• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • December Rashifal (Horoscope Monthly) | Monthly Rashifal December 2022), December Zodiac Forecast: Singh Rashi, Kanya, Aries, Taurus, Gemini Cancer Libra, And Other Signs

જાણો કેવો રહેશે તમારો ડિસેમ્બર મહિનો:સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થશે, સિંહ, વૃશ્ચિક, ધન અને કુંભ જાતકોને કિસ્મતનો સાથ મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બર મહિનામાં સિંહ રાશિના લોકોને જોબમાં સારા સમાચાર મળશે, ધન જાતકોને કિસ્મતનો સાથ મળશે

ડિસેમ્બર મહિનામાં સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહ રાશિ બદલશે. આ ત્રણેય ગ્રહોની રાશિ બદલવાથી સિંહ રાશિના નોકરિયાત લોકોને સારા સમાચાર મળી શકે છે. વૃશ્ચિક રાશિના લોકોને બિઝનેસમાં ફાયદો થશે. મહત્ત્વપૂર્ણ એગ્રીમેન્ટ પણ થશે. ધન રાશિના લોકોને કામકાજમાં કિસ્મતનો સાથ મળશે. કુંભ રાશિના લોકો બિઝનેસમાં નવી શરૂઆત કરવા ઇચ્છે છે, તો આ મહિનો શુભ ફળદાયી રહેશે. આ સિવાય અન્ય રાશિના લોકો માટે મહિનો સામાન્ય રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ...

મેષઃ-

પોઝિટિવઃ- આ મહિને કોઇપણ નિર્ણય લેવો હોય તો અન્યની સલાહની અપેક્ષાએ તમારા મનના અવાજ પર વધારે ભરોસો કરો, એનાથી તમારાં કાર્ય પૂર્ણ થશે. જો તમે તમારા વ્યાવસાયિક સ્થળ પાસે ઘર સંબંધિત પ્રોપર્ટી જોઈ રહ્યા છો, તો એ અંગે ગંભીરતાથી વિચાર કરો. આ પ્રોપર્ટી તમારા માટે ફળદાયી રહેશે.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધીની દખલ તમારા માટે મુશ્કેલી પેદા કરશે અને પરિવારમાં કોઈ વાતને લઇને તણાવજનક સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. બાળકોની સમસ્યાઓને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો, એનાથી તેમનું મનોબળ પણ વધશે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખો.

લવઃ- પતિ-પત્નાના સંબંધ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- વાસી ભોજન કરશો નહીં.

વૃષભઃ-

પોઝિટિવઃ- આ મહિને મોટા ભાગનો સમય અંગત કાર્યોમાં વીતશે. કોઈ વ્યક્તિ સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. ઘરની દેખરેખ અને રિનોવેશન સંબંધિત યોજનાઓ બનશે. એને કારણે ખર્ચ વધુ રહેશે. આધ્યાત્મ અને ધર્મ-કર્મ સંબંધિત કાર્યોમાં પણ તમારો સહયોગ રહેશે.

નેગેટિવઃ- સમય પ્રમાણે તમારી દિનચર્યામાં પરિવર્તન લાવવું જરૂરી છે. પાડોશીઓ સાથે કોઈ વાતને લઈને વિવાદ વધી શકે છે. પોલીસ સંબંધિત કાર્યવાહી પણ થવાની આશંકા છે. વારસાગત સંપત્તિને લઈને કોઈ મામલો ચાલી રહ્યો છે તો હાલ એને ટાળો.

વ્યવસાયઃ- નોકરીમાં કોઈ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું દબાણ રહી શકે છે.

લવઃ- જીવનસાથી વ્યસ્ત હોવાના કારણે તમારું ઘરની વ્યવસ્થા જાળવી રાખવામાં સહયોગ રહેશે

સ્વાસ્થ્યઃ- કોઈ કારણ વિના તણાવ હાવી થઇ શકે છે.

મિથુનઃ-

પોઝિટિવઃ- ઘર બદલવાની કોઈ યોજના બની રહી છે, તો એ અંગે ગંભીરતાથી વિચાર કરો. યોજનાબદ્ધ રીતે કાર્યો સંપન્ન કરશો તો તમને સફળતા પ્રાપ્ત થશે. તમારું ઘરનું વાતાવરણ આનંદદાયી રહેશે તથા ઘરની સુખ-સુવિધાઓ અંગે વધારે ધ્યાન રાખશો તો વાતાવરણ તણાવમુક્ત રહેશે.

નેગેટિવઃ- સમય પ્રમાણે પોતાના વ્યવહારને પણ બદલવો જરૂરી છે. ગુસ્સા અને જીદ જેવા સ્વભાવ પર કાબૂ રાખો. ક્યારેક અન્યની વાતો પર વધારે વિશ્વાસ કરી લેવો તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપના વ્યવસાયમાં ગેરસમજને કારણે કોઈ પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ વધારે મધુર થશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શનની સમસ્યા રહી શકે છે.

કર્કઃ-

પોઝિટિવઃ- સ્વભાવમાં ભાવુકતા તથા અન્ય પ્રત્યે સહાનુભૂતિ રાખવી તમારો વિશેષ ગુણ છે. આ મહિને પારિવારિક સુખ-સુવિધાઓને લઇને ખર્ચ કરી શકશો. ધાર્મિક સ્થાનમાં પણ સેવા સંબંધિત યોગદાન રહેશે.

નેગેટિવઃ- લોકો સાથે હળતી-મળતી સમયે સાવધાન રહો, કોઈ તમારી ગુપ્ત વાતને જાહેર કરી શકે છે. આ સમયે કર્ક રાશિના લોકોએ ધૈર્ય જાળવીને રાખવું જોઇએ. ગુસ્સાના કારણે પરિવારનું વાતાવરણ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમે જે નવું કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો એ અંગે ગંભીરતાથી વિચાર કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહઃ-

પોઝિટિવઃ- સિંહ રાશિના લોકો માટે આત્મસન્માન પહેલી પ્રાથમિકતા રહે છે. આ મહિને તમારા સ્વભાવમાં ખૂબ જ વધારે ભાવુકતા રહેશે. આ મહિને અન્ય પ્રત્યે સહયોગ અને મદદ કરવી તમારા માન-સન્માનને વધારી શકે છે.

નેગેટિવઃ- વીતેલી નકારાત્મક વાતોને યાદ કરીને તમે તમારું વર્તમાન ખરાબ કરશો નહીં. ક્યારેક અતિઆત્મવિશ્વાસ તમારાં બનતાં કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર વધારે ધ્યાન રાખવું પડશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમે દરેક નીતિ અપનાવીને તમારું કામ કઢાવી શકશો.

લવઃ- પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને પેટ ખરાબ રહેવાની સંભાવના છે.

કન્યાઃ-

પોઝિટિવઃ- મહિનાની શરૂઆત પોઝિટિવ થશે. કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા પણ પ્રાપ્ત થઈ શકે છે. આ મહિને તમારો મોટા ભાગનો સમય બહારની ગતિવિધિઓમાં વ્યતીત થશે. કોઇ યાત્રાનો પણ પ્રોગ્રામ બની શકે છે. આ મહિને પૂર્ણ ઊર્જા સાથે તમારાં કાર્યોને સંપન્ન કરો.

નેગેટિવઃ- તમારાં મહત્ત્વનાં કાર્યો મહિનાના પહેલાં પક્ષમાં જ પૂર્ણ કરવાની કોશિશ કરો. કોઇ નજીકના સંબંધી તરફથી અશુભ સૂચના મળવાથી પરિવારમાં નિરાશાનું વાતાવરણ રહેશે. યુવા વર્ગ પોતાના કરિયરને લઇને ગંભીર રહે.

વ્યવસાયઃ- તમારી વ્યવસાયિક ગતિવિધિઓ અંગે કોઇના સમક્ષ તમારી યોજના જાહેર કરશો નહીં.

લવઃ- તમારા વ્યસ્ત હોવાના કારણે જીવનસાથીનો પરિવારમાં પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- પીઠમાં દુખાવો રહી શકે છે.

તુલાઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી તમે તમારા વ્યક્તિત્વ અને ભવિષ્ય સંબંધિત વિકાસ માટે જે પ્રયાસ કરી રહ્યા છો એમાં તમને સફળતા મળી શકે છે. ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. એનો ભરપૂર લાભ ઉઠાવો અને સન્માન કરો.

નેગેટિવઃ- આળસ અને સુસ્તીના કારણે તમે તમારાં કાર્યોને ટાળવાની કોશિશ ન કરો, કેમ કે આ કારણે ભારે નુકસાન થવાની શક્યતા છે. કોઇ-કોઇ સમયે તમે તમારા ઘરની વરિષ્ઠ વ્યક્તિઓની સલાહની અવગણના કરી દો છો એ યોગ્ય નથી.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ, મીડિયા અને માર્કેટિંગ સંબંધિત વ્યવસાયમાં સમય ફાયદાકારક રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ મહિનો થોડાં મિશ્રિત ફળ આપનારો રહેશે. તમારું સંપૂર્ણ ધ્યાન આર્થિક સ્થિતિઓ તરફ વધારે રહેશે. ઘરના વડીલો દ્વારા પણ તમને આશીર્વાદ અને કોઇ મૂલ્યવાન ભેટ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઈપણ જગ્યાએ વાતો કરતા સમયે તમારા શબ્દો અંગે ધ્યાન રાખો, નહીંતર વિવાદ થવાની શક્યતા છે. અન્ય લોકોની સમસ્યામાં પડવાથી તમારા માટે પણ પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે. જૂની નકારાત્મક વાતોને વર્તમાન પર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- સરકારી સેવાનું કામ કરતી વ્યક્તિઓ માટે ટ્રાન્સફરના યોગ બની રહ્યા છે.

લવઃ- લગ્નજીવન મધુર જાળવી રાખવું તમારું દાયિત્વ છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

ધનઃ-

પોઝિટિવઃ- આ મહિને તમારો ગુપ્ત વિદ્યાઓ પ્રત્યે રસ વધશે. કોઈપણ વાતને ઊંડાણપૂર્વક જાણવાની ઇચ્છા રહેશે. આધ્યાત્મિકતા પ્રત્યે વધી રહેલું તમારું ધ્યાન તમારા વ્યક્તિત્વ અને સ્વભાવમાં પોઝિટિવ પરિવર્તન લાવશે.

નેગેટિવઃ- બાળકોના વ્યવહારમાં થોડું નકારાત્મક પરિવર્તન તમારા માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. ગુસ્સાના કારણે તેમની સાથે મિત્રતા પૂર્ણ વ્યવહાર કરવો તેમની સમસ્યાનું સમાધાન કરશે.

વ્યવસાયઃ- આ સમયે કર્મ અને ભાગ્ય બંને તમારા પક્ષમાં કામ કરી રહ્યા છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- તરલ પદાર્થોનું વધારે સેવન કરવું જરૂરી છે.

મકરઃ-

પોઝિટિવઃ- ઘણા સમય પછી કોઈ ખાસ મિત્ર સાથે મુલાકાત થવાથી સુખ અને ઉમંગ અનુભવ કરશો. થોડા સમયથી તમે ખૂબ જ અનુશાસિત તથા વ્યવસ્થિત દિનચર્યા જાળવી રાખી છે, જેનો પોઝિટિવ પ્રભાવ તમારા વ્યક્તિત્વ પર પડશે.

નેગેટિવઃ- બાળકો પર વધારે પ્રતિબંધ લગાવશો નહીં, નહીંતર એને કારણે તેમના આત્મબળ અને કાર્યક્ષમતામાં ઘટાડો આવી શકે છે. થોડી નકારાત્મક પ્રવૃત્તિના મિત્ર તમારા માટે માનહાનિનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ખૂબ જ વધારે પ્રતિસ્પર્ધા જેવી સ્થિતિ બની રહી છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં વૈચારિક મતભેદ થશે.

સ્વાસ્થ્યઃ- શરીરના કોઈ ભાગમાં ઇન્ફેક્શનને કારણે સોજા આવી શકે છે.

કુંભઃ-

પોઝિટિવઃ- આ સમયગાળો તમારા માટે ફળદાયક રહેશે. આ સમયગાળામાં તમે યોગ-ધ્યાન કરીને આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધી શકો છો. આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.

નેગેટિવઃ- જે વિદ્યાર્થી વિદેશમાં જઈને શિક્ષા લઈ રહ્યા છે તેમનાં સપનાં પર પ્રતિબંધ લાગી શકે છે. જે લોકો 50થી વધુ ઉંમરના છે તેમણે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.

વ્યવસાયઃ- માતા-પિતા તરફથી તમને અનેક પ્રકારની આર્થિક સહાયતા મળી શકે છે.

લવઃ- વૈવાહિક જીવનમાં સુખ આવશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

મીનઃ-

પોઝિટિવઃ- આવકના નવા સ્ત્રોત આ દરમિયાન તમને મળી શકે છે. કારોબાર કરતા લોકો નવી યોજનાઓને લાગુ કરીને ધન કમાઇ શકે છે. ઘરના કોઇ સભ્યને સમાજમાં કોઈ ઉપલબ્ધિ હાંસલ થઇ શકે છે.

નેગેટિવઃ- આર્થિક પક્ષને સુદઢ કરવા માટે તમે જે પ્રયાસ કર્યા હતા, જેના સારા પરિણામની તમને અપેક્ષા હતી એ આ સમયે તમને જોવા મળશે નહીં.

વ્યવસાયઃ- આ સમય એક સારું સંપર્ક ક્ષેત્ર બનાવવાની કોશિશ કરો.

લવઃ- પ્રેમ જીવન આ સમયે મિશ્રિત રહેશે.

સ્વાસ્થ્યઃ- તાજું ભોજન કરવું.