ઉત્સવ:2 નવેમ્બરે ધનતેરસના દિવસે યમરાજની પૂજા સાથે રાશિ પ્રમાણે ખરીદી કરવાથી ગ્રહોનું શુભફળ મળી શકે છે

7 મહિનો પહેલા
 • કૉપી લિંક

2 નવેમ્બરથી પાંચ દિવસનો દિવાળી ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. 2 નવેમ્બરે ધનતેરસ, 3 નવેમ્બરે કાળી ચૌદશ, 4 નવેમ્બરે દિવાળી, 5મીએ ગોવર્ધન પૂજા, 6એ ભાઈબીજ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ અને યમરાજની ખાસ પૂજા કરવાની પરંપરા છે. આ તિથિએ રાશિ પ્રમાણે ખરીદદારી પણ કરી શકો છો. માન્યતા છે કે આ દિવસે ખરીદવામાં આવેલી વસ્તુઓ લાંબા સમય સુધી આપણો સાથ નિભાવે છે.

સમુદ્ર મંથનમાં આસો મહિનાના વદ પક્ષની તેરસ તિથિએ ભગવાન ધન્વંતરિ અમૃત કળશ લઈને પ્રકટ થયા હતાં.
સમુદ્ર મંથનમાં આસો મહિનાના વદ પક્ષની તેરસ તિથિએ ભગવાન ધન્વંતરિ અમૃત કળશ લઈને પ્રકટ થયા હતાં.

પ્રાચીન સમયમાં દેવતાઓ અને દાનવોએ એકસાથે મળીને સમુદ્ર મંથન કર્યું હતું. સમુદ્ર મંથનમાં આસો મહિનાના વદ પક્ષની તેરસ તિથિએ ભગવાન ધનવંતરિ અમૃત કળશ લઈને પ્રકટ થયા હતાં. ધન્વંતરિ આયુર્વેદના દેવતા છે. ધનતેરસના દિવસે ધન્વંતરિ સાથે જ યમરાજની પૂજા પણ કરવી જોઈએ. માન્યતા છે કે આ બંનેની પૂજા કરવાથી સારું સ્વાસ્થ્ય મળે છે. જો ધનતેરસના દિવસે રાશિ પ્રમાણે શુભ વસ્તુઓ ખરીદો છો તો જ્યોતિષીય ગ્રહો દ્વારા પણ શુભફળ મળી શકે છે.

 • મેષ- આ લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદીના ઘરેણાં કે સિક્કા, વાસણ, વસ્ત્ર વગેરે ખરીદી શકે છે.
 • વૃષભ- આ લોકોએ સોનું, ચાંદી, પીત્તળ, કમ્પ્યૂટર, વાસણ, કેસર, ચંદન વગેરે વસ્તુઓ ખરીદવી જોઈએ.
 • મિથુન- જમીન, મકાન, સોનું, ચાંદી વગેરે વસ્તુઓ ખરીદવી આ લોકો માટે શુભ રહેશે.
 • કર્ક- આ લોકોએ સોનું-ચાંદી, નવું વાહન, આભૂષણ વગેરે ખરીદવા જોઈએ.
 • સિંહ- નવું વાહન, ઇલેક્ટ્રોનિક્સ, સોનું-ચાંદી, જમીન, તાંબા-પીત્તળના વાસણ, ફર્નીચર વગેરે ખરીદી શકાય છે.
 • કન્યા- આ લોકો જમીન, ઘર, અનાજ વગેરે ખરીદી શકે છે.
 • તુલા- આ સમયે રોકાણ કરવાથી બચવું જોઈએ. જો કોઈ જરૂરી ખરીદદારી કરવી હોય તો પરિવારના કોઈ અન્ય સભ્યના નામે કરી શકો છો.
 • વૃશ્ચિક- આ લોકોએ સોનું-ચાંદી, વાસણ, પીત્તળ, વસ્ત્ર વગેરે ખરીદી શકાય છે.
 • ધન- આ લોકો જમીન-જાયદાદ, કિંમતી ધાતુ ખરીદી શકે છે.
 • મકર- તમારા માટે આ સમય સારો રહેશે. ઘરની જરૂરિયાતને લગતી કોઈપણ વસ્તુ આ દિવસે ખરીદી શકાય છે.
 • કુંભ- આ લોકો પુસ્તક, વાહન, ફર્નીચર અને ઘરની જરૂરી વસ્તુ ખરીદી શકે છે.
 • મીન- સોના-ચાંદી, રત્ન વગેરે વસ્તુઓ ખરીદવા માટે દિવસ શુભ રહેશે.