશ થયો. તેને ગ્રાહકને એક હીરો આપવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ ઈમાનદાર વેપારીએ હીરો લેવાની ના પાડી દીધી.

જ્યારે હીરોના માલિકે વારંવાર હીરો રાખવાની વાત કહી તો ઊંટ ખરીદનારને રહ્યું કે મેં તો પહેલાંથી જ બે હીરો રાખી લીધા છે. આ વાત સાંભળતા જ માલિકે ગુસ્સો આવી ગયો. તેને તરત જ થેલીના હીરો ગણ્યા તો હીરો પૂરાં હતાં. હીરોના માલિકે કહ્યું કે થેલીમાં હીરા પૂરાં છે, તમે કયાં બે હીરો રાખ્યાં છે?

ઊંટ ખરીદનાર વેપારી બોલ્યો કે મેં ઈમાનદારી અને આત્મ સન્માન નામના બે હીરા રાખ્યાં છે. મારા પાસે આ બે હીરા છે, એટલા માટે તમને પૂરાં હીરા મળ્યાં છે.

પ્રસંગની શીખ-

આ કહાની સાંભળ્યાં પછી વિવેકાનંદજી બોલ્યા કે ઈમાનદારી અને આત્મ સન્માન પણ ધન જેવા જ હોય છે. આપણે તેને ટકાવી રાખવા જોઈએ. ત્યારે જીવનમાં સુખ-શાંતિ મળી શકે છે.