દિવાળીને આડે ફકત 22 દિવસ જ રહ્યા છે. રાત થોડી છે ને વેશ જાજા!! જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા પ્રમાણે, શ્રદ્ધાળુ ભક્તો નવરાત્રિનું અનુષ્ઠાન અલગ-અલગ નિયમ અનુસાર કરતા હોય છે. મંદીનો માહોલ વધતો જાય છે અને દિવાળી કેવી રીતે ઊજવવી એની સૌ ચિંતામાં છે? વિ.સં.2078ને વધારે લાભદાયી, યશસ્વી તથા શુકનવંતી બનાવવા માટે શુભ મૂહુર્તો નીચે મુજબ છેઃ
દશેરાના દિવસે તા.15/10/2020, શુક્રવાર શુભ મુહૂર્તમાં વેપારી વર્ગ વિ.સં. 2078ના વર્ષ માટે ચોપડા નોંધાવશે, ખરીદી પણ કરશે. વેપારીએ શુકનના ચોપડાની ખરીદી કરવા જતાં પહેલાં શુકનના પતાસા ખાઈને રિદ્ધિ-સિદ્ધિના દાતા ગણેશજીને ઘીનો દીવો પ્રગટાવવો અને દર્શન કર્યા પછી જ ચોપડાનો ઓર્ડર નોંધાવવો કે ચોપડા લેવા માટે જવું. આ વર્ષે નૂતન વર્ષ, લાભપાંચમ અને સાતમે શુભ મુહૂર્તમાં વેપારીઓ પેઢીનું મુહૂર્ત શુભ ચોઘડિયામાં કરશે. ચોપડા નોંધાવવા, ખરીદવા, શસ્ત્રપૂજા અને વાહનોની પૂજા માટેનાં શુભ મુહૂર્ત નીચે મુજબ જણાવ્યાં છે. શમી, શાસ્ત્ર, ઘોડા તથા વાહન વગેરે પૂજનનો ઉત્તમ દિવસ તેમજ ચોપડા નોંધાવવા કે ખરીદવા કે કોઈપણ નવા કાર્યનો શુભારંભ કરવા માટે અતિઉત્તમ દિવસ નવા વર્ષના ચોપડા ખરીદવાનો શ્રેષ્ઠ મુહૂર્ત કહી શકાય.
આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.