ધનતેરસ:ત્રિપુષ્કર નામના શુભ યોગમાં ધનતેરસ ઉજવાશે, આ દિવસે સાંજે 7.15 કલાકે ધનની પૂજા કરવી શ્રેષ્ઠ રહેશે

8 મહિનો પહેલા
  • પંચપર્વની શરૂઆત 2 નવેમ્બર, મંગળવારે ધનતેરસના દિવસથી થશે
  • અથર્વવેદ પ્રમાણે જળ, અન્ન અને તમામ સુખ આપનાર પૃથ્વી માતાને જ દિવાળીના દિવસે ભગવતી લક્ષ્મીના રૂપે પૂજાય છે

આ વર્ષે મહાલક્ષ્મીનો પંચપર્વ દીપોત્સવ ત્રિપુષ્કર યોગમાં શરૂ થશે. 5 દિવસ સુધી ચાલનારો દીપોત્સલ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલશે. પ્રથમ પર્વ આસો મહિનાની વદ તેરસે ધનાધ્યક્ષ કુબેરના પૂજનથી શરૂ થઈ મૃત્યુના દેવતા યમરાજ માટે દીપદાન સુધી ચાલશે. આ વર્ષે 2 નવેમ્બર, મંગળવારે ધનતેરસનું પર્વ ઊજવાશે. ધનતેરસના દિવસે ખરીદદારીની પરંપરા હોવાથી આખો દિવસ ખરીદી કરી શકાય છે.

ધનતેરસના દિવસે ખરીદી કરવા માટેના શુભ મુહૂર્ત-
ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં ખરીદી કરવાથી વ્યક્તિના જીવનમાં અનેક ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવે છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે તમે જેટલી ખરીદી કરો છો, તેમાં 13 ગણો વધારો થાય છે. જો શુભ મુહૂર્ત જોઈને પૂજા કરવામાં આવે તો ઘરમાં ધનવર્ષા થઈ શકે છે. ઘરમાં સમૃદ્ધિ જાળવી રાખવા માટે આ દિવસે ચાંદીના સિક્કા, ગણેશ અને લક્ષ્મી પ્રતિમાઓની ખરીદી કરવી શુભ રહે છે. આ ઉપરાંત સોના-ચાંદી, પિત્તળ, સ્ટીલ સહિતના વાસણો પણ ખરીદી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ધનતેરસના દિવસે સૂર્યોદયથી ત્રિપુષ્કર યોગ રહેશે. તેરસ તિથિ મંગળવારે સવારે 11:31થી શરૂ થઈ બુધવારે સવારે 9:03 વાગ્યા સુધી રહેશે. ત્રિપુષ્કર યોગ સવારે 11:31 વાગ્યા સુધી રહેશે.

તેરસ તિથિ મંગળવારે સવારે 11:31થી શરૂ થઈ બુધવારે સવારે 9:03 વાગ્યા સુધી રહેશે. ત્રિપુષ્કર યોગ સવારે 11:31 વાગ્યા સુધી રહેશે.
તેરસ તિથિ મંગળવારે સવારે 11:31થી શરૂ થઈ બુધવારે સવારે 9:03 વાગ્યા સુધી રહેશે. ત્રિપુષ્કર યોગ સવારે 11:31 વાગ્યા સુધી રહેશે.

ધનતેરસના દિવસે પૂજા માટેનો શ્રેષ્ઠ સમય-
ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ અને કુબેરની પૂજા થાય છે. આ દિવસે સાંજે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા પણ જરૂર કરવી છે. ત્યારે ધનતેરસ પૂજનમાં વિશેષ ફળની પ્રાપ્તિ કરવા માટે પ્રદોષ કાળ અને વૃષભ લગ્નમાં સાંજે 6.18 વાગ્યાથી રાત્રે 8.11 વાગ્યા સુધી શુભ મુહૂર્ત રહેશે.

ધનતેરસનું મહત્ત્વ-
ધન્વંતરિ અને કુબેરની ઉપાસના ભગવાન ધન્વંતરિ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, જેમણે તેમના હાથમાં અમૃત કળશ પકડ્યો છે. તેમને પીળી વસ્તુ ગમે છે, એટલે કે પિત્તળ અને સોનું ગમે છે, તેથી ધનતેરસે પિત્તળ અથવા સોનું અથવા કોઈપણ અન્ય ધાતુની વસ્તુઓ ખરીદવામાં આવે છે.

ધનતેરસે પિત્તળ અથવા સોનું અથવા કોઈપણ અન્ય ધાતુની વસ્તુઓ ખરીદવામાં આવે છે.
ધનતેરસે પિત્તળ અથવા સોનું અથવા કોઈપણ અન્ય ધાતુની વસ્તુઓ ખરીદવામાં આવે છે.

માન્યતા છે કે, આસો મહિનાના વદ પક્ષની તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ સમુદ્ર મંથન દરમિયાન તેમના હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. એવી પણ માન્યતા છે કે, ચિકિત્સા અને વિજ્ઞાનના પ્રસાર માટે ભગવાન ધન્વંતરિએ અવતાર લીધો હતો. પૌરાણિક માન્યતા પ્રમાણે, ધનતેરસના દિવસે લક્ષ્મીની પૂજા કરવાથી પૈસા અને અનાજની કોઈ તંગી નથી રહેતી અને લક્ષ્મી-ગણેશની મૂર્તિ પણ આ દિવસે ઘરમાં લાવવી જોઈએ. ધનતેરસના દિવસે સાંજે દીવા પ્રગટાવવાની પ્રથા પણ છે. તેને યમ દીપક કહેવામાં આવે છે, જે યમરાજ માટે પ્રગટાવવામાં આવે છે, જેથી અકાળ મૃત્યુ ટાળી શકાય.

પૂજા કરવાથી લાભ મળે છે-
માન્યતા છે કે જે લોકો ભગવાન ધન્વંતરિની પૂજા કરે છે તેમને રોગ નથી થતા. આ પ્રકારે કોઈ રોગ થવા પર ભગવાન ધન્વંતરિની પૂજા કરવી લાભદાયક હોય છે, અને તેમની પૂજા કરવાથી રોગો દૂર થઈ જાય છે. તેના સિવાય ધન્વંતરિનું પૂજન કરવાથી યશની પ્રાપ્તિ પણ થાય છે.

આ રીતે ધન્વંતરિ દેવને પ્રસન્ન કરો-
ભગવાન ધન્વંતરિને પ્રસન્ન કરવા માટે નીચે જણાવેલા મંત્રોનો પાઠ કરો-