16 નવેમ્બર સુધી બુધ અને શુક્ર એકબીજાની રાશિમાં રહેશે. ગ્રહોની આ સ્થિતિ 23 ઓક્ટોબરથી બની રહી છે. પરંતુ નવેમ્બરના બીજા સપ્તાહ અને ત્રીજા સપ્તાહમાં તેની અસર વધી જશે. જ્યોતિષમાં બુધને બુદ્ધિ, વાણી, યોજનાઓ, અર્થવ્યવસ્થા, બિઝનેસ, ષડયંત્ર, ગણના અને કૂટનીતિ બનાવનાર ગ્રહ પણ કહેવામાં આવ્યો છે. ત્યાં જ, શુક્રને સુખ, વિલાસિતા, વૈભવ આપનાર અને ખર્ચ કરાવનાર ગ્રહ કહેવામાં આવ્યો છે. આ બંને ગ્રહોના કારમે દરેક વ્યક્તિના દિમાગમાં કોઇ ખાસ કામને લઇને યોજનાઓ, કૂટનીતિ અને ષડયંત્ર ચાલી રહ્યા છે. સાથે જ, રૂપિયાના રોકાણ અથવા ખર્ચ સાથે જોડાયેલી સ્થિતિઓ પણ બની રહી છે. ગ્રહોની આવી સ્થિતિને સમજીને લેવડ-દેવડ, રોકાણ, ખર્ચ અથવા કોઇ કામ કરવામાં આવે તો તેમાં નુકસાનથી બચી શકાય છે.
કૂટનીતિ અને યોજનાઓઃ-
ગ્રહોની આ સ્થિતિ અનેક પ્રકારથી લોકોને પ્રભાવિત કરે છે. પરંતુ હાલ તેના કારણે ખાસ કરીને વાતાવરણમાં રાજનૈતિક પ્રભાવ અને તણાવ વધી રહ્યો છે. વિશ્વ સ્તરથી લઇને સામાન્ય લોકો સુધી ગ્રહોની આ અસર થઇ શકે છે. ગ્રહોની આ સ્થિતિના કારણે દરેક પોત-પોતાની રીતે આસપાસની વસ્તુઓને બદલવાની કોશિશમાં જોડાયેલાં છે. જેના માટે દરેક વ્યક્તિ વાણી અને કૂટનીતિનો ઉપયોગ કરી રહ્યા છે. શુક્ર અને બુધનો સંબંધ બનવાથી અનેક લોકોનો સમય ષડયંત્ર, રાજનીતિ, કૂટનીતિ અને યોજનાઓ બનાવવામાં પસાર થઇ રહ્યો છે. એટલે સામાન્ય લોકોથી લઇને ખાસ સુધી, દરેક વ્યક્તિએ સમજી-વિચારીને અને સાવધાની સાથે નિર્ણય લેવા જોઇએ.
લેવડ-દેવડ અને રોકાણઃ-
આ ગ્રહોના કારણે અનેક લોકોની આર્થિક સ્થિતિઓમાં પણ ફેરફાર થઇ રહ્યો છે. બુધ અને શુક્રના કારણે આર્થિક બજેટ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. લેવડ-દેવડ, રોકાણ અથવા ખર્ચ દરેક મામલે સમજી-વિચારીને જ નિર્ણય લેવા પડશે. આ બે ગ્રહોના કારણે થોડાં લોકોને ધનલાભ તો થશે પરંતુ રૂપિયા ગુંચવાઇ શકે તેવી સ્થિતિ પણ બની શકે છે. થોડાં લોકોએ કરેલું રોકાણ ખોટું સાબિત થઇ શકે છે. ત્યાં જ, થોડાં લોકોને ઓછા ખર્ચમાં વધારે ફાયદો મળી શકે છે.
ખરીદારી અને ખર્ચઃ-
આ ગ્રહોના પ્રભાવથી જ ખરીદારીની યોજનાઓ બને છે. તેના કારણે થોડાં લોકો પોતાની બચત અથવા પ્લાનિંગથી વધારે ખર્ચ કરી શકે છે. કેમ કે, આ ગ્રહોના કારણે ખરીદારી કરતી સમયે કિંમતથી ધ્યાન હટી જાય છે અથવા કિંમત ઓછી લાગે છે. આ ગ્રહોના કારણે જ વ્યક્તિ ખરીદારી કરતી સમયે કઇ વસ્તુની સુંદરતા, ગુણવત્તા, ઉપયોગિતા અને ભવિષ્યમાં તેનો પોતાના સાથે લગાવને લઇને વધારે કાલ્પનિક થઇ જાય છે. એટલે સૌથી પહેલાં તે વસ્તુની કિંમતથી ધ્યાન હટી જાય છે. આ પ્રકારે કોઇપણ વ્યક્તિ પોતાની કલ્પનાઓને પૂર્ણ કરવા માટે પોતાની બચત અને સંસાધનોનો ઉપયોગ કરવા લાગે છે.
આ પણ વાંચોઃ-
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.