ખરીદી માટેના 7 દિવસ:પુષ્ય નક્ષત્રથી દિવાળી સુધી 7 શુભ મુહૂર્ત, 17 વર્ષ પછી દિવાળીએ સર્વાર્થસિદ્ધિ યોગ છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

7 નવેમ્બર(પુષ્ય નક્ષત્ર)થી 14 નવેમ્બર(દિવાળી) દરમિયાન 7 એવા મુહૂર્ત છે, જેમાં પ્રોપર્ટી, જ્વેલરી, ગાડીઓથી લઈને ઇલેક્ટ્રોનિક સામાનની ખરીદી શુભ રહેશે.13 નવેમ્બર સિવાય દરેક દિવસ ખરીદી માટે શુભ છે. 17 વર્ષ પછી દિવાળીએ સર્વાર્થસિદ્ધિ યોગ પણ બને છે. આની પહેલાં 2003માં આવું થયું હતું. જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે, આ યોગને લીધે દિવાળીએ ખરીદી કરવી ફાયદાકારક રહેશે. આ ઉપરાંત 7 નવેમ્બર પુષ્ય નક્ષત્રની સાથે ચંદ્ર, બુધ અને શનિ પોતાની જ રાશિમાં રહેશે. આ દિવસે બુધ-શુક્ર પણ એકબીજાની રાશિમાં હોવાને લીધે ધન યોગ બનશે. ગ્રહોની આ સ્થિતિ ઓછા ખર્ચમાં વધારે ફાયદો આપનારી હોય છે.

કઈ તારીખે શું ખરીદશો...

7 નવેમ્બર: શનિવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ બનવાથી આ દિવસે શનિ પુષ્ય યોગ બને છે. સાથે જ આખો દિવસ રવિયોગ પણ રહેશે. આ દિવસે ખરીદી કરી શકાય છે. શનિવાર હોવાને લીધે આ દિવસે પ્રોપર્ટી, ફર્નિચર, મશીનરી અને લાકડાંમાંથી બનેલી ડેકોરેટિવ વસ્તુઓની ખરીદી માટે શુભ છે.

8 નવેમ્બર: આ દિવસે કુમાર યોગ હોવાની સાથે રવિવાર, અશ્લેષા નક્ષત્ર અને અષ્ટમી તિથિનો સંયોગ બને છે. આ શુભ મુહૂર્તમાં જમવાની વસ્તુઓની સાથે ઔષધિની ખરીદી અને નવું સ્થાપન કરવા માટે સારી દિવસ છે.

9 નવેમ્બર: સોમવાર અને મઘા નક્ષત્રના સંયોગથી આ દિવસે ઔષધિઓ, મીઠાઈઓ, મોતી, સુગંધિત વસ્તુઓ, માછલીઘર અને મહિલાઓના સામાનની ખરીદી કરી શકાય છે.

10 નવેમ્બર: એન્દ્ર યોગની સાથે મંગળવારે અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રના સંયોગમાં આ દિવસે ઇલેક્ટ્રોનિક સામાનની ખરીદી શુભ રહેશે પ્રોપર્ટીમાં રોકાણ કે ખરીદી માટે આ દિવસ શુભ રહેશે.

11 નવેમ્બર: આ દિવસે ઉત્તરફાલ્ગુની નક્ષત્ર હોવાથી વર્ધમાન યોગ અને ચંદ્ર-મંગલનો દ્રષ્ટિ સંબંધ હોવાને લીધે મહાલક્ષ્મી યોગ બનશે. આ મુહૂર્તમાં દરેક પ્રકારની ખરીદી કરી શકાય છે.

12 નવેમ્બર: આ દિવસે ધનતેરસ પર્વ છે. ખરીદી માટે આ વણજોયું મુહૂર્ત પણ કહેવાય છે. આ દિવસે પ્રદોષ અને હસ્ત નક્ષત્રનો યોગ પણ બનવાથી વાહન, ભૂમિ, ભવન, આભૂષણ અને વસ્ત્રો વગેરે ખરીદી માટે શુભ છે.

14 નવેમ્બર: દિવાળી મહાપર્વ પર સૂર્યોદયની સાથે સર્વાર્થસિદ્ધિ યોગ શરુ થશે. તે રાતે 8 વાગ્યા સુધી રહેશે. લક્ષ્મી પૂજા સાથે આ દિવસે દરેક પ્રકારની ખરીદી માટે વિશેષ મુહૂર્ત છે.

(કાશી જ્યોતિષી ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે)

અન્ય સમાચારો પણ છે...