ટેરો રાશિફળ:શુક્રવારે WHEEL OF FORTUNE કાર્ડ પ્રમાણે મેષ રાશિના લોકોને મહેનતનું ફળ પ્રાપ્ત થશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

10 જૂન, શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષ:- WHEEL OF FORTUNE
તમે જે મહેનત કરી છે તેનું ફળ પ્રાપ્ત થશે તેવું લાગે છે. વર્તમાન સમયમાં કોઈપણ પ્રકારનું મોટું કામ કર્યા વિના પરિસ્થિતિ જે રીતે બદલાઈ રહી છે તેને અનુસરીને પોતાનામાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરો. સમય તમારી તરફેણમાં રહેશે.
કરિયરઃ કરિયર સંબંધિત લાગેલી ચિંતાને દૂર કરવાનો માર્ગ મળશે.
લવઃ સંબંધને વધુ સમય આપવાની જરૂર છે.
સ્વાસ્થ્ચ: કમરના દુખાવો અમુક અંશે ઓછો થશે.
શુભ રંગ: લાલ
શુભ અંક: 8

---------------------------

વૃષભ:- KING OF WANDS
જીવનના સમાન પાસાને જોઈને તમે કામ કરવાનો પ્રયાસ કરતાં રહેશો. એકાગ્રતાથી કરેલા કામને કારણે કામ વધુ પડતું સારું થશે. દરેક નાની-નાની વાત પર સાથે મળીને ધ્યાન આપવાને કારણે વધુમાં વધુ સમસ્યાઓને દૂર કરી શકાય છે. તમારી અંદર રહેલી પ્રેરણા અને ઉત્સાહને જગાડતી વખતે તમે તમારી અંદરનું સમર્પણ વધારવાનો પણ પ્રયાસ કરશો.
કરિયરઃ કામ સંબંધિત જવાબદારીને યોગ્ય રીતે નિભાવવાના કારણે તમને જલ્દી ઉચ્ચ પદ મળી શકે છે.
લવઃ પાર્ટનરની ભાવનાઓને જાણ્યા વગર નિર્ણય લેવો ખોટું હશે.
સ્વાસ્થ્ય: યોગ્ય આરામના અભાવે શરીરમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.
શુભ રંગ: નારંગી
શુભ અંક: 1

---------------------------
મિથુન:- SEVEN OF CUPS
મનમાં ઉદભવતા ભયને કારણે તમારા માટે કોઈપણ પ્રકારનું કામ કરવું શક્ય નહીં બને. ભવિષ્યની ચિંતામાં જ વધુ અટવાઈ જવાને કારણે વર્તમાન પર અસર પડી શકે છે. તમારે તમારી સંગત પર ધ્યાન આપવાની જરૂર છે. મનમાં નકારાત્મકતા કે ભયની ભાવના પેદા કરનારા લોકોના કારણે વર્તમાન સમયમાં પોતાને આવા લોકોથી દૂર રાખો.
કરિયરઃ વેપારીવર્ગને પોતાના કાર્યને વિસ્તારવાની તક મળશે, પરંતુ નિર્ણય લેવામાં જરાપણ ઉતાવળ ના કરો.
લવઃ પાર્ટનરના સ્વભાવના અલગ-અલગ પાસાઓ દેખાવાના કારણે સંબંધ આગળ વધારવા વિશે ફરીથી વિચારી શકો.
સ્વાસ્થ્ય: થાક વધારે રહેશે, તમે વારંવાર થાક અનુભવી રહ્યા છો તેનું કારણ જાણવાનો પ્રયાસ કરો.
શુભ રંગ: ભૂરો
શુભ અંક: 7

---------------------------

કર્ક:- EIGHT OF CUPS
તમે જે બાબતોમાં પરિવર્તન લાવી શકતા નથી, તેની સાથે સમાધાન કરવાની તૈયારી તમારા દ્વારા બતાવવામાં આવશે. આના દ્વારા પરિસ્થિતિ સાથે સંબંધિત દરેક પ્રકારની નકારાત્મકતાને દૂર કરવી શક્ય છે. ભૂતકાળને પાછળ છોડીને તમે ભવિષ્ય તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છો. વિચારોમાં પરિવર્તનને કારણે ઇચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય બની શકે છે.
કરિયરઃ કામ સંબંધિત વધેલી શિસ્તથી તમને ફાયદો થશે.
લવઃ સંબંધોથી તમારી અપેક્ષાઓ શું છે તેની સ્પષ્ટતા કરો.
સ્વાસ્થ્ય: શરીરમાં વિટામિનની કમી રહી શકે છે, જેના કારણે સ્વાસ્થ્યમાં વારંવાર બદલાવ આવી શકે છે.
શુભ રંગ: પીળો
શુભ અંક: 6

---------------------------

સિંહ:- SIX OF PENTACLES
પૈસાની લેવડ-દેવડના કારણે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. જેમણે ઘર સાથે જોડાયેલો મોટો નિર્ણય લેવાનો છે તેમણે ખૂબ જ સમજણપૂર્વક નિર્ણય લેવો પડશે અને એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, પોતાને કે બીજા કોઈને કોઈ નુકસાન ના થાય. પરિવારના સભ્યો સાથેના સંબંધો થોડા જટિલ બનતા લાગે છે, પરંતુ નકારાત્મકતા નહીં આવે.
કરિયર: બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને માર્કેટિંગથી સંબંધિત લાયકાત ધરાવતા લોકોની મદદને કારણે લાભ થશે.
લવઃ પાર્ટનર તરફથી મળતી મદદ સ્વીકારો.
સ્વાસ્થ્ય: સાત્વિક ભોજનને પ્રોત્સાહન આપવું.
શુુભ રંગ: ગુલાબી
શુભ અંક: 2

---------------------------

કન્યા:- THE HIEROPHANT
તમારા કામ અને અભ્યાસમાં તમારી રુચિ વધતી જણાય. જીવન સંબંધિત સ્પષ્ટ લક્ષ્યોને કારણે તમે તમારી ક્ષમતા અનુસાર જીવનના દરેક પાસા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. ભલે પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં ઉતાર-ચઢાવ દેખાઈ રહ્યા હોય, પરંતુ કેટલાક લોકો મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમારો સાથ આપતા રહેશે.
કરિયરઃ કામ સંબંધિત ટ્રેનિંગ મળવાના કારણે કામમાં રુચિ વધી શકે છે.
લવઃ લગ્ન સંબંધિત નિર્ણય માટે સંપૂર્ણ રીતે પરિવાર પર નિર્ભર ના રહો.
સ્વાસ્થ્ય: વાળ સંબંધિત પરેશાની દૂર કરવાનો રસ્તો ડોક્ટર દ્વારા મળશે.
શુભ રંગ: સફેદ
શુભ અંક: 4

---------------------------

તુલા:- PAGE OF WANDS
તમારા જીવન પ્રત્યેની જાગૃતિમાં વધારો થવાને કારણે તમે દરેક નિર્ણય સાથે સંબંધિત માહિતીને યોગ્ય રીતે મેળવીને જ આગળ વધશો. તમારા કામ ઉપરાંત આર્ટ ફિલ્ડમાં પણ તમારી રૂચિ વધતી જોવા મળી શકે છે.\
કરિયરઃ યુવાનોએ કામ સાથે જોડાયેલી દરેક વસ્તુ શીખતી વખતે પોતાને અહંકારથી દૂર રાખવા પડશે. શક્ય તેટલી માહિતી અને જ્ઞાન યોગ્ય સમયમાં મેળવવાનો પ્રયાસ કરો.
લવઃ પ્રેમ સંબંધમાં તમે તમારી જાત પ્રત્યે સકારાત્મકતા અનુભવશો.
સ્વાસ્થ્ય: પેશાબ સંબંધિત સમસ્યા હોઈ શકે છે, પરંતુ ઘરેલું ઉપચાર દ્વારા તેને દૂર કરી શકાય છે.
શુભ રંગ: લાલ
શુભ અંક: 3

---------------------------

વૃશ્ચિક:- FIVE OF SWORDS
મનમાં ઉદ્ભવતાં જુદાં-જુદાં વિચારો તમારી મૂંઝવણ વધારી શકે છે. એકપણ વિચાર પર અડગ ના રહેવાને કારણે ચંચળતા વધતી જોવા મળશે. તમે અન્ય લોકો પ્રત્યે જે ગુસ્સો અને નારાજગી અનુભવો છો, તેને યોગ્ય રીતે વ્યક્ત કરવાનું શીખો.
કારકિર્દીઃ બિઝનેસ માટે કામ કરતી વખતે ગ્રાહક વિશે સ્પષ્ટ ચર્ચા કરવી જરૂરી બનશે.
લવઃ પરિવાર દ્વારા મળી રહેલો વિરોધ તમને અને પાર્ટનરને ગુસ્સે કરી શકે છે.
સ્વાસ્થ્ય: પેટ સંબંધિત પરેશાની વધવાના કારણે દિવસભર બેચેનીનો અનુભવ થશે.
શુભ રંગ: લીલો
શુભ અંક: 5

---------------------------

ધનુ:- KING OF CUPS
તમારા માટે તમારી લાગણીઓને ઘણી હદ સુધી નિયંત્રિત કરવી શક્ય બનશે. અત્યાર સુધી જે વસ્તુઓને કારણે મુશ્કેલી સર્જાતી તે ભૂલોનો તમે અહેસાસ કરી શકો છો. બીજા લોકો પ્રત્યે ખોટા વર્તનને લગતી જાગૃતિની ભાવના રહેશે, પરંતુ તમારા અહંકારને કારણે તમે કોઈ પણ વ્યક્તિની સામે ઝૂકશો નહીં. વર્તનમાં પરિવર્તન ચોક્કસપણે આવશે.
કરિયરઃ વિદેશ સંબંધિત કાર્યને આગળ વધારવાના પ્રયત્નો કરવા પડશે. તેથી, તમારા પ્રયત્નો ચાલુ રાખો.
લવઃ દાંપત્યજીવનને સુખી બનાવવા માટે પરિવારના સભ્યો અને ભાગીદારો સાથે પારદર્શિતા જાળવવી જરૂરી બનશે.
સ્વાસ્થ્ય: શરદી કે એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
શુભ રંગ: જાંબલી
શુભ અંક: 9

---------------------------

મકર: EIGHT OF SWORDS
દિવસની શરૂઆતથી જ આળસ અને ઉર્જાની કમીનો અનુભવ થશે, જેના કારણે આ દિવસે નક્કી કરેલાં કાર્યોને પૂરા કરવા શક્ય નહીં બને. તમારી જવાબદારી અને કાર્ય સંબંધિત બાબતોમાં થોડી રાહત બતાવવાની જરૂર છે. તમારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ કામ કરો. જરૂર પડે તો કમ્ફર્ટને પણ પ્રાધાન્ય આપવું પડશે.
કરિયરઃ કાર્યક્ષેત્રે લાગેલા ખોટા આરોપોને દૂર કરવામાં વરિષ્ઠ અધિકારીઓ તમારી મદદ કરશે. લવઃ પટનેરના શબ્દો પર તમે કેટલી હદે વિશ્વાસ કરો છો અને તમારી વાત સામે કેવી રીતે મૂકવી? આ બંને બાબતો પર વિચાર કરો.
સ્વાસ્થ્ય: હેલ્થ સાથે જોડાયેલી કોઈપણ વાતને બિલકુલ નજરઅંદાજ ના કરો.
શુભ રંગ: લાલ
શુભ અંક: 4

---------------------------

કુંભ:- SEVEN OF WANDS
સમયનો યોગ્ય ઉપયોગ ના કરવાને કારણે જીવનમાં વ્યર્થ ભાગદોડ વધતી જોવા મળશે. તમારા દ્વારા કરવામાં આવેલા કામનું યોગ્ય શ્રેય ના મળવાને કારણે તમારે ઘણી મુશ્કેલીમાંથી પણ પસાર થવું પડી શકે છે.
કરિયરઃ નવા કામને સ્વીકારતાં પહેલાં હાથમાં લીધેલા કામમાં સ્થિરતા પ્રાપ્ત કરવી તમારા માટે જરૂરી રહેશે.
લવઃ સંબંધો સાથે જોડાયેલી નકારાત્મક ઘટનાઓ માટે માત્ર પાર્ટનરને જ જવાબદાર ગણવો ખોટું હશે.
સ્વાસ્થ્ય: માથાના દુખાવાની સમસ્યા વધી શકે છે.
શુભ રંગ: રાખોડી
શુભ અંક: 2

---------------------------

મીન:- KNIGHT OF WANDS
કોઈ નવું કામ કરતી વખતે ધીમે-ધીમે આગળ વધવાનો પ્રયાસ કરો. અત્યારે પરિસ્થિતિ પ્રમાણે તમારામાં ક્ષમતાના અભાવને કારણે મોટું પરિવર્તન અપનાવવું મુશ્કેલ બની જશે.
કરિયરઃ કામ સંબંધિત કોઈ મોટી તક તમને થોડા સમય માટે મળી શકે છે, જેના કારણે તમને સન્માન અને ધન સંબંધિત લાભ પણ મળશે.
લવઃ સંબંધને આગળ વધારવા માટે જરાપણ ઉતાવળ ના કરવી.
સ્વાસ્થ્ય: વજન અચાનક વધી શકે છે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.
શુભ રંગ: સફેદ
શુભ અંક: 1