તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તહેવાર:14 મેના રોજ વૃષભ સંક્રાંતિ, આ પર્વમાં અનાજ અને જળનું દાન કરવાથી બીમારીઓ દૂર થાય છે

9 મહિનો પહેલા
 • વર્ષભરમાં 12 સંક્રાંતિ હોય છે, વૃષભ રાશિમાં સૂર્ય આવે ત્યારે વૃષભ સંક્રાંતિ ઉજવાય છે

14 મેના રોજ સૂર્ય રાશિ બદલીને વૃષભમાં આવી જશે. આ દિવસે વૃષભ સંક્રાંતિ ઉજવવામાં આવે છે. સંક્રાંતિ પર્વમાં સ્નાન, દાન, વ્રત અને પૂજા-પાઠનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્નાન કરી સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે. પરંતુ કોરોનાવાઇરસના કારણે નદીઓમાં સ્નાન કરવાથી બચવું જોઇએ અને ઘરના જ પાણીમાં ગંગાજળ અથવા અન્ય પવિત્ર નદીઓનું પાણી મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ. વૃષભ સંક્રાંતિએ પાણીમાં તલ નાખીને સ્નાન કરવાથી બીમારીઓ દૂર રહે છે અને લાંબી ઉંમર મળે છે.

સંક્રાંતિ શું હોય છેઃ-
સૂર્યના એક રાશિમાંથી બીજી રાશિમાં જવું સંક્રાંતિ કહેવાય છે. 12 રાશિઓ હોવાથી વર્ષભમાં 12 સંક્રાંતિ ઉજવવામાં આવે છે. એટલે દર મહિને સૂર્ય રાશિ બદલે છે. સૂર્યના રાશિ બદલવાથી ઋતુમાં પણ બદલાવ આવે છે. સાથે જ, દર સંક્રાંતિએ પૂજા-પાઠ, વ્રત-ઉપવાસ અને દાન કરવામાં આવે છે. ત્યાં જ, ધન અને મીન સંક્રાંતિના કારણે મળમાસ અને ખરમાસ શરૂ થઇ જાય છે. એટલે કે, એક મહિના સુધી માંગલિક કાર્ય થઇ શકતાં નથી.

વૃષભ સંક્રાંતિનું મહત્ત્વઃ-
હિંદુ કેલેન્ડર પ્રમાણે 14 અથવા 15 મેના રોજ વૃષભ સંક્રાંતિ ઉજવવામાં આવે છે. સૂર્યની ચાલ પ્રમાણે તેની તારીખ બદલતી રહે છે. આ દિવસે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ છોડીને વૃષભમાં પ્રવેશ કરે છે. વૃષભ સંક્રાંતિ વૈશાખ મહિનામાં આવે છે. આ મહિને સૂર્ય રોહિણી નક્ષત્રમાં આવે છે અને નવ દિવસ સુધી ગરમી વધે છે. વૃષભ સંક્રાંતિમાં જ ગ્રીષ્મ ઋતુ પોતાના ચરમ પર રહે છે. એટલે, આ દરમિયાન અનાજ અને જળનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો