પોષ માસની મૌની અમાસે ધર્મ-કર્મ માટે ખાસ માનવામાં આવે છે. અમાસ તિથિના સ્વામી પિતૃ માનવામાં આવે છે. એટલા માટે પિતૃઓની શાંતિ માટે આ દિવસે તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. તો પિતૃદોષ અને કાળસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 21 જાન્યુઆરી, શનિવારે છે. આ દિવસે શનિ સ્વયં પોતાની રાશિ અર્થાત્ કુંભમાં રહેશે. જેનાથી શનિ અમાસનું મહત્વ વધી ગયું છે.
શનિવારે અમાસનો સંયોગ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે શનિવારે પડનારી અમાસને શનૈશ્ચરી અમાસ કહેવામાં આવે છે. આ એક મહાપર્વ સમાન છે. આ સંયોગમાં તીર્થ અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી જાણતાં-અજાણતાં થયેલાં દરેક પ્રકારના પાપ સમાપ્ત થઈ જાય છે. શનિદેવનો જન્મ અમાસ તિથિએ થયો હતો એટલે શનિના અશુભ પ્રભાવો અને દોષોથી છુટકારો મેળવવા માટે પોષ માસની શનિશ્ચરી અમાસ મહાપર્વ સમાન ગણાય છે.
જ્યોતિષીય દ્રષ્ટિએ પણ ખાસ રહેશે આ પર્વ
ડો. મિશ્રનું કહેવું છે કે પોષ માસની શનિશ્ચરી અમાસ પર શનિ પોતાની જ રાશિ અર્થાત્ કુંભમાં સ્થિત રહેશે. જે ખૂબ જ શુભ સ્થિતિ છે. આવો સંયોગ 27 વર્ષ પહેલાં 20 જાન્યુઆરી 1996ના રોજ બન્યો હતો. હવે આવી સ્થિતિ આગામી 31 વર્ષ પછી 7 ફેબ્રુઆરી 2054ના રોજ બનશે.
આ અઠવાડિયે 17 તારીખે શનિદેવે પોતાની જ રાશિ અર્થાત્ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. જેનાથી મકર, કુંભ અને શનિ રાશિવાળા પર સાડાસાતી છે. કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર ઢૈય્યા શરૂ થઈ ગઈ છે. આ રાશિના લોકોને પરેશાનીઓથી રાહત મેળવવા માટે 21 જાન્યુઆરીએ શનિશ્ચરી અમાસના દિવસે શનિદેવની પૂજા અને દાન કરવા જોઈએ.
શનિ અમાસ પર તલ અને કામળાનું દાન કરો
શનિ અમાસ પર કાળા કપડાં, કાળો કામળો, લોખંડના વાસણો દાન કરો. પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ. સરસિયાના તેલનો દીવો પીપળાની નીચે પ્રગટાવો અને ઝાડની સાત પરિક્રમા કરો. ॐ शनैश्चराय नमः મંત્ર બોલીને શનિદેવની મૂર્તિ પર તલ કે સરસિયાનું તેલ ચઢાવો. લોખંડ કે કાંસાના વાસણમાં તલનું તેલ ભરીને તેમાં પોતાનો ચહેરો જુઓ અને તેલનું દાન કરો. કાળી અડદની દાળની ખીચડી બનાવીને વહેંચી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.