શનિ સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ:શું શનિદેવ હંમેશાં અશુભ ફળ જ આપે છે? શનિના દર્શન કરતી વખતે કંઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ?

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

શનિદેવનું નામ સાંભળતાં જ લોકોના મનમાં ભય પેદા થઈ જતો હોય છે તેનું કારણ શનિને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. જે વ્યક્તિ પર શનિની નજર પડી જાય તેના જીવનમાં અચાનક અનેક પરેશાનીઓ આવી જાય છે. આ પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે તે વ્યક્તિને વધારે મહેનત કરવી પડે છે. શનિદેવ સાથે જોડાયેલ અનેક મિથક(ગેરમાન્યતાઓ) પણ છે. આ મિથકોની પાછળ ધાર્મિક અને મનોવૈજ્ઞાનિક તથ્ય છુપાયેલાં હોય છે. આજે અમે તમને શનિદેવ સાથે જોડાયેલ કેટલાક મિથકો વિશે જણાવી રહ્યાં છીએ. જે આ પ્રકારે છે....

શું શનિ હંમેશાં અશુભ ફળ જ પ્રદાન કરે છે?

લોકોની વચ્ચે એવી માન્યતા છે કે શનિદેવ હંમેશાં અશુભ ફળ જ પ્રદાન કરે છે, પરંતુ એવું નથી. જ્યોતિષ પ્રમાણે સનિદેવ કુંડળીમાં જે સ્થાન પર બેઠો હોય છે તે પ્રમાણે ફળ પ્રદાન કરે છે. જેની કુંડળીમાં શનિદેવ શુભ સ્થિતિમાં હોય છે, તેને પોતાના જીવનમાં અનેક સફળતાઓ પ્રાપ્ત થાય છે. શનિદેવની કૃપાથી જ લોકોને રાજપદ પ્રાપ્ત થાય છે.

શા માટે શનિદેવની સામે ઊભા રહીને દર્શન ન કરવા જોઈએ?

શનિદેવ વિશે એક માન્યતા એ પણ છે કે શનિદેવના દર્શન હંમેશાં એક તરફ ઊભા રહીને જ કરવા જોઈએ. આ માન્યતા પાછળ કારણ એ છે કે શનિદેવની દ્રષ્ટિમાં દોષ છે, જેની પર પણ શનિની દ્રષ્ટિ પડે છે, તેના ખરાબ દિવસ શરૂ થઈ જાય છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે શનિદેવના દર્શન ક્યારેય સામે ઊભા રહીને ન કરવા જોઈએ પણ એક તરફ ઊભા રહીને જ કરવા જોઈએ.

શું શનિની સાડાસાતી અશુભ હોય છે?

મોટાભાગના લોકો શનિની સાડાસાતીને અશુભ માને છે, પરંતુ હકીકતમાં એવું નથી. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શનિની સાડાસાતીના 3 ચરણ હોય છે. પ્રથમ ચરણ ખૂબ જ પરેશાન કરનારું હોય છે પરંતુ બીજા ચરણમાં વ્યક્તિ કઠોર અનુભવોમાંથી પસાર થતો હોય છે પરંતુ છેલ્લા ચરણમાં શનિદેવ વ્યક્તિને તેની મહેનતનું ફળ જરૂર પ્રદાન કરે છે. આ પ્રકારે શનિની સાડાસાતી અંતિમ સમયમાં શુભ માનવામાં આવે છે.

શનિવારે આ વસ્તુઓ ન ખરીદવી જોઈએ

આપણા સમાજમાં શનિવારે શું ન ખરીદવું જોઈએ, તેના વિશે અનેક માન્યતાઓ પ્રચલિત છે, જેમ કે શનિવારે તેલ, લોખંડનો સામાન્, જૂતાં-ચપ્પલ ન ખરીદવા જોઈએ. કારણ કે આ વસ્તુઓ સનિને સંબંધિત માનવામાં આવે છે. તેની પાછળ કોઈ ખાસ ધાર્મિક કે વૈજ્ઞાનિક કારણ નથી. એવું માનવામાં આવે છે કે શનિવારે આ વસ્તુઓ ખરીદવાથી નેગેટિવિટી વધે છે, જેનાથી જીવનમાં પરેશાનીઓ આવી શકે છે.