ટેરો રાશિફળ:શુક્રવારે PAGE OF CUPS કાર્ડ પ્રમાણે તુલા જાતકોને નજીકના મિત્રો તરફથી શુભ સમાચાર મળી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 9 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- TEN OF WANDS
તમારા કામને લીધે તણાવમાં રહેશો. તેને લીધે નાના કાર્યોનો નિર્ણય પણ તમે નહિ લઈ શકો. તેથી નિર્ણય લેતા પહેલાં કોઈની સાથે ચર્ચા કરો. તમારી સમસ્યાના સમાધાન માટે અનેક માર્ગો મળશે તેથી કન્ફ્યુશન પણ વધી શકે છે.

કરિયરઃ- નોકરીમાં ફેરફાર આવવાથી તકલીફ થઈ શકે છે.

લવઃ- નિર્ણય લેતા સમયે પાર્ટનરનો સાથ ન મળવાથી તકલીફ થશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી સમસ્યાથી થઈ શકે છે.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ- 7

---------------------------------
વૃષભઃ- TWO OF WANDS
વિદેશમાં અભ્યાસ અથવા કામ કરતા લોકોને સારા અવસર મળશે. જે અવસરોની તમે રાહ જોઈ રહ્યા હતા તેમાં પ્રગતિ જોવા મળશે. પ્રોપર્ટી સંબંધિત નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે. આર્થિક મદદને કારણે ભવિષ્યમાં પ્રોપર્ટીના મામલે પ્રગતિ જોવા મળશે.

કરિયરઃ- ઈન્ટિરિયર ડિઝાઈનર અને આર્કિટેક્ટ સંબંધિત લોકોને મોટો પ્રોજેક્ટ મળી શકે છે.

લવઃ- યોગ્ય પાર્ટનરની શોધ કરવી સરળ બનશે.

સ્વાસ્થ્યઃ- પગ સંબંધિત તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

---------------------------------

મિથુનઃ- THREE OF WANDS
કેટલીક વાતો પર વધારે સમય લગાવવાથી તમારો સંયમ તૂટી શકે છે. જેના લીધે તમે ખોટો નિર્ણય લઈ શકો છો. જીવનમાં મોટા ફેરફારો માટે રાહ જોવી પડશે. હાલ સમય તમારા પક્ષમાં નથી.

કરિયરઃ- વિદેશથી જોડાયેલી યાત્રા અથવા કામના અવસરો પ્રાપ્ત કરવામાં વાર લાગશે.

લવઃ- ઘર-પરિવાર અને પાર્ટનરથી અલગ રહેવાથી તકલીફ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સાંધાનો દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- મરુન

શુભ અંકઃ- 3

---------------------------------

કર્કઃ- THREE OF CUPS
ઘણા દિવસો પછી મિત્ર-પરિવારને મળ્યા બાદ મન આનંદિત રહેશે. હાલ તમારા પ્રયત્નોને યોગ્ય યશ નહિ મળે. તો પણ પ્રયાસ ચાલુ રાખવો. અચાનકથી સકારાત્મક ફેરફાર આવી શકે છે. પરિવારમાંથી સહયોગ મળી રહેશે.

કરિયરઃ- છેલ્લા સમય સુધી કામ પૂરું ન થવાથી ચિંતામાં રહેશો. અચાનકથી સકારાત્મક ફેરફાર આવી શકે છે.

લવઃ- અપરિણિત લોકોનો સમય આશાવાદી છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

---------------------------------

સિંહઃ NINE OF WANDS
વ્યક્તિગત જીવન સાથે જોડાયેલી વાતો આપણે અન્ય વ્યક્તિ સાથે શૅર કરીએ છીએ. આ વાત પર ધ્યાન આપવાની જરૂર છે. તમે કહેલી વાતોનો ઉપયોગ તમારું નામ ખરાબ કરવા માટે થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ ના કરો. જે લોકો સાથે મતભેદ થયો છે, તે લોકો તમારી નિકટ આવવાનો પ્રયાસ કરી શકે છે.

કરિયરઃ- કામની નવી તકો મળશે, પરંતુ તેનો પૂરી રીતે ઉપયોગ કરવો તમારા માટે મુશ્કેલ રહેશે.

લવઃ- પાર્ટનરના વર્તનને કારણે ઘરમાં વિવાદ વધી શકે છે.

સ્વાસ્થયઃ- માથા તથા શરીરના દુખાવાને કારણે તકલીફ રહેશે

શુભ રંગઃ- લાલ

શુભ નંબરઃ- 1

---------------------------------

કન્યાઃ TEN OF SWORDS
માનસિક સમસ્યાનો સામનો કરતા સમયે તમારે બીજાને બદલે પોતાનો વિચારો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આજના દિવસે વધુમાં વધુ સમય તમારી જાતને સારી બનાવવામાં કરો. મનગમતી વાતોમાં પ્રગતિ ના મળે તો તમે દુઃખી થઈ શકો છો. હાલની પરિસ્થિતિનો સામનો મક્કમતાથી કરવો પડશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી વાતોમાં થતી સમસ્યા ઓછી થશે.

લવઃ- પાર્ટનરની સાથે જેટલી ઓછી વાત થાય તેટલી ઓછી કરો. કારણ વગર ઝઘડો થવાની આશંકા છે.

સ્વાસ્થયઃ- તણાવની અસર તમારી તબિયત તથા ઊંઘ પર થશે.

શુભ રંગઃ- પીળો

શુભ નંબરઃ- 3

---------------------------------

તુલાઃ PAGE OF CUPS
જે કામ કરવાથી તમારા મનને શાંતિ પ્રાપ્ત થાય છે, તે કામને વધુ મહત્ત્વ આપો. નિકટના મિત્રો શુભ સમાચાર આપી શકે છે. પરિવાર કરતાં મિત્ર વધુ પ્રિય રહેશે. યુવાઓને કંઈક વિશેષ સમાચાર મળી શકે છે. તમને મળતી તકની પસંદગી અંગે વધુ ધ્યાન આપવાની જરૂર છે.

કરિયરઃ- વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખાસ ફળદાયી રહેશે.

લવઃ- પાર્ટનર્સ એકબીજા પ્રત્યે સકારાત્મક રહેશે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓની સમસ્યા રહી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ નંબરઃ- 6

---------------------------------

વૃશ્ચિકઃ DEATH
વ્યક્તિગત વાતો અંગેનું કોઈ કામ તમે વારંવાર પહેલેથી શરૂ કરી રહ્યાં છે. આ જ કારણે એ વાત અંગે તમારામાં કોઈ ઉત્સાહ રહ્યો નથી. પરિસ્થિતિ સામે હાર ના માનીને મુશ્કેલ સમયમાં અડગ રહેશો તો તમને ટૂંક સમયમાં ફેરફાર જોવા મળશે. મનમાં અપયશના ડરને કારણે નકારાત્મક ભાવના તથા અન્ય પ્રત્યે શંકા વધારે રહેશે.

કરિયરઃ નવો વેપાર શરૂ કરતી વખતે પૈસા સાથે જોડાયેલી તકલીફ રહેશે.

લવ:- પરિવારમાં અશાંતિનો માહોલ રહેશે અને તેની અસર રિલેશનશિપ પર પણ પડી શકે છે.

સ્વાસ્થ્ય:- પેટ સંબંધિત બીમારી વધી શકે છે.

શુભ રંગ:-​​​​​​​ વાદળી

શુભ નંબર:- 8

---------------------------------
ધનઃ- QUEEN OF PENTACLES
તમારું ધ્યાન માત્ર પૈસાની તરફ હોવાને કારણે તમે સંબંધોની તરફ એટલું ધ્યાન નથી આપી શકતા. તમારા વર્તનના કારણે તમારા નજીકના લોકો દુઃખી થઈ શકે છે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા અને કામ પ્રત્યે ડેડિકેશન બંને ઓછું થઈ રહ્યું છે તેના માટે તમારે માનસિક સ્વાસ્થ્યને સારું બનાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ.

કરિયરઃ- આજે કામ પર ધ્યાન ઓછું થઈ શકે છે.

લવઃ- કોઈ વ્યક્તિ વિશે વધારે વિચાર કરવાથી તે વ્યક્તિ સાથે સંબંધિત ભાવનાઓનું ખોટું અવલોકન કરી શકો છો.

સ્વાસ્થ્યઃ-સ્ત્રીઓએ સ્વાસ્થ્ય સંબંધિત વધારે સજાગ રહેવું પડશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ-9

---------------------------------

મકરઃ- PAGE OG PENTACLES
કામ આજે ધીમી ગતિએથી આગળ વધશે પરંતુ તમને દિવસના અંતે મોટી પ્રગતિ જોવા મળશે. પૈસાની આવક ભલે આજે વધારે ન થાય, પરંતુ તમારા ખર્ચા પણ ઓછા થઈ જશે જેના કારણે તમને આર્થિક ફાયદો જોવા મળી શકે છે. તમે કામ પ્રત્યે અને પોતાના પ્રત્યે સકારાત્મક વધારે રહેશો.

કરિયરઃ- યુવાનોએ પૈસા કમાવવાની તક પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- તમારા કામના કારણે રિલેશનશિપ પર સંપૂર્ણ ધ્યાન ન આપવાને કારણે મુશ્કેલી થશે.

સ્વાસ્થ્યઃ- બાળકોને શરદી ઉધરસ જેવી સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

​​​​​​​શુભ અંકઃ- 1

---------------------------------

કુંભઃ- PAGE OF WANDS
વિદ્યાર્થીઓએ આજે વિશેષ પ્રયત્ન કરીને આગળ વધવાની પ્રેરણા મળશે. જે લોકો સરકારી નોકરી ઈચ્છે છે, તે લોકો માટે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થશે અને અત્યાર સુધી કરવામાં આવેલા પ્રશ્નોનું ફળ પણ તમને મળી શકે છે. પરિવારની વ્યક્તિ દ્વારા તમારી પ્રશંસા થવાને કારણે તમારો આત્મવિશ્વાસ વધશે.

કરિયરઃ- શૈક્ષણિક ક્ષેત્ર સંબંધિત લોકોને જ્ઞાન પ્રાપ્તિ માટે વધુ તક પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- બાળકોના કારણે પતિ પત્નીમાં તણાવ ઊભો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ એસિડિટી અને માથાનો દુઃખાવો રહેશે.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ- 2

---------------------------------

મીનઃ- ACE OF PENTACLES
પૈસાની આવક વધવાને કારણે તમારું કામ પ્રત્યે વધારે આત્મવિશ્વાસ વધશે. તમારા માથે દેવું ઉતારવાના પ્રયાસ સફળ રહેશે. એક વખત ટકી ન રહેવાથી લોકોને તમારા પ્રત્યે વિશ્વાસ ઓછો થઈ શકે છે પરંતુ યોગ્ય રીતે કમ્યુનિકેશન કરવાને કારણે તમારા વિશે બંધાયેલી ગેરમાન્યતાને દૂર કરવી પણ તમારા માટે સરળ રહેશે.

કરિયરઃ- ધાતુના વેપારમાં વધારે ફાયદો જોવા મળી શકે છે.

લવઃ- પાર્ટનર્સમાં સંબંધો સ્થિર રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરની તકલીફો દૂર કરવા માટે ખાણીપીણીમાં ફેરફાર કરવો.

શુભ રંગઃ- લીલો

​​​​​​​શુભ અંકઃ- 3

અન્ય સમાચારો પણ છે...