• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Diwali On 14 November, Astrology Tips For Deepawali Special Yog Of Sun, Moon, Mars, Mercury And Venus On Deepawali 2020, Mangal Ka Rashifal

દિવાળીએ ગ્રહ સંયોગ:14 નવેમ્બરની સાંજે મંગળ માર્ગી બનશે; 32 વર્ષ પછી સૂર્ય, ચંદ્ર સહિત 5 ગ્રહોનો દુર્લભ યોગ બનશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શનિવાર, 14 નવેમ્બર 2020ના રોજ દિવાળીની સાંજે મંગળ મીન રાશિમાં માર્ગી થઇ રહ્યો છે. 23 ડિસેમ્બર 2020 સુધી આ રાશિમાં માર્ગી રહેશે, એ પછી ગ્રહ પોતાની રાશિ મેષમાં પ્રવેશ કરશે. માર્ગી એટલે મંગળ સીધો ચાલવા લાગશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીશ શર્માના જણાવ્યા અનુસાર દિવાળીએ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને શુક્રનો એક સંયોગ 32 વર્ષ પછી બની રહ્યો છે.

દિવાળીએ મંગળ મીન રાશિમાં રહીને કન્યા રાશિના શુક્ર પર દૃષ્ટિ નાખશે, સૂર્ય-બુધ અને ચંદ્ર તુલા રાશિમાં રહેશે. આ વર્ષ પહેલાં આવો યોગ દિવાળીએ 9 નવેમ્બર 1988ના રોજ 32 વર્ષ પહેલાં બન્યો હતો. ત્યારે મંગલ મીન રાશિમાં હતો અને કન્યા રાશિના શુક્ર પર દૃષ્ટિ નાખતો હતો. તે સમયે પણ સૂર્ય-બુધ અને ચંદ્ર તુલા રાશિમાં જ હતા.

દિવાળીએ રાત મંગળ માર્ગી થઇ જતા તંત્ર પૂજન માટે શુભ યોગ બનશે. અસામાજિક કામ કરતા લોકો માટે આવનારું વર્ષ સારું નથી. દિવાળીએ શનિ મકરમાં અને ગુરુ ધન રાશિમાં રહેશે. આ કારણે વેપાર શ્રેષ્ઠ રહેશે.

દરેક 12 રાશિઓ પર મંગળની અસર

મેષ- બારમા ભાવનો મંગળ તમને દેવાથી દૂર રહેવાના સંકેત આપી રહ્યો છે. વિવાદોથી દોરો રહો અને શરીરનું ધ્યાન રાખો.
વૃષભ- અગિયારમા ભાવનો મંગળ તમારા માટે લાભકારી રહેશે. દરેક કામ પૂર્ણ થશે. વિવાદમાં વિજય થશે. નોકરીમાં પ્રગતિ થવાના યોગ છે.
મિથુન- દશમા ભાવનો મંગળ લગ્ન અને અન્ય શુભ કામમાં આવેલી અડચણો દૂર કરશે. નવું મકાન અને વાહનની ખરીદી થઇ શકે છે. સમયસર કાર્ય થશે.
કર્ક- નવમા ભાવનો મંગળ તમને ખુશી આપશે. દેવામાંથી મુક્તિ મળશે અને કાર્યનો વિસ્તાર કરવામાં સફળ થશો. આવક પ્રાપ્તિનો સંઘર્ષ પૂરો થશે.
સિંહ- આઠમા ભાવનો મંગળ તમને તકલીફ આપી શકે છે. સંભાળીને કામ કરવું. યાત્રાનો યોગ છે અને સ્વાસ્થ્ય નબળું પડી શકે છે.
કન્યા- સાતમા ભાવનો મંગળ તમારી તકલીફો વધારી શકે છે. કારણ વગર ભય લાગશે. કાર્યમાં મન નહિ લાગે અને કોઈની મદદથી આશા ન રાખો.
તુલા- છઠ્ઠા ભાવનો મંગળ તમને અપેક્ષિત સફળતા નહિ અપાવે. હાલ ધૈર્યથી જીવન વિતાવો. ક્રોધ ન કરો.
વૃશ્ચિક- પાંચમા ભાવનો મંગળ તમને તમામ સુખ આપશે. દેવામાંથી છૂટકારો મળશે અને નવી તક મળશે.
ધન- ચોથા ભાવનો મંગળ તમારા માટે સારો નથી. તમારે સંયમપૂર્વક સમય પસાર કરવાનો છે. જરૂરી કાર્યો હાલ ટાળશો તે સારું રહેશે. અત્યંત જરૂરી કામ હોય તો કઈ નિષ્ણાતની સલાહ લો.
મકર- ત્રીજા ભાવનો મંગળ તમારા માટે સામાન્ય રહેશે. કાર્યમાં ફેરફાર થઈ શકે છે.
કુંભ- બીજા ભાવનો મંગળ શુભ રહેશે. સંપર્કથી લાભ મળશે. નવી લાભદાયક સ્થિતિ બનશે. કાર્યમાં વેગ મળશે અને ધન લાભ થશે.
મીન- આ રાશિમાં જ મંગળ છે, જે લોકો વિદેશ જવાની ઈચ્છા રાખે છે તેમને લાભ થશે. કાર્યો સમયસર પૂરા થશે. વેપાર સારો રહેશે.

અન્ય સમાચારો પણ છે...